________________
આપ્તવાણી-૧૧
લાભાલાભ જોવાનું ને !
પ્રશ્નકર્તા : પણ એનો અર્થ એવો થાયને કે આપણે એ કેવી રીતે ગોઠવાયેલું એ જાણી શકીએ એમ નથી.
૨૭૫
દાદાશ્રી : બધું જાણી શકીએ. આ પઝલ બધું સોલ્વ થયું છે. હું જાણીને બેઠો છું અને તમને સોલ્વ કરી આપું છું. એ ‘પોતે કોણ છું’ એવું જ્ઞાન થાય, ભાન થાય ત્યારે છૂટે. એ પ્રતિતિ બેસે, લક્ષ બેસે, અને અનુભવ થાય ત્યારે છૂટે એ, નહીં તો ત્યાં સુધી છૂટે નહીં.
પ્રશ્નકર્તા : એટલે અનુભવ વગર કંઈ થાય જ નહીં ?
દાદાશ્રી : અનુભવ વગર કામનું જ નહીં. અનુભવ વગરની વાત જ બધી ખોટી. સાકર ગળી છે, ગળી છે, ગળી છે. પણ આપણે પૂછીએ કે ગળી એટલે શું ? ત્યારે શું કહે એ ? શી રીતે જવાબ આપે એ? જ્યાં સુધી ખાધી નથી ત્યાં સુધી કામનું જ નહીંને !
તિયતિમાં તથી પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : પુરુષાર્થ, નિયતિ દ્વારા નિશ્ચિત થયેલો જ છે કે કેમ ?
દાદાશ્રી : નિયતિ દ્વારા નિશ્ચિત થયેલો પુરુષાર્થ તો છે જ. એની કંઈ ભૂલ નથી પણ તે પાછું નિયતિ શું છે, એને એકઝેક્ટ સમજવું પડે, નિયતિ શબ્દ બોલવાથી કંઈ સમજાયું કહેવાય નહીં. ‘નિયતિ શું છે’ એ સમજવું જોઈએ.
જીવો નિરંતર મોક્ષ તરફ વહ્યા જ કરે છે. તેમાં પુરુષાર્થ નિયતિના દ્વારા નિશ્ચિત થયેલો છે. એ વાતમાં તો ભૂલ નથી, પણ મનુષ્યમાં પુરુષાર્થ ઊંધો કરવાની પણ શક્તિ છે જ. મનુષ્ય જન્મમાં અહંકાર છેને, તે અહંકારની વચ્ચે ફાચર ના હોત, તો તો વાંધો ન્હોતો. પણ ઈગોઈઝમ છે ને એટલે નિયતિને ય ફેરવી નાખે છે. મનુષ્ય સિવાય બીજા બધા નિયતિમાં છે. મનુષ્યો એકલા માટે નિયતિમાં પુરુષાર્થ નથી.
પ્રશ્નકર્તા : મનુષ્યમાં પુરુષાર્થ નિયતિ દ્વારા નક્કી થયેલું નથી એમ
૨૭૬
આપ કહો છો ?
દાદાશ્રી : નક્કી થયેલું છે. પણ પોતે અહંકારી છે ને એટલે પાછો ઈગોઈઝમ કરે છે, ઈગોઈઝમ નિયતિના વિરૂદ્ધ છે. નિયતિમાં ઈગોઈઝમ સંભવે નહીં. આ ઈગોઈઝમ કરે છે. એવું આપને જોવામાં આવે છે. કોઈ જગ્યાએ ?
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : અહમ્ તો વ્યાપેલો જ છે ને બધે !
દાદાશ્રી : ના, એ મનુષ્યો એકલામાં જ છે. બીજી જગ્યાએ અહમ્ નથી. બીજે જે અહમ્ દેખાય છે. એ ડિસ્ચાર્જ અહમ્ છે અને અહીં તો ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને અહંકાર દેખાય છે. અહીં આગળ મનુષ્યમાં કર્મ બાંધી શકે છે, એ ચાર્જ અહંકાર છે. અને જે એનું ફળ ભોગવવું પડે છે તે ડિસ્ચાર્જ અહંકાર છે. અને મનુષ્ય સિવાય બીજી ઈતર યોનિઓમાં બધાં ત્યાં આગળ ડિસ્ચાર્જ અહંકાર છે. અહીં ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને અહંકાર છે, એ બન્ને અહંકાર જાય તો મુક્તિ થાય.
પ્રશ્નકર્તા : અહમ્ કાઢે તો ફેરવી શકે છે એમ નક્કી થયું ને ? દાદાશ્રી : હા અહમ્ કાઢે તો ફેરવી શકે છે. બધું ફેરવી શકે. પ્રશ્નકર્તા : અહમ્ એવી રીતે નક્કી થયું છે કે અહમે ય એના
ટાઈમે જ જાય ?
દાદાશ્રી : ના, એવું નથી. એના જો સંજોગો ભેગા થઈ જાય, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, આ તમે મને ભેગા થઈ ગયા, તો હું તમને અહંકાર તમારો દૂર કરી આપું એક કલાકમાં જ, સંજોગો અનુસાર છે. સંજોગો ભેગા થઈ જાય તો કામ થઈ જાય. પુરુષાર્થ એનો, પુરુષ થયા પછી રિયલ પુરુષાર્થ ઉત્પન્ન થાય, ઇગોઇઝમ જાય તો અમુક હદ સુધીનો ઇગોઈઝમ ચાલ્યો જાય, જે ઇગોઇઝમ ઓબસ્ટ્રક્ટ કરતો હોય કોઈને, એવો ચાલ્યો જાય ત્યારે રિયલ પુરુષાર્થ ચાલુ થઈ જાય છે.
નિયતિ તો છે જ, નિયતિની બહાર તો જગત હોતું જ નથી. પણ આ મનુષ્યો એકલાં જ છે તે, આમને જ હોસ્પિટલો જોઈએ છે, આ બધા