________________
આપ્તવાણી-૧૧
૩૦૭
પ્રશ્નકર્તા : એ લાંબા થાય શી રીતે ? નક્કી થયેલું હશેને પૂર્વમાં ?
દાદાશ્રી : ના, પણ લાંબા થઈ જાય. એ નિમિત્ત બન્યું, ડિસાઈડેડ જાણ્યું કે આમ જ છે હવે, એટલે પછી થઈ ગયું. ચેલાયો (બહેકી જવું), મન ચેલાયા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : ના, પણ એ ડીસાઈડેડ શું છે, એ જાણવાની તો કોઈની તાકાત છે જ નહીં.
દાદાશ્રી : એ કહે છે ને કે નક્કી જ છે. તો પછી થઈ રહ્યું. ચેલાયું, ઊલ્ટું અવળું ચાલ્યો જાય.
પ્રશ્નકર્તા : ના. પણ એ ય ચેલાવાનું કે જે પુરુષાર્થ માંડવાનો, એ બધું લઈને જ આવે છે ને ? એ પોતાનો પુરુષાર્થ કર્યા વગર રહેવાનો જ નથી તો ચેલાય શી રીતે ? અને ચેલાવાનો છે એ ચેલાવાનો જ છે.
દાદાશ્રી : તો ય એ નથી બોલાય એવું.
પ્રશ્નકર્તા : અત્યારે બે જીવ છે, એક જે ચેલાતો નથી ને સ્થિર છે. અને તમે કહો કે ચેલાય, ગમે તેટલા લોક કહે ચેલાય, તો એ નહીં ચેલાય અને જે ચેલાવાનો છે એને ગમે એટલા ઠંડા ઠોકશો તો ય એ ચેલાયા
વગર રહેવાનો નથી, પ્રકૃતિ છે ને !
દાદાશ્રી : હા, પણ જ્ઞાન મળે તો ફરી ય જાય પાછો. એવું છે ને કે અમુક હદ સુધી નક્કી બધું આ. પછી આગળ હિન્દુસ્તાનમાં આવ્યા પછી નક્કી નથી. પહેલાં નક્કી છે બધું ય.
પ્રશ્નકર્તા : અહીં ભઈ વક્રઈ જાય છે.
દાદાશ્રી : હા, હિન્દુસ્તાનમાં આવ્યા પછી કંઈનું કંઈ કરી નાખે. અહંકાર જાગ્યો ને, ‘હું કર્તા છું.’
પ્રશ્નકર્તા : છૂટે તો ય હિન્દુસ્તાનમાં આવ્યા પછી જ છૂટે ને.
દાદાશ્રી : છૂટવાનો ખરો પણ તે અહીં ભવ વધારી દે ને ! ‘હું
૩૦૮
આપ્તવાણી-૧૧
કર્તા થયો', એનું ભાન થયું ને એને ! પેલું તો ભગવાન કરે છે ને બધું ભગવાનની બધી ભાંજગડ હતી. અહીં આવ્યો એટલે ‘કર્મ કરું છું હું, આ કર્મ મારા અને હું કર્તા છું.’
પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં આવ્યા પછી એનું વ્યવસ્થિત ફરી ગયું આખું ચકરડું !
દાદાશ્રી : હા, બધું ફરી ગયું.
પ્રશ્નકર્તા : તો ઋષભદેવદાદાએ ભરતરાજાના પુત્ર મરચીને કહેલુંને કે એ ચોવીસમાં તીર્થંકર થશે, તે એ જ્ઞાનથી જ કહેલું કે આટલો આડો ચાલશે, આમ થશે ?
દાદાશ્રી : એવું કહ્યું ને એણે સાંભળ્યું તેથી અવતાર વધી ગયા. એ તો પછી નર્ક જઈ આવ્યા, બધું બહુ જાતનું જઈ આવ્યા. એ બધું હતું નહીં. તે આ સાંભળયા પછી થઈ ગયું.
તથી આધાર કોઈ એક પર...
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનને આપણે એમ કહીએ છીએ કે ત્રણે ય કાળનું જ્ઞાન એક સમયમાં થઈ જાય, તો પછી નિયતિવાદ જ થઈ જાયને ?
દાદાશ્રી : ના, નિયતિવાદ એ વન ઓફ ધી કોઝિઝ છે. જે બધાં કોઝીઝ હોવાં જોઈએ, તેમાં એ વન ઓફ ધી કોઝીઝ છે. નિયતિવાદ એ ખોટું નથી, તેમ એ પ્રતિનિધિ પણ નથી. બધાં કોઝિઝ ભેગા થાય, સમુચ્ચય કોઝિઝ બધાં ભેગાં થઈને પ્રતિનિધિ થાય છે. એટલે જો નિયતિ એકની પર પડે તો માણસ કંઈનો કંઈ રખડી મરે. પુરુષાર્થ એકલા પર પડે તો ય કંઈનો કંઈ રખડી મરે. પ્રારબ્ધ એકલા ઉપર પડે તો ય કંઈનો કંઈ રખડી મરે. સ્વભાવ ઉપર પડે તો ય, કાળ ઉપર પડે કે ભવિતવ્યતા ઉપર પડે તો ય કંઈનો કંઈ રખડી મરે, એ બધી રખડી મરવાની બાજીઓ
છે.
નિયતિ એટલે ઈફેક્ટ, તમારે કંઈ કરવું ના પડે. નિયતિ જ મોક્ષે