________________
૨૯૪
આપ્તવાણી-૧૧ પેશાબ કરવા ગયો, તે ઘડીએ પેલાને કહે છે, તું ખાનામાંથી હમણે લઈ જા, પછી આવજે. કહે છે. આ લાંચ લેવાનું ના થયું. તે મૂઆ નહીં થાય, પ્રતીતિમાં જ નથી આ. આખી જીંદગી આંકડો ય, એક પૈસો લેવાશે નહીં ને મરી જઈશ ઊલ્ટો વગર કામનો. અને નવી પ્રતીતિ ભરે છે પાછો કે આમ કરવું જોઈએ. એટલે આવતા ભવમાં લાંચિયો થશે મૂઓ.
અને અહીં જે લાંચ લે છે એ અગિયારમાં માઈલમાં એણે એ ડિસાઈડ કર્યું હતું એ આધારે એ લાંચ લે છે, તે દહાડે કંઈ હતું નહીં, એટલે કહે છે લાંચ તો લેવી જ જોઈએ, એ આધારે એ લાંચ લે છે પણ પાછું મનમાં શું કહે છે, “સાલું આ લાંચ લેવામાં શું ફાયદો છે ? આ તો આપણો અવતાર બગાડે છે.” એટલે આવતા ભવમાં પાછું લાંચ લેતો નથી..
આપ્તવાણી-૧૧
૨૯૩ આવે. યોજનાને કોઝિઝ કહેવાય છે. અને રૂપકમાં આવે એ કાર્ય કહેવાય, ઈફેક્ટ કહેવાય. તે આ બીજા અવતારમાં આવે ત્યારે પેલો છે તે ચોરીઓ ત્યાં આગળ કરે, અલ્યા આ સરસ ખાવા પીવાનું છે આટલી બધી મૂઆ ચોરીઓ શું કરવા કરું છું ? ત્યારે કે એની બેસી ગયેલી છે શ્રદ્ધા.
- હવે ત્યાં ઘર્ષણ મહીં થયા કરે એને પોતાને. લોક કહેશે, અલ્યા વાડીઓ છે, બધું જ છે, આ શું ચોરીઓ કરવાની ? શા હારુ ? એને પોતાને સમજાય કે સાલું આ ખાલી ખોટું કરું છું. એટલે મનનું ઘર્ષણ રહ્યા કરે કે આ જૂનું મન છે એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તે અને નવું જે ચાર્જ થઈ રહ્યું છે, એના જ્ઞાનમાં ફેર છે. પેલું પેલા જ્ઞાનના આધારે છે. અને આજના જ્ઞાનમાં આ છે. એટલે જ્ઞાનનું આ ઘર્ષણ છે બધું. બધું જ્ઞાનથી ઊભું થયેલું છે. મનુષ્ય માત્રને સંઘર્ષણ છે. એ આ જ્ઞાનને લઈને ડિફરન્સ ઓફ નોલેજ. પ્રતીતિ જ્ઞાન પેલું છે જે આજે રૂપકમાં છે અને જાણેલું જ્ઞાન આજનું આ છે.
એક માણસ સાહેબ હોય મોટો, હવે એની બઈ વઢ વઢ કર્યા કરે. ‘તમારા બધા ભઈબંધ બંગલા બાંધ્યા, તમે એકલા મોટા હરિશ્ચંદ્ર થઈ ગયા છો, તે આપણે આ એની એ જ ઓરડીમાં રહીએ ! અત્યારે આ પગારમાં પૂરું થતું નથી'. ત્યારે પેલો શું કહે ? ‘તે આપણે દોષ કરીને શું કામ છે તે ? તું અમથી માથાકૂટ કરે છે. આપણે ગાડું ચલાયને આસ્તે કરીને !” ત્યારે કહે, ‘બધાએ બંગલા બાંધ્યા, લ્હેર કરે છે અને તમે એકલા આવા રહ્યા !' તે પેલી રોજ કોચ કોચ કરે એટલે એનું જ્ઞાન ફરી ગયું. એની શ્રદ્ધા ફરી ગઈ કે સાલુ આ લાંચ લેવા જેવું તો ખરું જ. એટલે એક દહાડો બહુ હિંમત કરી કે હવે લેવું જ. તે એક જણને કહે છે, તું આવજે, હું તને કાઢી આપીશ પરમિટ. એટલે પેલો તો બે હજાર લઈને ગયો. બે હજાર સાહેબને આપવા માંડ્યો. એ આને ગભરામણ થઈ પરસેવો છૂટ્યો જોતાની સાથે. પછી પાછું સાહેબના મનમાં પેલી લાલચ ખરીને પછી, રોજ પેલી કચ કચ કર્યા કરે તે આખું પ્રતીતિ જ ફેરવી વાળે. પછી કહે, તું આ ખાનામાં મૂકી દે ટેબલના. ટેબલના ખાનામાં મૂકી ને થોડીવાર થઈને તે પાછી ગભરામણ, ગભરામણ. પછી પોતે છે તે
આ ઘર્ષણ, બે જ્ઞાનનું ઘર્ષણ નિરંતર થયા કરે માણસને. આ બે ઘર્ષણ ચાલ્યા જ કરે. એટલે હવે શું કરવું ? ત્યારે કહે છે, જૂનું જો ખોટું હોય તો એના પરનો પ્રેમ છોડી દેવો. થયા વગર તો રહેવાનું નથી, પણ એની ઉપરનો પ્રેમ છોડી દો કે આ ન હોવું જોઈએ. જે થાય એ જોયા કરવું. સમભાવે નિકાલ કરી નાખો. કારણ કે લાવ્યો છું એ તો પછી એનો કંઈ નિકાલ તો કરવો જ પડશે ને આમ, એમ ને એમ ક્યાં સુધી દુકાનમાં મૂકી રાખીએ ?
વિજ્ઞાન છે આ બધું અને વિજ્ઞાનને જાણ્યા સિવાય છૂટાય નહીં. કોઈ રસ્તે વિજ્ઞાન જાણ્યા વગર છૂટાશે નહીં. કારણ કે શેના આધારે પેલો લે છે અને શાને આધારે પેલો નથી લેતો ? અને લઈને આવતા ભવની પ્રતીતિ એમ નક્કી કરે છે કે લેવા જેવું તો નથી જ આપણે. અને મોજ કરે છે પણ લેવા જેવું નથી એમ કરીને પોતાની જાતને સુધારે છે. પેલો લેવા જેવું છે એમ કરે છે અને મોજ કરતો નથી. એમ કરીને તે પોતાની જાતને બગાડી રહ્યો છે.
આ પરિણામ છે અને આ કોઝ છે. કોઝ જ્યારે પરિણામમાં આવશે ત્યારે તમારી ક્રિયા થશે. ત્યાં સુધી ક્રિયા નહીં થાય, માટે કોઝને