________________
ઊભી થાય છે કે વાવ મને ચોર કહે છે ?! ને ખડા થઈ ગયાં કષાયો! ખરેખર તો પોતાનું જ પ્રોજેક્શન છે. પણ તે સંયોગોના ધક્કાથી પ્રોજેક્ટ થઈ જાય છે ! કોઈના ઈરાદાથી નહીં ! આમાં બીજ એ અસાધારણ કારણ ને માટી, પાણી, ટાઢ, તડકો, ટાઈમ બધાં સાધારણ કારણ ! મોક્ષે જવામાં પણ જ્ઞાની એ અસાધારણ કારણ ગણાય !
કુદરતના નિયમ પ્રમાણે બધું સવાર-સાંજ નિયમથી થાય. અને નિમિત્ત છે. કોઈ ઉપરી નથી કે અંડરહેન્ડ નથી. સંયોગો તો ઘણાં બધાં છે. પણ આપણને જેની જરૂરીયાત છે તે તેના ટાઈમે ઉકેલી આપે એ નિમિત્ત કહેવાય. નિયમથી કેરી પાકે. પણ ચૂનો ચોપડ્યો, સંજોગ બદલાયો કે વહેલી પાકે !
કુદરતની શક્તિ કોણે પૂરી ? એ સ્વભાવથી છે. ભગવાનની શક્તિ નથી એ ! ભગવાન તો ઊલ્ટાં ફસાયા છે આ કુદરતની જાળમાં !
‘મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. જેનો કોઈ બાપો ય રચનાર નથી. અને તે વ્યવસ્થિત છે !” આટલું વાક્ય જે સમજી ગયો તે બધાં ય શાસ્ત્રો પામી ગયો !
(3) પ્રારબ્ધ-પુરુષાર્થ તે કર્મ પ્રારબ્ધ અને પુરુષાર્થની ડિમાર્કેશન લાઈન જ્યાં સુધી સ્પષ્ટ ના પડે ત્યાં સુધી અટવાયા કરે છે, બન્નેને સમજવામાં ! સામાન્યપણે પુરુષાર્થ શેને મનાય છે ? ખૂબ મહેનત કરે, દોડાદોડી કરે, એ બધો પુરુષાર્થ. ત્યારે પગે સાંધા દુ:ખવા માંડે, ચલાય નહીં ત્યારે પુરુષાર્થ ક્યાં જતો રહ્યો ? તો સાંધાએ પુરુષાર્થ કર્યો કહેવાય ને ? કે પોતે ?
પાંચ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે તે બધું પ્રારબ્ધ. જન્મ્યો ત્યાંથી સ્મશાન સુધીનું સ્થળ બધું જ પ્રારબ્ધ કહેવાય. પ્રારબ્ધ આધારી હોય. જેમાં શરીર વાપરવું પડે, શરીરના ભાગે વાપરવો પડે એ બધું પ્રારબ્ધ.
જ્યારે પુરુષાર્થ નિરાધારી હોય, સ્વતંત્ર હોય, કોઈના ય આલંબનની જરૂર જ ના હોય. એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ ફળ આપે છે. વળી પુરુષાર્થ સૂક્ષ્મમાં હોય, સ્થળમાં ના હોય. સ્થૂળ એ ક્રિયા કહેવાય, જે
પ્રારબ્ધ કહેવાય અને પુરુષાર્થ કર્મ ચાર્જ કરે તે સૂક્ષ્મમાં જ હોય.
પુરુષાર્થ બે પ્રકારના. એક બ્રાંતિનો પુરુષાર્થ અને બીજો પુરુષ થયા પછીનો પુરુષાર્થ. ભ્રાંતિ એટલે ‘હું ચંદુભાઈ છું ને હું આ કરું છું” એ માન્યતા ત્યાં પછી બ્રાંતિનો પુરુષાર્થ થયા જ કરે. કર્મ બંધાયા જ કરે. પછી શુભ હોય કે અશુભ હોય. ભ્રાંતિનો પુરુષાર્થ સૂક્ષ્મમાં મહીં ચાલ્યા જ કરતો હોય.
એક શેઠે પાંચ લાખ કોઈ સંસ્થામાં દાનમાં આપ્યા. પછી એના મિત્રે એમને કહ્યું, “અલ્યા, અહીં ક્યાં આપ્યા તેં ? આ તો ચોર સંસ્થા છે. તારા બધા જ પૈસા ચવાઈ જશે !” ત્યારે શેઠે કહ્યું, ‘હું બધાને ઓળખું છું. બધી ચોર કંપની છે. પણ શું કરું, એ સંસ્થાના ચેરમેન મેયર હતા તે તેમના દબાણથી મારે આપવા પડ્યા !(?) મારે જરા મ્યુનિસિપાલિટીમાંથી મોટું લાયસન્સ પાછું મેળવવાનું છે ને ? તેથી આપ્યા. નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો નથી !' આ કર્યો પુરુષાર્થ ! દબાણથી આપ્યા તે ! આ તો પૂછયું એટલે બોલ્યો, ના પૂછયું હોત તો ય અંદરખાને તો આ જ ઈન્ટેન્શન (દાનતી હતી ને ! તેથી આ સૂક્ષ્મમાં શું કર્મ બાંધ્યું આવતા ભવ માટે ? પાંચ રૂપિયા ય ન આપું ! તે આવતા ભવ પાંચ રૂપિયા ય તે નહીં આપી શકે.
આજે પાંચ લાખ આપ્યા, તે ગયા ભવમાં ભાવ કરીને લાવેલો કે દાન કરવું જ જોઈએ તે કર્મ, તેનાં આધારે અપાયા. પૈસા અપાયા તે કર્મફળ. લોકો વાહ વાહ કરે, તકતી લગાડે તે કર્મફળ પરિણામ. આમ કર્મ ત્રણ સ્ટેજમાં હોય છે, નહીં કે બે. અને અત્યારે પાછું અંદર નવું કર્મ બાંધ્યું આવતા ભવ માટે કે પાંચ રૂપિયા ય ના આપું ! તે કર્મનું આવતા ભવે ફળ આવશે ત્યારે પાંચ રૂપિયા ય તે નહીં આપી શકે, ઘણું આપવા હોય તો ય ! આવું ગુહ્ય વસ્તુની ખબર શી રીતે પડે ? અંતર દ્રષ્ટિ હોય તો જ જણાય. અને તે જ્ઞાન વગર શી રીતે કળાય ! માટે કોઈ પણ ક્રિયા વખતે મહીં ભાવ બગડવા ના દેવાય. ઊંચામાં ઊંચા ભાવ રાખવામાં ક્યાં મહેનત કે પૈસા પડે ? ત્યાં ય લોક કંજૂસાઈ કરે !
હવે જેને આત્મજ્ઞાન હોય તેનું આવા સંજોગોમાં અંદર કેવું હોય ?
24