________________
આપ્તવાણી-૧૧
૨૮૭ આપણે સાધારણ કહીએ કે, વ્યવસ્થિત હશે તો થઈ રહેશે. પણ નિયતિ હશે તો થઈ રહે, એવું ના બોલાય આપણાથી.
જુદાં છે નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય !
૨૮૮
આપ્તવાણી-૧૧ જો સહેજા સહેજ મળી આવે, તો પ્રાપ્તિ કરવી. નહીં તો ત્યાં જંગલોમાં દોડધામ કરવાની જરૂર નથી. આપણી ફરજો બજાવવાની છે.
પ્રશ્નકર્તા : નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય એક જ છે ?
દાદાશ્રી : ના. નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય એક છે નહીં, બે જુદા છે. એ વાત જ જુદી છે. નિયતિ તદન જુદી છે અને બિલકુલ સગાઈ જ નથી એને. તેને આ લોકો ઝાલી બેઠા છે ! નિયતિ એ બિલકુલ તદન, નિયતિ વસ્તુ અમે તમને કહીએ, એ તો સમજવું આ લોકોનું કામ જ નહીં ; કોઈ આચાર્ય મહારાજનું કામ નહીં, નિયતિ શું છે તે ! નિયતિ બોલે ખરા, પણ સરખામણી કરે આની જોડે, ક્રમબદ્ધ પર્યાયની જોડે વ્યવસ્થિત જોડે, પ્રારબ્ધ જોડે, પણ ના થાય. એ અજોડ વસ્તુ છે નિયતિ તો. કશું જ ચાલે નહીં ત્યાં આગળ ! આ બધું કલ્પિત. નિયતિ કલ્પિત નથી. એ વસ્તુ છે. પણ એને જાણવા માટે શબ્દ મૂક્યો છે કલ્પિત.
| નિયતિ તદન જુદી વસ્તુ છે, એ તો કુદરતી છે અને પ્રારબ્ધ, ક્રમબદ્ધ પર્યાય, એ તો આપણે કલ્પિત ગોઠવેલા છે અને પેલી ગોઠવણી છે, પણ કુદરતી છે એ વસ્તુ, નિયતિ !
સમુચ્ચય કારણોમાંનું “એ' એક કારણ !
પ્રશ્નકર્તા ઃ જે ક્ષેત્રે, જે સમયે જે કંઈ થવાનું છે એ થાય છે જ. તો પછી એમાં શુદ્ધાત્માનું શું કાર્ય રહ્યું ?
દાદાશ્રી : એ ખોટી વાત છે. પ્રશ્નકર્તા : એટલે કે બનવાનું છે એ નિશ્ચિત હોય છે ને ?
દાદાશ્રી : નિશ્ચિત હોતું જ નથી. અનિશ્ચિતે ય હોતું નથી. નિશ્ચિતમાં રહે ત્યારે નિયતિ થઈ જાય પછી. આ ફેડરલ કોઝ છે. આપને સમજાયું?
પ્રશ્નકર્તા : નથી બેસતું. કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે. પછી એમાં શુદ્ધાત્માનું શું ?
દાદાશ્રી : તો પછી આ બધી સ્કૂલો ને આ બધું શેને માટે ? ધર્મ શા માટે ? ઉપદેશ શા માટે ? આ તો નિયતિ એકલું થઈ જાય પછી.
પ્રશ્નકર્તા: તો એકલું નિયતિવાદ નથી ?
દાદાશ્રી : નહીં, નહીં. નિયતિવાદ હોત તો પછી જોઈતું'તુ જ શું? કશું કરવાનું જ નથી રહેતું ને ! એવું નથી. આ બધું સમુચ્ચય કારણથી બનેલું છે.
પ્રશ્નકર્તા : પણ પુદ્ગલનું પરિણમન થાય છે, જે પર્યાયોમાં થાય છે એ તો નિયતિવાદ પ્રમાણે જ થાય છે ને ?
દાદાશ્રી : ના, નિયતિવાદ પ્રમાણે નહીં. નિયતિને એને લેવાદેવા નથી. નિયતિ વન ઓફ ધી મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ (સમુચ્ચય કારણોમાંનું એક કારણો છે. અને પુદ્ગલ તો સ્વાભાવિક છે. પુદ્ગલની અવસ્થાઓ થાય છે. ને અવસ્થાઓ સ્વાભાવિક બદલાયા કરે છે. નિયતિવાદને કશું લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલની અવસ્થાને કોઈ બદલાવી શકે નહીં ?
પ્રશ્નકર્તા : આપશ્રી એ કહ્યું કે જીવનમાં બધું ‘વ્યવસ્થિત ગોઠવાયેલું છે. તો પછી જે તે વ્યક્તિનો મોક્ષ પણ અમુક સમયે નિશ્ચિત હોય કે નહીં ? કે પછી તેનાં માટે મનુષ્યની પોતાની આગવી શક્તિ જોઈએ ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો છે જ જગત, પણ આપણે સ્કૂલમાં ભણવા જવું અને પછી વાંચીએ. અને પછી નાપાસ થઈએ એનું નામ વ્યવસ્થિત. પણ વાંચીએ જ નહીંને, પછી નાપાસ થઈએ એ વ્યવસ્થિત ના કહેવાય. આપણે આપણું કામ કર્યું જવાનું, અને જો મોક્ષ મળે તો સાચો, ના મળે તો કંઈ નહીં, એટલે એવું નથી, કે તમારે મોક્ષને માટે દોડધામ કરવાની.