________________
આપ્તવાણી-૧૧
૨૭૭ બાકી કોઈ લોકોને હોસ્પિટલ કશું છે નહીં. આમને જ ગટરો-બટરો બધાની જરૂર છે. ચિંતા વરીઝ, આર્તધ્યાન ને રૌદ્રધ્યાનના કારખાના કાઢેલાં છે. એવું કાઢ્યું છે ખરું ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાનના કારખાનાં કોઈએ નહીં કાઢ્યાં હોય ?!
પ્રશ્નકર્તા : છે જ, બધામાં છે.
દાદાશ્રી : લ્યો, એ જો બંધ થઈ જાય, તો નિયતિમાં આવે. એ સંયોગો જ ભેગાં થાય છે. એ બધા સંયોગો જ એને કરાવડાવે છે આવું બિચારાને. પોતાના હાથમાં સત્તા નથી, છતાં પોતે કહે છે કે ‘હું કરું છું.” હવે જો હુંપણું ના હોત તો કર્તાભાવ ના હોત, ‘હું કરું છું” એવું ભાન, એવો અહંકાર ના હોત તો નિયતિ લઈ જાત મો.
બન્ને વચ્ચે ડિમાર્કેશત
નિયતિ જોયેલી ખરી તમે ? પ્રશ્નકર્તા : આપણે આ જોયા તો કરીએ છીએને હમણાં. દાદાશ્રી : કેવી રીતે જુઓ છો, નિયતિ કેવી રીતે દેખાય છે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલને આપણે જોયા જ કરીએ છીએ એ નિયતિ જ છે ને !
દાદાશ્રી : ના, ના, ના. એવું નથી. એ તો જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે. એ જ્ઞાયક સ્વભાવ છે ને, એ તો આત્માનો સ્વભાવ છે. એમાં નિયતિને કશું લેવાદેવા નહીં. નિયતિ તો સ્વભાવિક રીતે છે જ, નિયતિમાં જ બધું આવી જાય. પણ નિયતિ ને વ્યવસ્થિત એ બે જુદી વસ્તુ છે.
બાકી એકલી નિયતિનો અર્થ લોકોએ શું કર્યો કે આપણે ભય રાખવાનો નહીં. જે ફાવે એવું કરવું (!) તો ય મોક્ષે જવાય એ નિયતિ. નિયતિ એટલે કુદરત જ મોક્ષે લઈ જાય છે આપણને. આપણે શી ભાંજગડ તો પછી ?
૨૭૮
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : તો એ વ્યવસ્થિત જ થયું ને ?
દાદાશ્રી : ના, એ વ્યવસ્થિત નહીં. વ્યવસ્થિત તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગાં થયાં ને પરિણામ આવ્યું તે.
વ્યવસ્થિત એ નિયતિ નથી. નિયતિ એ હોય તો તો પછી એ આગ્રહ થઈ ગયો કે ના, આમ જ હોય. હવે આ બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. બધાં સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય અને નિયતિ તો આમાનું એક સંજોગ છે. એટલે વન સાઈડડ નથી આ વ્યવસ્થિત. નિયતિ એ વન સાઈડડ છે..
વ્યવસ્થિત જુદું છે, પણ નિયતિમાં નથી. લોક પાછું નિયતિ ભણી લઈ જાય. પણ ના, વ્યવસ્થિત છે, છતાં નિયતિમાં નથી.
પ્રશ્નકર્તા : નિયતિ અને વ્યવસ્થિત આ બન્નેની ડિમાર્કેશન લાઈન બતાવો ?
દાદાશ્રી : વ્યવસ્થિત ને નિયતિને લેવા દેવા નથી. વ્યવસ્થિતમાં નિયતિ આવી જાય છે. નિયતિમાં વ્યવસ્થિત નથી આવતું
પ્રશ્નકર્તા : એ જરા દ્રષ્ટાંત આપીને વધારે બધાને સ્પષ્ટ થાય તેવું સમજાવોને !
દાદાશ્રી : આપણે કોઈ પણ પ્રશ્ન કોમ્યુટરમાં નાખવાની જે તૈયારી કરીએ, હવે તેમાં નિયતિ ને પુરુષાર્થ ને એ બધાનો સાથ હોય, ત્યારે એ પ્રશ્ન તૈયાર થાય. એ પ્રશ્ન તૈયાર થયોને કોમ્યુટરમાં નાખ્યો, એટલે કોમ્યુટર જે ફળ આપે છે, તે વ્યવસ્થિત છે. કોમ્યુટર જે આપે છે ને તેમાં કોઈ બીજી કોઈની ડખલ નથી. એ વ્યવસ્થિત છે. એને અમે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહ્યું.
પ્રશ્નકર્તા : નિયતિ તો ખાલી જ્ઞાની પુરુષને જ દેખાય એટલે બધા જોયો ઝળકે ત્યારે જ દેખાય, નિયતિ ?
દાદાશ્રી : ના. નિયતિ બહુ જુદી વસ્તુ છે. નિયતિ શેય નથી.