________________
(૯)
પાંચ સમવાય કારણો-તિયતિ..
નિયતિ વ્યવસ્થિતતો અન્ય પર્યાય ?
પ્રશ્નકર્તા : મેં હમણાં એક પુસ્તક વાંચ્યું. એમાં જેને આપણે વ્યવસ્થિત કહીએ છીએ. એને એ લોકો નિયતિ કહે છે. એ ય કહે છે કે ઉપર ભગવાન જેવું કોઈ બાપો ય છે જ નહીં. પણ નિયતિ શબ્દ વાપરે છે. તો નિયતિ અને વ્યવસ્થિત...
દાદાશ્રી : એમાં બહુ ફેર. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતને લોકો નિયતિ સમજી લે છે. દાદાશ્રી : એ ના પાડું છું, નિયતિ નથી આ. આ વ્યવસ્થિત નિયતિ
નથી.
પ્રશ્નકર્તા : બન્નેમાં ફેર શું? વ્યવસ્થિત અને નિયતિ એ બેમાં ફેર
દાદાશ્રી : બહુ ફેર, નિયતિ તો પછી આ શરીર ઉપરથી માલિકીપણું