________________
૩૧૦
આપ્તવાણી-૧૧ છે. આ અમે ય વ્યવસ્થિત કહીએ છીએને તે વ્યવસ્થિત એક્કેક્ટ વ્યવસ્થિત છે. પણ તે વ્યવસ્થિત ક્ષે ભાવે છે કે જેટલાં સમ્મીય કોઝ હતાં, તેનું આ રૂપ છે. એટલે અમે કરેક્ટ વ્યવસ્થિત કહીએ છીએ. એનું નામ આપણે વ્યવસ્થિત આપ્યું. સમ્મીય કોઝ છે. બાકી નિયતિ એનું એ જ, જેમ ખાટલાનો પાયો તેમાંનો એક પાયાનું નામ ખાટલો નહીં, ચાર પાયાનું નામ ખાટલો !
સમજૂતિ, સમવાય કારણોતી !
આપ્તવાણી-૧૧
૩૦૯ લઈ જાય પછી. પણ અજ્ઞાનીને એકલી નિયતિ હોય નહીં, ત્યાં તો પૂર્વકર્મ-પુરુષાર્થ-સ્વભાવ-કાળ એ હોય બધું. એટલે નિયતિવાદ ચાલે નહીં ! પુરુષાર્થ કરે તો નિયતિ ખસે, નહીં તો નિયતિ ખસે જ નહીંને ! નવાણું માઈલ ઉપર હોય તો નવ્વાણું માઈલથી આગળ ખસે જ નહીં. જો પુરુષાર્થ કરે તો નવાણું માઈલથી ખસે આગળ ને સોમો માઈલ થાય. નહીં તો નિયતિ અટકી રહે. પણ લોકો કહે છે નિયતિ લોકોને પુરુષાર્થ કરાવડાવે છે. એ ય અવળી સમજણ છે. નિયતિ કરાવતું નથી. નિયતિ તો જડ શક્તિ છે. જડ શક્તિ ચેતનને ચેતવે એવું બને નહીં. - એકલું પુરુષાર્થના આધીન નથી. એકલું પુરુષાર્થને આધીન હોય તો નિયતિ-કાળ-પ્રારબ્ધ પાછું એ બધા એને જવા ના દે એટલે બધાં કારણો ભેગા થાય છે આવા. એ કારણો ભેગા થાય તેથી કાર્ય થાય. એ તો ફક્ત જ્ઞાન પ્રકાશ પામ્યા પછી બધું નિયતિ જ રહે છે.
પ્રશ્નકર્તા : આ કોઝીઝ ઓટોમેટિક હોય છે ?
દાદાશ્રી : કોઝીઝમાં પોતાનો વોટ છે, ઓટોમેટિક નહિ, ઓટોમેટિક હોત તો તો પછી નિયતિમાં જાત. પણ આમાં તમારો વોટ છે. જેમ વિટો પાવર હોય છેને માણસનો, એટલો વોટ છે તમારો આ પાર્લામેન્ટમાં, કે ના, એવું નથી કરવું, આપણે આમ કરવું છે.” છતે રસ્તે જવું હોય તો જઈ શકાય છે એટલો તમને અધિકાર છે.
અમને લોક પૂછે છે કે આ બધું નિયતિ છે ? તે અમે કહ્યું કે, નિયતિ ય છે ને અનિયતિ છે. નિયતિ સમજ્યાં પછી નિયતિ છે, નહીં તો અનિયતિ છે. જ્ઞાન સિવાય નિયતિની સમજણ ના પડે. મોંઢે બોલ્યાથી ના સમજાય. નિયતિ તો આખું જ્ઞાન સમજાય તો જ સમજણ પડે.
નિયતિ શબ્દ બહુ ઊંચો છે. સંસારીનાં હાથમાં પકડાવવા જેવું નથી. એ તો પ્રગટ અગ્નિ છે. પેલો પછે નિયતિને આધીન છે ? તો અમે કહીએ, નિયતિને આધીન છે ને અનિયતિને આધીન છે. ત્યારે સંસારી એક જ વાત પકડી લે.
એટલે કોઈ માણસ એવું નહીં કહી શકે કે આ જગત આમ જ
પ્રશ્નકર્તા : એ પાંચ સમવાય, એ શબ્દ કોઈ દાખલો આપીને સમજાવો ને !
દાદાશ્રી : સમવાયનો અર્થ સમુચ્ચય થાય છે, ફેડરલ થાય છે. બધા કારણો ભેગા થાય એને સમવાય કહેવાય. પાંચ સમવાય કારણો ભેગાં થાય ત્યારે કાર્ય થાય. એ પાંચ સમવાય કારણો એટલે કાળ, નિયતિ, સ્વભાવ, પ્રારબ્ધ અને પુરુષાર્થ, આ પાંચ ભેગા થાય ત્યારે એક કાર્ય થાય.
- આ પાંચ સમવાય છે તે એકમેકના આધારે રહેલા છે. જો નિયતિ એકલું હોય તો આપણે કશું કરવાનું જ રહ્યું નથી ! પુરુષાર્થે ય કરવાનો છે, પ્રારબ્ધ ય ભોગવવાનું છે. સ્વભાવ-કાળ-નિયતિ એ બધું પાંચે પાંચ છે. આ પ્રવાહ નિયતિ તરીકે આમ ચાલ્યો જ જાય છે. પણ પ્રવાહમાં સ્વભાવ-કાળ-પુરુષાર્થ એ બધું એનું મહીં હરકત કરે છે. એકલી નિયતિ હોય તો આપણે કશું જ કરવાનું ના હોય. નિયતિ છે પણ જો કોઈ કહેશે કે ભઇ, ના, એકલો પુરુષાર્થ છે. તો ય ખોટી વાત છે. એકલો કાળ છે. તો ય ખોટી વાત છે. એકલો પૂર્વકર્મ છે તો ય ખોટી વાત છે. બધું પાંચ ભેગુ ત્યારે કાર્ય થાય.
નિયતિ એટલે એની મેળે જ દુનિયા ચાલ્યા કરે છે તે. પુરુષાર્થ જેવી કશી વસ્તુ નથી એવું માનવાવાળા એકાંતિક. એની મેળે જ ચાલે છે, એવું માનવાવાળા કહે છે, પુરુષાર્થ જેવી વસ્તુ જ નથી. એને નિયતિ કહ્યું. એટલે ખોટું છે એવું ભગવાન કહે છે. ત્યારે કોઈ કહે, પ્રારબ્ધ જેવી