________________
૨૮૪
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૨૮૩ કહીએ છીએ.
દાદાશ્રી : પૂર્વકર્મ આપણે કરીએ છીએ તો નડે છે. ડખલ ના કરીએ તો કશું વાંધો નથી.
પ્રશ્નકર્તા : ના, ના. એટલે કે એ સુખ-દુઃખની લાગણી અનુભવે છે જીવ. શુભકાર્યથી શુભકર્મ અને અશુભથી અશુભ એમ.
દાદાશ્રી : એ તો જીવ હોય છે ત્યાં સુધી. પછી લાગણી અનુભવે નહીં. સુખ-દુ:ખ ક્યાં સુધી ? ‘હું ચંદુભાઈ છું', ત્યાં સુધી સુખ-દુ:ખની લાગણીઓ અનુભવે. ‘હું ચંદુભાઈ’ ગયું તો થઈ રહ્યું. એક ફેરો તમે આત્મારૂપ થઈ ગયા એટલે થઈ રહ્યું. એક સેકન્ડ પણ ‘હું આત્મા છું” એવું એને ખ્યાલ બેઠો, તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું !
પ્રશ્નકર્તા : એટલે એ તો જાણે સમજાય એવું છે, હવે નિયતિ જે છે એ જીવને શું અસર કરે છે ?
દાદાશ્રી : એ તો કામ કર્યા જ કરે છે. નિરંતર એ બાજુ પ્રવાહમાં લઈ જ જાય છે, આગળ એ જો વચ્ચે ડખલ ના હોત ને તો મોક્ષે સીધું લઈ જાત.
પ્રશ્નકર્તા : જીવે કંઈ કરવા જેવું ખરું કે નહીં ?
દાદાશ્રી : કશું કરવા જેવું હતું જ નહીં. પણ આ બુદ્ધિ ઊભી થઈને એટલે અહંકાર ઊભો થાય છે. અને અહંકાર ઊભો થાય છે તે આ ડખલ કરે છે. જો બુદ્ધિ ના વપરાય તો કલ્યાણ થઈ જાય, પણ બુદ્ધિ વપરાયા વગર રહે નહીં ને, એ બુદ્ધિ છે તો. આ મારા જેવાને બુદ્ધિ જતી રહી હોય ત્યાર પછી વાંધો નહીં. તે પ્રવાહમાં જ આવ્યો. પ્રવાહ એટલે ઉદય કર્મને આધીન, ઉદય કર્મને આધીન એકલું જ રહેવું એનું નામ પ્રવાહમાં. એ મોક્ષે જાય સીધો. પણ ઉદય કર્મને આધીન થઈને રહેતો નથીને, પોતે સળી કરે પાછો. એ પ્રવાહ જે છે તે નિયતિનો છે, એટલે આ મારામાં બુદ્ધિ જતી રહી એટલે હવે મારે મોક્ષે ના જવું હોય તો ય જવું પડે.
પ્રશ્નકર્તા : તો નિયતિ એ ઊંચે જ લઈ જાય કે નીચે પણ લઈ
જાય ?
દાદાશ્રી : ના, નિયતિ નીચે લઈ જતી નથી, એ તો અહંકારની ડખલ છે બધું. નિયતિ તો આગળ જ લઈ જાય.
પ્રશ્નકર્તા : પણ નિયતિ એટલે કર્મની નિર્જરાને !
દાદાશ્રી : ના, નિયતિ તો એને આગળ લઈ જાય એટલું જ. કર્મ કરાવડાવે છે, અને ભોગવડાવે, નિર્જરા ય કરાવડાવે છે. પણ આપણી ડખલ ના હોય તો. આપણી પાકી ડખલ, હું કમાયો. આ વર્લ્ડમાં કોઈ કમાયેલો ખરો ? સંડાસ જવાની શક્તિ હશે કોઈને આ દુનિયામાં ? એ ડખલ કરી.
પ્રશ્નકર્તા : એટલે નિયતિએ શું કર્યું ? એણે શક્તિ આપી, સંડાસ જવાની શક્તિ આપી ?
દાદાશ્રી : નિયતિ કરી રહી છે. તમારું સંડાસ-બંડાસ. તમારે કશું કરવાની જરૂર જ નથી, નિયતિ જ બધું કામ કરી રહી છે. સવારમાં ઊઠાડે છે તે નિયતિ, ઊંઘાડે તે નિયતિ, બધું નિયતિ જ કરી રહી છે. માણસે કશું કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા: તો પૂર્વકર્મ કરી રહ્યું છે એમ નહીં કહેવાય ?
દાદાશ્રી : પૂર્વકર્મ તો, પૂર્વકર્મ બોલવાનું ને, એ જોખમ છે. બોલવાનું નહીં, પૂર્વકર્મને આધીન રહેવાનું તમારે.
પ્રશ્નકર્તા : હા, એટલે એ જ કહું છું કે પૂર્વકર્મને આધીન રહેવાનું એ તો આપણે સમજીએ છીએ. પણ એમાં નિયતિ એ શું કરે છે ?
દાદાશ્રી : હા, પણ આધીન રહેવાનું. પછી સળી ના કરો તો વાંધો નહીં. પૂર્વકર્મના આધીન રહીને, એ નિયતિમાં આવ્યાં, અને પૂર્વકર્મના આધીન ના રહો, અને ડખલ કરો તો તમે ડખલમાં પેઠા. ડખલ કર્યા વગર રહે નહીં આ લોકો, નહીં ? ચા મોળી આવી તો તમે શું કરો ? પૂર્વકર્મના આધીન ચા મોળી આવી આ, રોજ સરસ આવે છે, તો પછી