________________
આપ્તવાણી-૧૧
૨૯૭
દાદાશ્રી : હા, ચાલ્યા કરે છે. પણ એવું છે ને આ જગત પ્રવાહમાં જ ચાલ્યા કરે છે. અનાદિ પ્રવાહથી જ ચાલ્યા કરે છે. નિરંતર ક્ષણ અટક્યા સિવાય પ્રવાહ ચાલુ જ રહ્યો છે. આપણને પ્રવાહ કયો દેખાય છે? વ્યવહાર પ્રવાહ આપણને દેખાય છે. બીજો પ્રવાહ આપણે દેખી શકીએ નહીં. એ વ્યવહાર પ્રવાહ બધા ઈન્દ્રિયગમ્ય છે અને પ્રવાહ નિરંતર વહ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : સૃષ્ટિના ક્રમની કેટલીક વાત સમજમાં નથી આવતી. એ કે અમે તમારી પાસે આવ્યા અને અમને આપની પાસેથી આત્મજ્ઞાન થયું, પણ બીજા લોકોને કેમ નથી થતું ?
દાદાશ્રી : ના, બધા લોકોને માટે નથી. આ આખી જે સૃષ્ટિ છે તે પ્રવાહ રૂપે છે, પ્રવાહરૂપે એટલે જે દરિયાનો જ્યાં જોઈન્ટ છેને, ત્યાં આવે એટલે પાણીને મુક્તિ, બીજું બધું આવશે તેમ તેમ મુક્તિ થતી જશે. આ જગત આખું ય પ્રવાહરૂપે છે એટલે બધાનું ના થાય એકદમ.
પ્રશ્નકર્તા : હા, પણ કેટલાક જે એ પ્રવાહના કણો કિનારા ઉપર પહોંચે છે અને કેટલાક મધદરિયાની વચ્ચે, આને શું કારણ ?
દાદાશ્રી : એ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે છે. આ બધું જગતમાં એક પરમાણુ પણ ચેન્જ થઈ શકે એમ નથી.
પ્રશ્નકર્તા : આ પ્રવાહ વહેતો જ જાય છે, જેમ આ પ્રવાહમાંથી પથરા આમ બાજુમાં જુદા પડતા જાય, એમ કયા જીવ ક્યાં ક્યાં પહોંચવાના છે એ વ્યવસ્થિત હોય, તો એ પ્રવાહથી જે પથ્થરો જુદા પડતા હશે એમાં ય કોઈ વ્યવસ્થિત નહીં કામ કરતું હોય ?
દાદાશ્રી : બધું વ્યવસ્થિત જ ગોઠવાયેલું છે, આ તો આપણી દ્રષ્ટિ બદલેલી છે ને અને આ મારું-તારું કરવા ગયા ને એટલે આ પેલું વ્યવસ્થિતનું જ્ઞાન અલિપ્ત થઈ ગયું. એ એક્ઝક્ટનેસ છે બધું !
પ્રશ્નકર્તા : અમુકને સંજોગ આવે તો શાલિગ્રામ બને ને બીજા એવા ને એવા રહે, તો પછી એ કેવી રીતે નક્કી થતા હોય ? એની
૨૯૮
આપ્તવાણી-૧૧ પાછળે ય કોઈ બળ તો કામ કરતું હશે ને ?
દાદાશ્રી : બધું વ્યવસ્થિતનો નિયમ. વ્યવસ્થિતના નિયમ આગળ કંઈ પણ આગળનું કશું ફેરફાર થાય એવું નથી. બધા જ પથરા હોય, કો’ક શાલિગ્રામ થઈ જાય.
પ્રશ્નકર્તા : તો પ્રશ્ન એવો છે કે અમુક પથ્થર જ શાલિગ્રામ થાય અને અમુક નથી થતો એનું ક્યું કારણ ?
દાદાશ્રી : એ તો પછી એની પાછળ બધા વ્યવસ્થિત કોઝિઝ, એના નિયમોને બધું. એટલે આ જડ અને ચેતન બન્નેને માટે વ્યવસ્થિત લાગુ છે. એકલું ચેતનનું વ્યવસ્થિત નથી.
પ્રશ્નકર્તા: અમુક જીવ બે જન્મે છૂટી જાય, અમુક જીવ જન્મોજન્મ ચાલે.
દાદાશ્રી : હા, એવું બધું.
પ્રશ્નકર્તા : પણ એ જે છૂટશે એ નક્કી વ્યવસ્થિત છે એની પાછળ ?
દાદાશ્રી : હા, પણ વ્યવસ્થિત બોલાય નહિ આપણે પહેલેથી. પહેલેથી આપણે કહીએ, વ્યવસ્થિત બોલીએ ને તો સંજોગો બધા ફેરફાર થઈ જાય.
પ્રશ્નકર્તા : હજુ એ સમજાતું નથી કે આ પ્રવાહમાં જે બધા જીવો આવતા હોય છે. એમાં અમુક જ જીવોને કેમ મોક્ષ પ્રાપ્તિ થાય છે, અમુકને નથી થતી એની પાછળ કયાં સંજોગો કારણભૂત થાય છે ? શું એનું કારણ છે ?
દાદાશ્રી : બીજું નહીં, આ વ્યવસ્થિતનું જ કારણ છે અને તે પાછા નિયમને આધીન છે. કશું આપણે અમુકને થઈ જાય છે અને અમુકો રહી જાય છે એવું નથી કશું, નિયમ છે જોડે. નિયમ એક પછી બે, બે પછી ત્રણ અને ત્રણ પછી પીસ્તાળીસ આવે ને એટલે જગત એકસેપ્ટ કરે