________________
આપ્તવાણી-૧૧
૨૭૧
ઊઠાવી લેવું પડે આપણે. પછી શરીર જે જે ક્રિયા કરે એ બધી નિયતિ બિલકુલ માલિકીપણાના દાવા વગર, શરીર પછી ખાય-પીવે, વઢવઢા કરે, મારુંમારા કરે, તે બધું નિયતિ. માલિકીપણું હોય ત્યાં સુધી આવું ના કરે. તે નિયતિ નહીં, આ વ્યવસ્થિત છે આ તો.
પ્રશ્નકર્તા : નિયતિ અને વ્યવસ્થિત એની વચ્ચે બહુ ગડમથલ થાય છે. સમજાતું નથી બરાબર.
દાદાશ્રી : વ્યવસ્થિત છે ને બધા કોઝિઝ ભેગા થાય, ત્યારે વ્યવસ્થિત કહેવાય. નિયતિ એ એક જ કોઝ છે. એવા બીજા કોઝીઝ ભેગા થાય ત્યારે વ્યવસ્થિત થાય.
પ્રશ્નકર્તા : નિયતિ માટે એમ કહે છે કે જે થવાનું છે તે થવાનું છે, બધાનું નિર્માણ થઈને આવ્યું છે. બરાબર ! વ્યવસ્થિત બી એમ જ કહે છે કે આપણે ચિંતા નહીં કરવાની, કુદરત, કુદરતનું કામ કરશે.
દાદાશ્રી : ના. આ વ્યવસ્થિત એવું કહેતું જ નથી. વ્યવસ્થિત તો શું કહે છે ? થયા પછી, બની ગયા પછી વ્યવસ્થિત કહો.
પ્રશ્નકર્તા : હા, પણ બન્યું એ તો યોગાનુબંધથી જ થવાનું છે.
દાદાશ્રી : હા. પણ વ્યવસ્થિત એટલે શું, થયા પછી કહો. ગજવું કપાતાં પહેલાં વ્યવસ્થિત બોલાય જ નહીં આપણાથી. એટલે ગજવું કપાયા પછી વ્યવસ્થિત કહેવાય. અને નિયતિ શું કહે છે કે કાર્યનું, આનું નિર્માણ થયેલું છે, પણ એવું નથી. બીજા એવાં બધા સંયોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય. નિયતિ થાય તો તો પછી એ તો થઈ રહ્યું ને, ખલાસ થઈ ગયું ને ! વ્યવસ્થિત તો બહુ વસ્તુ સમજવાની છે.
પ્રશ્નકર્તા : નિયતિ અને વ્યવસ્થિત, બન્ને વચ્ચે આમ શું તફાવત છે ? એનો વિશેષ ફોડ પાડશો ?
દાદાશ્રી : બહુ ફેર છે. વ્યવસ્થિત ચેન્જ થઈ શકે. વ્યવસ્થિત બદલાયા કરે. નિયતિ બદલાય નહીં. એક જ ધારી હોય. નિયતિ એટલે એક ડિસાઈડેડ પોલીસી, એ ત્રણે ય કાળ એક જ જાતની પોલિસી
૨૭૨
પોલિસીમાં ફેર નહીં.
એક સરખી પ્રવહે એ નિયતિ !
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : નિયતિ ઉત્પન્ન કેવી રીતે થાય ?
દાદાશ્રી : નિયતિ છે જ, કુદરતી રીતે નિયતિ જ છે. નિયતિ તો આ વહેણ છે બધું આ.... આ મનુષ્યો વહેણમાં ચાલી રહ્યા છે, પ્રવાહમાં. તે નિયતિનાં પ્રવાહમાં છે.
પ્રશ્નકર્તા : આપ સમસરણ કહો છો એ ?
દાદાશ્રી : સંસાર એટલે સમસરણ. સમસરણ માર્ગ એટલે શું ? નિરંતર વહેતો. વહેતો એટલે નિયતિના આધારે વહેતો. અને નિયતિમાં ફેરફાર ના થાય. વ્યવસ્થિતમાં ફેરફાર થાય. જ્ઞાને કરીને સમજણ પડે ને ત્યારે અવસ્થા બદલાય તેમ વ્યવસ્થિત બદલાય. જેટલું સમજણ પડે એટલું, જેમ અવસ્થા બદલાતી જાય તેમ વ્યવસ્થિત બદલાતું જાય. અને નિયતિ તો તેની તે જ, સમધારણ, એક સરખી જ વહ્યા કરે.
પ્રશ્નકર્તા : તો નિગોદમાંથી જીવ આવે, એકેન્દ્રિયમાં આવે, પછી એની પ્રગતિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : એની મેળે જ, સહજ, સ્વભાવિક રીતે જ થયા કરવાની. એ વ્યવસ્થિતના નિયમથી બધું થયા જ કરવાનું. ફક્ત અહીં હિન્દુસ્તાનમાં આવ્યા પછી એ વ્યવસ્થિતને નિયતિ જ કહેત, જો કદિ વ્યવસ્થિત કાયમ વ્યવસ્થિત જ રહેતું હોત. તો એ નિયતિ કહેવાત. એટલે કાયમ વ્યવસ્થિત નથી રહેતું. આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી અહીંથી બધા વિચારો ફરે છે. અને પછી આમ ચાર ગતિઓમાં જાય છે. એટલે વ્યવસ્થિત કહેવું પડ્યું. બધા કારણો ભેગા થાય ત્યારે વ્યવસ્થિત થાય, નહીં તો નિયતિ જ કહેવાય.
નિયતિ એટલે એની મેળે પધ્ધતસર કુદરત જ એને લઈ જાય ઠેઠ મોક્ષે. કુદરતી રીતે જ એકેન્દ્રિય થાય, બેઈન્દ્રિય થાય, ત્રણઇન્દ્રિય થાય. પણ આ બધું હિન્દુસ્તાનમાં મનુષ્યો માટે ચાર ગતિ છે.