________________
આપ્તવાણી-૧૧
૨૯૧ બંધ થાય ત્યારે એને મોક્ષ કહે છે.
અનાદિ પ્રવાહ છે આ. અને તે કુદરતી પ્રવાહ છે. એને નિયતિ કહેવામાં આવી. નિયતિનો પ્રવાહ છે આ. હવે આ પ્રવાહમાં તો ચંચળતા હોય. અને પોતે ચંચળ થયો માટે ચંચળ થયુ. પ્રવાહ બંધ થઈ જાય, પોતે સ્થિર થયો કે બધું સ્થિર થઈ જાય. પ્રવાહમાં જે જ્ઞાન હોય, તે રિલેટીવ જ્ઞાન હોય, ઉત્પન્ન થાય, વિનાશ થાય, ઉત્પન્ન થાય વિનાશ થાય.
અને જો પ્રવાહ પૂરો થઈ રહ્યો તો રિયલ જ્ઞાન થયું. ત્યાં પોતે જ. રિયલ જ્ઞાન પોતે છે અને રિલેટિવ જ્ઞાન કલ્પના છે. વાત ટૂંકી છે. સમજવાની જરૂર છે એટલે કંઈ પથ્થરથી તાળાં ઊઘડે નહીં પથ્થર મારમાર કરીએ તો તાળાં ઊઘડે ?
પ્રશ્નકર્તા : તૂટી જાય એ તો, ઊઘડે નહીં. દાદાશ્રી : એ તો કૂંચી જોઈએ.
અહંકાર ઝળાવે પ્રવાહમાં !
૨૯૨
આપ્તવાણી-૧૧ જ કેવી રીતે થયો !
પ્રશ્નકર્તા : ભેગો થઈને પાછો પામે. દાદાશ્રી : હા પામે. પ્રશ્નકર્તા: નહીં તો ન ય પામે.
દાદાશ્રી : પામ્યા પછી એ ભૂલી જાય, બીજે દહાડે આવવાનું ભૂલી જાય.
પ્રશ્નકર્તા : એટલે અમુક માણસને અમુક જ્ઞાન થાય છે, કોઈની સમજણ ઓછી છે, કોઈની સમજણ વધારે છે, એ બધું. એ શેના આધારે? એ નિયતિ ખરી કે નહીં ?
દાદાશ્રી : નિયતિ તો મૂળમાં છે જ. બીજુ સંજોગો કામ કરે છે. એ સંજોગોમાં નિયતિ તો છે જ. પણ બીજા સંજોગો ભેગા થઈને કાર્ય થાય. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સમાં નિયતિ આવી ગયું.
સંઘર્ષ ગતજ્ઞાત ને વર્તજ્ઞાત વચ્ચે !
નિયતિ એટલે પ્રવાહ. આ જગત પ્રવાહમાં છે, તે પ્રવાહ તો ચાલુ જ છે. એ પ્રવાહથી તો આગળ વહી રહ્યો છે એ પાછું જ્ઞાન એને મળી રહ્યું છે, એમ કરતાં કરતાં મોક્ષે જાય છે. અહંકાર તો ફક્ત એને રઝળાવે ચાર ગતિઓમાં.
પ્રશ્નકર્તા : એ દાદા રઝળાવતાં રઝળાવતાં એને પછી વ્યવહારિક જ્ઞાન થાય છે ને કે આ રઝળ્યો હતો. અહીંયા રઝળ્યો હતો ત્યાં રઝળ્યો હતો.
દાદાશ્રી : એ વ્યવહારિક જ્ઞાન જ એને પછી સમભાવમાં રાખે
નિયતિ એટલે શું ? ત્યારે કે પ્રવાહ રૂપે જેમ આ નદી વહેતી હોય ને, તેમ વહ્યા જ કરવું, વહ્યા જ કરવું. તે આ જીવ માત્ર વહ્યા કરે છે. તેથી હું કહું છું ને કે ગયા અવતારમાં તમે અગિયારમા માઈલમાં હતા, અત્યારે તમે બારમાં માઈલમાં આવ્યા. વહેણમાં હોવાથી અગિયારમાં માઈલમાં તમે જે જોયું હતું, જે સ્થિતિમાં હતા, ત્યાં તમને જે પ્રતીતિ બેઠી હતી, શ્રદ્ધાઓ બેઠી હતી, તે ડુંગરાળ દેશમાં. અગિયારમાં માઈલમાં ડુંગરા હતા અને બારમાં માઈલમાં છે તે આંબાની કેરીઓની વાડીઓ બધી. હવે ડુંગરાળ દેશમાં તમે નક્કી કરેલું કે આપણે તો આ ઝુંપડું હોય ને એનાથી બધું ચલાવી લેવું. અને ચોરીઓ કરીને ખાવું. હવે બારમાં માઈલમાં તમે આવ્યા ત્યારે ચોરીઓ કરીને ખાવાનું તમારું ચાલુ થયું. કારણ કે ત્યાં તમે પ્રતીતિ કરેલી, એ પ્રતીતિનું પરિણામ અહીં આગળ આવે. કારણ કે યોજના રૂપે હતી. યોજના બીજા અવતારમાં જ રૂપકમાં
પ્રશ્નકર્તા : એ જ જ્ઞાનીપુરુષ પાસે લઈ આવે કે હવે આ બધું રઝળવું નથી.
દાદાશ્રી : એ ય કેટલી પુણ્ય હોય ત્યારે મને ભેગો થાય છે. ભેગો