________________
આપ્તવાણી-૧૧
૨૮૯ દાદાશ્રી : પુદ્ગલ બદલાયા કરે, નિરંતર બદલાયાં જ કરે છે. પ્રશ્નકર્તા : તો આત્મા પુદ્ગલની સ્થિતિને બદલાવી શકે ?
દાદાશ્રી : નહીં, એ તો સ્વભાવથી જ બદલાય છે, એમાં આત્મા કશું ના કરી શકે.
પ્રશ્નકર્તા : આ કર્મો, પુદ્ગલે જે કર્મો બાંધેલા છે. તેમાં આત્મા કંઈ ફેરફાર કરી ના શકે ?
દાદાશ્રી : ના, કશું ના કરી શકે. દરેક પોત પોતાના સ્વભાવમાં છે, પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં છે. આત્મા આત્માના સ્વભાવમાં છે. બેઉ જુદા જુદા પોતપોતાના સ્વભાવમાં છે. શ્રાંતિથી આવું ભાસે છે એને કે ‘હું કરું છું’ એટલું જ. બાકી કશું કર્તા નથી. પોતે કશું કર્તા નથી.
કયા વાક્યોનો ખુલાસો થયો તમને ? કંઈ ખુલાસો થયો તમને ?
પ્રશ્નકર્તા : નિયતિવાદ ને ક્રમબદ્ધ બધું ચાલે છે આ. તમારું કહેવાનું છે કે આવું નથી એમ ?
દાદાશ્રી : આ છે તે સમુચ્ચય કારણોથી છે. નિયતિવાદ એક એમાંનું કારણ છે. પાર્લામેન્ટરી પદ્ધતિ છે. એમાં નિયતિવાદ એક મેમ્બર છે. એ કંઈ બધું નથી ચલાવતા.
પ્રશ્નકર્તા : બધું ચાલતું નથી ?
દાદાશ્રી : ના, ના. બધું ચાલતું નથી. તો તો કરવાનું કશું રહેતું નથી ને ! આ તો પદ્ધતિમાં એક મેમ્બર છે.
પ્રશ્નકર્તા : પણ પૂર્ણપણે નહીં ?
દાદાશ્રી : ના. પૂર્ણ સત્તા નહીં, પૂર્ણ સત્તા કોઈની છે જ નહીં. આ વર્લ્ડમાં કોઈ એવો જભ્યો નથી કે જેની સત્તા હોય. આત્માની ય સત્તા નથી ને પુદ્ગલની ય સત્તા નથી. કોઈની સત્તા જ નથી. સત્તા એકની હોત તો ઈગોઈઝમ કરત. આ તો કોઈ ઈગોઈઝમ કરી શકે એમ છે જ
૨૯૦
આપ્તવાણી-૧૧ નહીં. અને આ જેટલા ઈગોઈઝમ કરે છે એ તો ભ્રાંતિ છે ખાલી. જ્યાં પોતે નથી, જ્યાં પોતે કર્તા નથી, ત્યાં કહેશે ‘હું કરું છું’ એવી ખોટી રોંગ બિલીફ છે આને !
પ્રશ્નકર્તા એટલે આ ક્રમબદ્ધ પર્યાય જે ચાલે છે એ આખી ખોટી વસ્તુ થઈને ?
દાદાશ્રી : ક્રમબદ્ધ પર્યાયમાં જ છે તો આ પાર્લામેન્ટરી પદ્ધતિ આવી જાય છે, એ શબ્દની અંદર જ આવી જાય છે. ક્રમબદ્ધ એટલે જ પાર્લામેન્ટરી પદ્ધતિ. નિયતિવાદ હોત તો એકલું નિયતિવાદ બોલવું જ પડત.
પ્રશ્નકર્તા : ક્રમબદ્ધને જ નિયતિવાદ બોલવું પડે ?
દાદાશ્રી : ના, ના, ક્રમબદ્ધ તો એનો નિયમ એવો છે કે, નિયતિવાદને ને ક્રમબદ્ધ એને લેવા દેવા નથી. ક્રમબદ્ધ એટલે શું કે પુદ્ગલ એની રીતે ક્રમે ક્રમે એનું જે ક્રમબધ્ધ થયું છે તે ક્રમબદ્ધના આધારે ચાલે અને આત્મા ય ક્રમબદ્ધ પર્યાયમાં છે ! પુદ્ગલના ક્રમબદ્ધ પર્યાય છે એમાં નિયતિને લેવાદેવા નથી. નિયતિ બન્નેને ભેગાં થયા પછી સ્પર્શે છે.
અતાદિથી વહેતો કુદરતી પ્રવાહ...
પ્રશ્નકર્તા : માણસને આ કેમ આવે છે ને જાય છે. એને આવું કેમ થાય છે. કયું તત્વ છે જે એને એ કરે છે ?
દાદાશ્રી : એ પોતે જાણતો નથી, કે પ્રવાહમાં પોતે વહી રહ્યો છે એટલે જેટલું ગયું એટલું દેખાય છે અને નવુ આવે એ દેખાતું નથી. જેમ ગાડીમાં બેઠેલો માણસ જેટલું ગયું એટલું જ દેખે. પછી નવું આવે એ દેખાય નહીં, એવી રીતે આ વહી રહ્યો છે. જગત એટલે અનાદિ પ્રવાહ. અનાદિ પ્રવાહમાં વહી રહ્યો છે અને ખરેખર પોતે વહી રહ્યો નથી એ પ્રવાહ એને લઈ જાય છે. પણ જ્ઞાતા-દ્રષ્ટા પોતે છે. એટલે પ્રવાહ જ્યાં સુધી બંધ થાય ત્યાં સુધી એને આમ ઉપાધિ રહેવાની એટલે આ પ્રવાહ