________________
આપ્તવાણી-૧૧
૨૯૫
મજબૂત કરી દો. એ આવતા ભવમાં પરિણામ એકઝેક્ટલી આવી જાય.
અને એ જ પ્રમાણે હું ચાલ્યો છું અને આ બધું જોયેલું જ છે મેં એ પ્રમાણે. કારણ કે મારો નાનપણમાંથી એક સ્વભાવ હતો કે દરેક કાર્ય કરું એનું મને પરિણામ દેખાયા વગર રહે જ નહીં. છોકરા બધા ચોરી કરતા હોય, તો મારું મન લલચાય ખરું કોઈ વખત, કે આ એક કરવા જેવી ચીજ છે. પણ મને તરત પરિણામ ભય દેખાયા જ કરે એટલે મૂળથી જ પરિણામ જડે, એટલે કશું કંઈ ચોંટવા દીધું નહીં. પરિણામ મને જોડે હોય છે. આનું પરિણામ શું આવશે એ મારી સાથે હોય છે, દરેક વાતમાં.
પ્રશ્નકર્તા : એટલે એનો સાર એ થાય કે અભય થવા માટે પરિણામની પ્રતીતિ થવી જોઈએ.
દાદાશ્રી : બસ, બસ. અભય થવા માટે પરિણામના લક્ષમાં રહેવું જોઈએ.
૨૯૬
આપ્તવાણી-૧૧ જ્ઞાન ઉપરે ય નિશ્ચય તૂટી ગયો છે એનો. પોતાનું જ્ઞાન ખોટું છે એવું જાણે છે એ. હવે આ જ્ઞાન કેવું છે કે મોક્ષનું જ્ઞાન નથી. આ વ્યવહારનું જ્ઞાન છે. અને તે ટેમ્પરરી રૂપે હોય છે. બદલાયા જ કરે નિરંતર, સંજોગોવશાત્.
જગત ક્રમમાં છે પણ અહંકાર એટલો અંધકાર છે. અંધકારમાં અથડાય છે. શી રીતે ? જેમ આ નદી નર્મદાજી એક જગ્યાએથી વહે છે, તે ભેખડમાં આવે એટલે ભેખડને પાણી ખૂબ અથડાય, ને ભેખડમાંથી પથ્થરો પડે છે. એ પથ્થરો પડવા એને જો કદી આપણે નિગોદમાંથી, અવ્યવહારમાંથી જીવ વ્યવહારમાં આવે એમ ગણીએ, તો ત્યાંથી જ બિગિનિંગ ગણાય. એ પથ્થરોને શું કહેવાય છે કે એ પોતાની શક્તિથી કામ થતું નથી, એ નદીના વહેણ છે તે આ બાજું ખેંચે છે, પેલી બાજુ ખેંચે છે, એમ અથડાતાં, અથડાતાં, અથડાતાં એ પથ્થરો આગળ ખસે છે. એ પોતાના બળે કરીને અથડાતા નથી. પછી એમાં મોટા ભેગા મોટા હોય, નાનાં ભેગા નાના હોય, એ પ્રમાણસર બધું હોય, એમ કરતાં કરતાં જ્યારે અહીં આગળ આવે છે, ભાડભૂજ, ત્યારે ગોળ થઈ જાય છે. ત્યારે લોકો એને શાલિગ્રામ તરીકે પૂજે છે. એટલે આ ગોળ થવું એ સમકિત છે. એ સમ્યકત્વ થયા પછી નિયતિ ભાગમાં આવે છે.
ગયા અવતારમાં નવમા માઈલ ઉપર ઊભો હોય તો આ અવતારમાં અગિયારમા માઈલ ઉપર આવ્યો હોય. આ બધાં જીવમાત્ર છે તે પ્રવાહ રૂપે છે. જેમ ઓ નર્મદાજી આમ પાણી વહ્યા જ કરે, એવી રીતે આ જીવ વહ્યા જ કરે છે. તે આપણે આ કશું કરતાં નથી. એ વહેણ જ આપણને તેડી લાવે છેઆગળ. આ આગળ આગળ વહ્યા કરે છે. નિયતિનું કામ છે આ બધું, નિયતિ, પણ વન ઓફ ધ ફેકટર છે, નિયતિ પોતે કર્તા તરીકે નહીં. કર્તા તરીકે આ જગતમાં કોઈ ચીજ નથી. તેમ કર્યા વગર થયું નથી આ જગત. પણ નૈમિત્તિક કર્તા છે ! સ્વતંત્ર કર્તા કોઈ નથી, સ્વતંત્ર કર્તા હોય તો બંધનમાં આવે. નૈમિત્તિક કર્તા, બંધનમાં નહીં આવે.
પ્રશ્નકર્તા : આ જે ભાવ થઈ જાય છે આપણાં, પરિણામો જોઈને કે બધાં લાંચ લેતાં હોય, અને એક માણસથી ના લેવાતી હોય ત્યારે એને બધાને જોઈને એવો ભાવ થઈ જાય છે કે મારે લેવી છે, તો એ કઈ ભૂલના આધારે થઈ જાય છે ?
દાદાશ્રી : એ બધા ઘરના દબાણ હોયને. પ્રશ્નકર્તા : પણ આ ભાવ ક્યારે ન થાય ? એ કેવી રીતે બને ?
દાદાશ્રી : એ તો ન થાય એને માટે તો, એની પોતાની એમ મજબૂતી જોઈએ ને !
પ્રશ્નકર્તા : પણ એવી કઈ ભૂલ કે જે ભાવ થઈ જાય છે.
દાદાશ્રી : ના, એ જ્ઞાનની ભૂલ છે કે આ ખરું જ્ઞાન છે કે પેલું ખરું જ્ઞાન છે, ખરાં જ્ઞાનનું ડિસિઝન નથી એને.
અજ્ઞાનતાને લઈને ભાવ થાય છે. કારણ કે એને એમ લાગે છે કે આ દુનિયામાં આવું નહીં કરું તો મારી દશા શું થશે ? એટલે પોતાનાં
તદીમાં પથરા અનેક અને શાલિગ્રામ ?
પ્રશ્નકર્તા: આ બ્રહ્માંડ એની મેળે ચાલ્યા જ કરે છે.