________________
૩00
આપ્તવાણી-૧૧ ઈફેક્ટ છે. તે કોઝિઝનું ફળ છે આ. એટલે કોઝિઝ તમારા હાથની વાત
આપ્તવાણી-૧૧
૨૯૯ નહીં. કુદરતે ય એકસેટ ના કરે, ત્રણ પછી ચાર જ જોઈશે. એટલે બધું આ નિયમથી છે. પાછું સહેજે ય ગમ્યું નથી.
પ્રશ્નકર્તા ઃ એટલે જે જીવ છૂટે છે, એ જીવે એને પહેલાં કંઈ સત્કર્મો કર્યા હશે તે એને કામ લાગે છે ખરાં, છૂટવા માટે અત્યારે ?
દાદાશ્રી : એ સત્કર્મો નહીં, એ ટાઈમીંગ છે. એના નિયમના આધીન છે એ છૂટે છે ને તે જ રસ્તે આપણે ચાલીએ છીએ. એ રસ્તે જ ચાલીને ગયેલા ત્યાં આગળ, જે આપણે વિતાડીએ છીએ, એમને વિતીને જ ગયા છે આ બધું. એટલે બધાનું એવું છે કંઈ કોઈ એકદમ ઓચિંતું કોઈ ઈનામ મળતું એવું નથી આ જગત. બધું નિયમથી છે, એકઝેક્ટનેસ છે.
પ્રશ્નકર્તા : ત્યાં આપણે જ્યારે એમ કહીએ છીએ કે આ બધું વ્યવસ્થિત નક્કી થઈને જ આવેલું છે. આપણું કરેલું કંઈ કામમાં લાગવાનું નથી તો પછી જ્યારે એક માણસ કોઈ સત્કર્મો...
દાદાશ્રી : નક્કી થઈને આવેલું નથી. પ્રશ્નકર્તા : આ જન્મોમાં જે કંઈ બનવાનું છે.... દાદાશ્રી : આ પ્રારબ્ધવાદની વાત નથી. પ્રશ્નકર્તા : નિયતિ એટલે પ્રિડિટરમાઈન્ડ, પૂર્વ નિશ્ચિત કહેવાય. દાદાશ્રી : ના. એવું નિશ્ચિત નથી.
પ્રશ્નકર્તા : આ જન્મમાં આપણે જે કંઈ બનવાનું છે તે આપણે નક્કી કરીને જ આવેલા છે તે જ બનવાનું છે.
દાદાશ્રી : નક્કી એટલે શું કર્યું છે તમે, તમે જે પરીક્ષા આપી હતી ને તેનું આ પરિણામ છે. હવે ફરી પરીક્ષા આપી રહ્યા છો તો તમને આ પરિણામ સારું ના લાગતું હોય તો સારી પરીક્ષા આપો, એવું કહે છે. આ અત્યારના દુ:ખદાયી પરિણામ લાગતાં હોય તો હવે સુખદાયી કેમ થાય એવી પરીક્ષા આપો એટલે કોઝિઝ કરવામાં આવે છે અને આ
પ્રશ્નકર્તા : એ જ આપણા કંઈક શાસ્ત્રો એમ કહે છે કે “કોણ માણસ કઈ ઘડીએ છૂટશે’ એ પણ કુદરત જ નક્કી કરે છે એ વાત બરાબર બેઠી નહીં. તો એ પણ જીવના હાથમાં જ ગઈને એ વાત ?
- દાદાશ્રી : એવું છે ને, નક્કી કશું હોતું નથી અને છતાં નિયમમાં છે. જો નક્કી કહેવાયને તો આ લોકોનું મન જુદી જાતનું થઈ જાય. નક્કી બોલાય નહીં એમ. શાસ્ત્રોએ જે કહ્યું છે ને તેનો અર્થ લોકોને એની અસર પડી ગઈ છે અને આપણા સંતોએ એ આગળ શું કહ્યું, ‘વો સબ હો જાયેગા, પ્રારબ્ધ મેં હૈ તો હો જાયેગા.’ તેથી આ હિન્દુસ્તાનની દશા ભૂંડી થઈ ગઈ. પ્રારબ્ધ એવું ના બોલાય. એ તો એમ જ કહેવું પડે, ભઈ ઉઘાડી આંખે ગાડી ચલાવો અને સાવધાનીપૂર્વક ચલાવો પછી અથડાય એ પ્રારબ્ધ.
અત્યારે એમ ને એમ પ્રારબ્ધ માની બેઠા છે તેને લીધે તો આ દેશની આ પરિસ્થિતિ થઈ છે. ને પ્રારબ્ધ અને પુરુષાર્થનો ભેદ આ દેશમાં લગભગ હજારો વર્ષથી નથી. એનો ભેદ, લાઈન ઓફ ડીમાર્કેશન વચ્ચે, એ ભેદ હું આપવા બેઠો છું.
પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થઈ જાય, એની દ્રવ્યદ્રષ્ટિ થઈ એટલે પુરુષાર્થ શરૂ થઈ જાય.
પ્રશ્નકર્તા પણ દ્રવ્યદ્રષ્ટિ થવી એ પણ એક આપણા હાથની વસ્તુ નથી ને !
દાદાશ્રી : એ હાથની વસ્તુ નથી. ત્યાં સુધી પ્રકૃતિના આધીન છે. એ દ્રવ્યદ્રષ્ટિ શેને આધીન છે ? કે અહીંથી પથ્થર ગબડ્યા, તે બધાં આમથી આમ જાય ને, આમથી તેમ જાયને, ઘસાય, માંહ્યોમાંહ્ય ટકરાઈ ટકરાઈ ને ઘસાય, ટકરાઈ ટકરાઈ, માંહ્યોમાંહ્ય ટકરાય. જેમ આ જીવમાત્ર ટકરાય છે ને, પેલો પેલાને કરડે છે ને પેલો પેલાને મારે છે ને ! એમ ટકરાતાં, ટકરાતાં, ટકરાતાં, ટકરાતાં ગોળ થાય જ્યારે, ત્યારે સમકિત