________________
૨૮૬
આપ્તવાણી-૧૧
ફરે પ્રારબ્ધ, ફરે ન નિયતિ !
આપ્તવાણી-૧૧
૨૮૫ તમે શું કરો તે ઘડીએ ? ‘અલ્યા શું કરો છો, તમારામાં ભાન નથી ચા તો મારી મોળી આવી’, એ આ ડખલ કરી કે પાછો સંસાર વધ્યો !
એટલે કૃપાળુદેવે કહ્યું કે ‘જીવતા મરે તો ફરી મરવું ના પડે.” એ નિયતિના હાથમાં ગયું. જીવતા મરી જવું જોઈએ. પ્યાલા ફૂટ્યા પણ મહીં કશી અસર ના થવી જોઈએ. લાખ રૂપિયાનું ગજવું કપાયું પણ એ અસર ના થવી જોઈએ.
પ્રશ્નકર્તા : પણ દરેકે દરેક જીવને નિયતિ પ્રમાણે કાર્ય કરવાનું એટલે એને કંઈ કરવાનું હશે બીજું સંસારમાં !
દાદાશ્રી : નિયતિ પ્રમાણે કરે તો તો બહુ સારું. ડખલ ના કરે તો, પણ ડખલ કર્યા વગર રહે નહીં ને. અજ્ઞાનની બ્રાંતિવાળો છે ને ! ભ્રાંતિ છે એટલે એ ડખો કરે છે.
કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ ઉદય કર્મને આધીન રહે. એનો અર્થ શું તમને સમજાય છે ? પોતાપણું ના હોય. અને આ પૂર્વકર્મ ને પુરુષાર્થ બે પોતાપણું છે.
પોતાપણાથી આ નિયતિ બગડે છે, નહીં તો મોક્ષે જ જાય સીધો. ત્યાંથી નીકળ્યો કે સીધો મોક્ષે જ ચાલ્યો જાય. પણ પોતાપણું આવે છે ને ! જોયેલું કે નહીં પોતાપણું ! પાંચ લાખ કમાયો કે છાતી કાઢીને ફરે અને ખોટ ગઈ ત્યારે ભગવાને ઘાલી. માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ, મારો ઉદયકર્મ, નસીબ અને કમાયો ત્યારે ઉદયકર્મ નથી બોલતો !
પ્રશ્નકર્તા : નિયતિ, કર્મ અને પ્રારબ્ધ, એક છે કે જુદું ?
દાદાશ્રી : જુદું જ છે. સંસારનો જે અનાદિ પ્રવાહ છે તે નિયતિમાં જ રાખે છે. પણ કર્મ વચ્ચે આવ્યું તેથી જીવ મોક્ષે જતો નથી. કર્મ વચ્ચે ના હોત તો બધાં નિયતિને આધારે મોક્ષે જાત. કર્મ જુદું છે અને પ્રારબ્ધ એ કર્મનું ફળ છે. મનુષ્ય ના હોત તો નિયતિ એને મોક્ષે જ લઈ જાત. મનુષ્યો અંતરાય છે. મનુષ્યમાંથી અધોગતિમાં જઈ શકે છે, ઊર્ધ્વગતિમાં જઈ શકે છે ને મોક્ષમાં ય જઈ શકે !
પ્રશ્નકર્તા : એટલે આ કુદરતને જ્યાં સુધી લાગતું-વળગતું છે ત્યાં સુધી નિયતિ અને આ મનુષ્યોનાં ચક્કરમાં આવ્યા પછી તે પ્રારબ્ધ કહેવાય ? ત્યાં આગળ નિયતિ ના રહે ? મનુષ્યો કર્તાપદમાં આવ્યા પછી નિયતિ ના રહે ? ત્યાં પછી પ્રારબ્ધ આવે ?
દાદાશ્રી : પ્રારબ્ધ તો પોતે અહીં આગળ જે કર્યું ને, ડખો કર્યો તેનું ફળ આવ્યું. સ્ટેશને ગયો ને સ્ટેશન ભેગું થયું. અને કહે, સૂઈ રહ્યો તો સ્ટેશન ભેગું ના થયું. નિયતિ વસ્તુ જુદી છે, ફેરફાર જ ના થાય એનું કોઈ, આઘું પાછું જ કોઈ કરી શકે નહિ.
પ્રશ્નકર્તા : તો પ્રારબ્ધમાં ને નિયતિમાં, બેમાં ફેર શું ? દાદાશ્રી : બહુ ફેર. પ્રશ્નકર્તા: એ સમજાતું નથી જરા.
દાદાશ્રી : પ્રારબ્ધ તો રીએકશન છે. એકશન કરેલું ને, તેનું રીએકશન આવ્યું. નિયતિ રીએકશન નથી. નિયતિ તો ભવિતવ્યતા છે. પ્રારબ્ધમાં ને એમાં બહુ ફેર.
કેટલાંક માણસો કામ ઓછું કરે અને ફળ બહુ ઊંચું મળી જાય, તો એ ભવિતવ્યતા, એને નિયતિની મદદ હોય છે. હા. એ પ્રારબ્ધનું નથી ત્યાં આગળ. પ્રારબ્ધનું તો અમુક જ ફળ મળવું જોઈએ. જ્યારે આને બહુ ઊંચું મળ્યું છે, ત્યાં નિયતિ કહેવાય. નિયતિ વન ઓફ ધ કોઝ વ્યવસ્થિતમાં. વ્યવસ્થિતનાં જે કારણો છે એમાંનું એક કારણ છે નિયતિ. તે નિયતિ હોવું જ જોઈએ, પ્રારબ્ધ-પુરુષાર્થ બધું હોવું જ જોઈએ.
પ્રશ્નકર્તા: પ્રારબ્ધને વ્યવસ્થિતનું વન ઓફ ધી ફેકટર છે એવું ના કહેવાય ? એક સંયોગ ના કહેવાય ?
દાદાશ્રી : પ્રારબ્ધ અને બધા સંયોગો ભેગા થાય ત્યારે વ્યવસ્થિત થાય. આ નિયતિ એમાં સંયોગ પણ વ્યવસ્થિત મોટું, નિયતિ નાનું.