________________
આપ્તવાણી-૧૧
૨૮૧
પ્રશ્નકર્તા : એ ગમે તે કરે પણ વ્યવસ્થિત હોય એમ જ થાયને, પછી બીજું કંઈ થાય જ નહીં ને ?
દાદાશ્રી : ના. એવું અમે વ્યવસ્થિત કહ્યું નથી.
પ્રશ્નકર્તા : તો તો પછી એક માણસ ગમે એ કરી શકે, આ દુનિયાની અંદર એક અહંકારી માણસ ગમે એ કરી નાંખે.
દાદાશ્રી : કરે જ છે ને !
પ્રશ્નકર્તા : એ ક્યાં કરી શકે છે ? નથી જ કરી શકતા.
દાદાશ્રી : એવું કાર્ય કરવાની પોતાના હાથમાં સત્તા જ નથીને, આ પરસત્તા છે. કાર્ય કરવાની પરસત્તા છે. પણ કોઝીઝ પોતાના સત્તામાં ખરાંને !
પાંચ સમવાય કારણો !
પ્રશ્નકર્તા : પાંચ સમવાયમાં વ્યવસ્થિત શક્તિ તે એમાં સમાય છે કે વ્યવસ્થિત શક્તિ અલગ છે ?
દાદાશ્રી : પાંચ સમવાય જુદા છે, અને આ વ્યવસ્થિત તો જુદી વસ્તુ છે. સમવાયમાં તો પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને આવ્યા. અહીં પુરુષાર્થને એવું તેવું ના હોય. એટલે આ જુદી વસ્તુ છે વ્યવસ્થિત. પુરુષાર્થ જ્યાં હોય ત્યાં નવા કર્મ બંધાય, અને વ્યવસ્થિતમાં કર્મ બંધાય નહીં. આ સમવાય હોય ત્યાં કર્મ બંધાય. સમવાયમાં કર્મ બંધાય. સમવાય તો એવું કહેવા માંગે છે કે આ પાંચ કારણો ભેગા થશે તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય, એટલું જ કહેવાનું. બીજું કશું કહેવા માંગતા નથી. પણ સમવાયમાં અહંકાર હોવાથી ક્રમિકમાર્ગમાં છે, એટલે એ અહંકાર તે કર્મ બાંધે. આપણે અહીં વ્યવસ્થિતમાં કર્મ બાંધવાના નહીં, જે છે એને ઉકેલે છે.
પ્રશ્નકર્તા : સમવાયમાં કર્મનો અભાવ પણ આવે છે ને !
દાદાશ્રી : હા, એ તો આ છે તે કર્મ અને કર્મનો અભાવ બેઉ ખરું
૨૮૨
આપ્તવાણી-૧૧
છે. પણ વસ્તુ સ્થિતિમાં પાંચ ભેગા થાય તો કાર્ય થાય. પણ તે અહંકાર હોવો જોઈએ, કહે છે. તે આમાં પુરુષાર્થ છે નહીં વ્યવસ્થિતમાં.
પ્રશ્નકર્તા : કર્મ બાંધતી વખતે પણ પાંચ સમવાયો છે અને કર્મ છોડતી ભોગવતી વખતે પણ પાંચ સમવાયો છે.
દાદાશ્રી : હા, પણ તો ય વ્યવસ્થિત છે તે આ સમવાય હોય. એ સમવાય ભોક્તાનો સમવાય જુદો છે અને કર્તા-ભોક્તાનું બેઉનું ભેગું સમવાય જુદું છે. ભોક્તાનું સમવાય નિર્જીવ છે અને કર્તા-ભોક્તાનું સજીવ અને નિર્જીવ બન્ને સમવાય છે. એટલે આ જુદું છે, આ વ્યવસ્થિત જુદું છે બધાનું. એ સમજાય છે ? આ વ્યવસ્થિતમાં સમવાય કારણો આવી જાય.
ફેર પૂર્વકર્મ અને તિયતિમાં !
પ્રશ્નકર્તા : પાંચ કારણોથી કાર્ય થાય છે, કાળ, સ્વભાવ, નિયતિ,
પૂર્વકર્મ અને પુરુષાર્થ. હવે પૂર્વકર્મ અને નિયતિ એ બે શું છે એમ ? એ બે ય એક જ છે કે જુદા જુદા છે ?
દાદાશ્રી : જુદા જુદા છે ત્યારે ભગવાને જુદા લખ્યા છે. જુદા છે માટે જુદા લખ્યા.
પ્રશ્નકર્તા : તો આ નિયતિ અને પૂર્વકર્મ એ સંબંધી હવે આપ સમજાવો. એ બે જુદા કેમ છે ?
દાદાશ્રી : નિયતિ કુદરતી પ્રવાહ છે. આ જીવમાત્ર પ્રવાહમાં જ છે નિરંતર, એ પરિવર્તનશીલ જ થયા કરે, અને પૂર્વકર્મ પોતે અહંકારે કરીને ડખલ કરેલી છે. ચાલુ પ્રવાહમાં પોતે ડખલ કરી, અહંકારે કરીને. એનું નામ પૂર્વકર્મ.
પ્રશ્નકર્તા : પણ પ્રવાહ એ જીવને કેમ લાગે-વળગે છે ?
દાદાશ્રી : જીવ પ્રવાહમાં જ છે એ.
પ્રશ્નકર્તા : હા, પ્રવાહમાં છે. પણ પૂર્વકર્મ એને નડે છે એમ આપણે