________________
આપ્તવાણી-૧૧
૨૭૩
પ્રશ્નકર્તા : કારણકે ડેવલપમેન્ટ અહીં વધારે છે.
દાદાશ્રી : અહીં તો ઊંધી ગતિ બાંધતા વાર જ ના લાગે ને ! દાનત જ ઊંધી ગતિનીને ! એ તો ત્યાં આગળ નિયતિ શું કરે બિચારી?
પ્રશ્નકર્તા : આ તો જે સંસારની અંદર પરિભ્રમણમાં કોઇપણ એક આપણે આત્મા લઈએ, એક આત્મા નિગોદમાંથી નીકળ્યો તો શું લઈને નીકળ્યો ? પછી નીકળ્યો ત્યારે તો એનું બધું લઈને નીકળ્યો હોય, પહેલેથી જ એનું બધું નક્કી જ હોય, નિશ્ચિત ?
દાદાશ્રી : ના. એ નક્કી ના હોય, નક્કી હોય તો તો નિયંતિ કહેવાય. નિગોદમાંથી નીકળ્યો ત્યાર પછી આ જીવોને આગળ લઈ જવામાં નિયતિની શક્તિ છે. આ પ્રવહન થયા કરે છે. તે વ્યવહાર રાશિમાં પેઠો, નામ પડ્યું ત્યારથી વ્યવહાર રાશિમાં આવ્યો. તે વ્યવહારમાંથી ધીમે, ધીમે, ધીમે પ્રગતિ કરતું કરતું, તે નિયતિ જ કરાવડાવે છે. નિયતિ કામ કરે છે. પણ ફક્ત અહીં મનુષ્યમાં આવ્યા પછી છે તે અહંકાર ઊભો થાય છે.
પ્રશ્નકર્તા : તો નિગોદમાંથી નીકળે ત્યારે શું હોય ? કંઈ ન હોય. દાદાશ્રી : કશું જ નહીં. અહંકાર-બહંકાર કશું ના હોય. આ બધા નર્યા ગુલાબ છે, બટાકા છે, બીજું પછી બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય એમ થતો થતો બધા જીવો ડેવલપ થાય છે.
પ્રશ્નકર્તા : એ બધા શુદ્ધાત્મા છે ?
દાદાશ્રી : એ શુદ્ધાત્મા જ છે. શુદ્ધ, પણ ગુલાબને એને પોતાને ભાન નથી. પણ એ ગુલાબમાંથી એને કશું પુરુષાર્થ કરવો ના પડે. એની મેળે આગળ વધ્યા જ કરે. એ નિયતિ જ વધારે.
પ્રશ્નકર્તા : પણ નિગોદમાંથી નીકળવાનું મન કેમ થયું ?
દાદાશ્રી : મન થવાનું હતું જ નહીં. મન જ ન્હોતું ત્યાં આગળ. મન તો આ મનુષ્યમાં આવ્યા ત્યારે જ મન થયું. આ બીજી પાંચ ઈન્દ્રિયોમાં આવ્યા ને તે પાંચ ઈન્દ્રિયોમાં મનુષ્યો સિવાય જે બીજા છે,
૨૭૪
આપ્તવાણી-૧૧
એમનું લિમિટેડ મન છે. અને આ મનુષ્યોને છે તે અલિમિટેડ મન છે. અને મન આવ્યું એટલે બીજા કર્મો ભેગાં થયાં. તે ય પાછું છે તે જેને જેવા જેવા સંજોગો મલ્યા તેવા, જો વિપરીત સંજોગો મળે એટલે, એને જો કુસંગ મળે ત્યારે ઊંધો ચાલે, ત્યારે નર્કગતિમાં જાય. સત્સંગ મલે ત્યારે છતો ચાલે, ત્યારે દેવગતિમાં જાય. મનુષ્યમાં આવ્યા પછી છે તે અહંકાર ઊભો થયો કે બધું આ નર્કગતિમાં હઉ જઈ આવે, સાતે ય
નર્કમાં ભોગવી આવે પોતાની સ્વતંત્રતા ઊત્પન્ન થઈને. નિયતિમાં સ્વતંત્રતા
ના હોય, કોઈ કર્મ કરવાનું પોતાને સ્વતંત્ર રાઈટ ના હોય. અને અહંકાર તો કહેશે ‘પછી જે થવાનું હશે તે થશે. પણ આપણે તો કરવાના જ’.
પ્રશ્નકર્તા : પણ એને આ નિયતિમાં ડખો કરવાનું કેમ મન થયું ? દાદાશ્રી : આ જોઈને બધું. લોકોને ડખો કરતાં જોયાં એટલે પછી ‘હું ય આવું કરું’, કહેશે.
પ્રશ્નકર્તા : એટલે કોઈ એક આત્મા મનુષ્ય દેહ પહેલી વાર ધારણ કરે, એ પહેલાં એણે લાખ ચોરાશીના ફેરા પુરા કરી જ લીધા હોય ને ?
દાદાશ્રી : બધે ફરીને જ આવેલો છે. એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય થયો તે ધીમે, ધીમે, ધીમે, ધીમે અને એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિય એમને એમ જ નથી થતાં પાછા. એ પાંચ ઈન્દ્રિયોવાળા, ચાર ઈન્દ્રિયોવાળા, ત્રણ ઈન્દ્રિયોવાળા એકેન્દ્રિય ને ભોગવે છે. હવે ફૂલ છે તે આપણે તોડ્યાં, એટલે ફૂલ છે તે કમાયું, તે એની ગતિ ઊંચી ગઈ, અને આપણે દસ ટકા ખોટ ગઈ, પણ આપણે છે તે બીજી કમાણી વધારે થઈ થોડીક એટલે ફૂલને ય ફાયદો થયો, આપણને ય ફાયદો થયો, હવે આ બધું કોને માટે છે? વચલા વેપારીઓને બધું આ અને છેલ્લે મોક્ષે જવાનું હોય તે ઘડીએ આ ન હોવું જોઈએ, તે અવતારમાં છેલ્લા દસ પંદર વર્ષ આવું ના હોવું
જોઈએ.
પ્રશ્નકર્તા : લાભાલાભ નહીં જોવાનું ત્યાં.
દાદાશ્રી : ત્યાં તો અલાભ નામે ય કરવાનો જ નહીં, પછી એ તો સંપૂર્ણ લાભમાં જ આવ્યા. અહીં જ્યાં સુધી વચલો માર્ગ છે ત્યાં સુધી