________________
આપ્તવાણી-૧૧
૩૦૧ થાય એને. એટલે ત્યાં સુધી પુરુષાર્થ નથી.
નિયતિમાં આવી જાય ક્યારે ? કે જ્યારે ક્ષાયક સમ્યક્દર્શન થઈ જાય ત્યાર પછી નિયતિમાં આવે. ત્યાં સુધી નિયતિમાં ના આવે.
પ્રશ્નકર્તા : તો પછી વ્યકિતનું સ્વતંત્ર કર્તુત્વ છે કે નહીં ?
દાદાશ્રી : નથી, સ્વતંત્ર કર્તુત્વ ક્યારે થાય છે. ? ક્ષાયક સમદર્શન થયા પછી થાય પુરુષ ને પ્રકૃતિ બે જુદા પડી જાય, ત્યાર પછી પુરુષાર્થ ખરો ઉત્પન્ન થાય છે, ત્યારે સ્વતંત્ર. આ તો બધું પરતંત્ર છે. નિમિત્તનો ધક્કો છે. નિમિત્તમાં હોય તો થાય નહીં તો ના થાય.
પ્રશ્નકર્તા ઃ હવે જે પુરુષાર્થ કહેવાય છે. એ નિયતિમાં આવી જાય?
દાદાશ્રી : ના. નિયતિમાં આવી જાય તો બીજો શબ્દ લખવાની જરૂર જ નથી.
પ્રશ્નકર્તા : ક્ષાયક સમ્યકત્વ પ્રયત્નથી આવે કે આવવાનું હોય ત્યારે જ આવે ?
૩૦૨
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : કર્મના અનુસારમાં અહંકારરૂપી પુરુષાર્થ છે. અહંકાર છેને ત્યાં સુધી પુરુષાર્થ છે. પણ એ બ્રાંત પુરુષાર્થ કહેવાય છે. અને બીજા નિમિત્તો આને આધીન છે. પોતાનું સ્વતંત્ર નથી તો ય એ બ્રાંત પુરુષાર્થ કહેવાય છે. પોતે કરતો નથી છતાં માને છે કે મેં કર્યું.
પ્રશ્નકર્તા : જ્યારે જેનું સમકિત થવાનું હોય એ પ્રમાણે જ થાય ને ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. એ તો પથરા બધા ભેગા જ બધા દોડે ! બધા ભેગા જ આવે.
પ્રશ્નકર્તા : આ તો આપણે પથરાની વાત કરી છે એટલે. આપણે માણસોની વાત કરીએ તો સાથે હોય છતાં ય કોઈને...
દાદાશ્રી : એ ભવિતવ્યતા કહેવાય. કોઈની ભવિતવ્યતા હોય ને કોઈની ભવિતવ્યતા ના હોય. કોઈ છે તે ગોળ થતાં થતાં તૂટી ગયો, તો રહી જાય.
પ્રશ્નકર્તા : સમ્યક્ નિયતિવાદ એટલે શું ?
દાદાશ્રી : જે ખરેખર નિયતિવાદ છે, એ વસ્તુ જ્યારે આ જ્ઞાનમાં કામ કરે ત્યારે સમ્યક નિયતિવાદ કહેવાય, નહીં તો નિયતિ કહેવાય. નિયતિ એટલે એના હિસાબસર થયા જ કરે, ભવિતવ્યતા જે હોય તે રીતે થયા જ કરે. પણ બીજા કારણો ભેગા થઈ અને એકલું નિયતિવાદ કામ કરતું નથી. બીજા ફેડરલ કોઝિઝ છે એ બધા કારણ ભેગા થઈને કાર્ય થાય છે.
વિશ્વ છે કુદરતી સંચાલત
દાદાશ્રી : પ્રયત્ન તો દરેકમાં જરૂર. પ્રયત્ન વગર તો ચાલતું જ નથી. પ્રયત્ન વગર તો કશું થાય જ નહીં. તું શું કહું છું પ્રયત્ન વગર કરે તો ચાલુ એકદમ થઇ જાય ?
પ્રશ્નકર્તા : પ્રયત્ન કર્યા છતાં આવવાનું હોય ત્યારે જ આવે ?
દાદાશ્રી : હા, તો ય છે તે આવવાનું હોય ત્યારે જ આવે. પણ છતાં પ્રયત્ન કરવાથી એ નજીક થાય. પ્રયત્નો કરતો દેખાય તો આપણે જાણીએ કે આનું નજીક આવશે. માટે ગાડી ઉપડી હોય તો રાજકોટ આવે ખરું. ગાડી ઉપડી હોય અને પછી વચ્ચે બ્રેકડાઉન થઈ ગયેલું હોય તો ય પણ એ રાજકોટ આવશે. એટલે પ્રયત્ન હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : હમણા એમ કહ્યું કે ક્ષાયક સમ્યકત્વ પહેલા પુરુષાર્થ છે જ નહીં, અથવા પુરુષાર્થ જેવું નથી તો એ પહેલા આપણે પ્રયત્ન એક્યુઅલી પ્રયત્ન ગણાય કે કર્મ અનુસાર જ થયા કરે ?
પ્રશ્નકર્તા : આ વિશ્વ જે છે જગત, એમાં છ સનાતન તત્ત્વો છે. એ બધાય તત્ત્વો પોતપોતાના સ્વભાવમાં છે. આ બધા તત્ત્વો કઈ શક્તિથી કાર્યમાં આવે છે ? અને આ બધું ચલાવે છે એમાં શું રહસ્યવાળું તત્ત્વ જે આ બધું ચલાવે છે ? દાખલા તરીકે કર્મોનું ચાર્જ થવું, ડિસ્ચાર્જ થવું,