________________
તેથી ભ્રાંતિ ઊભી થાય કે આ કઈ ધાતુ છે ?! તેથી જાતજાતની કલ્પનાઓ કરે કે આ રોલ્ડ ગોલ્ડ છે, પીત્તળ છે વિ. વિ. પણ જાણકાર જોતાં જ જાણી જાય કે આમાં સોનું કેવું છે ને કેટલું છે ? તેમ અહીં જડ અને ચેતનના મિશ્રણથી તીસરી જ વસ્તુ ભાસ્યમાન થાય છે તે આ ‘અહમ્’ અને એને રોંગ બિલીફ બેસે છે. જે કોઈ સંયોગ સામે આવે તેને માને છે કે ‘આ હું કરું છું ને આ મારું છે.' એમ સંયોગોનું સંમિશ્રણ વધતું જાય છે. ‘હું’માંથી ક્રોધ-માન ને ‘મારા’માંથી માયા-લોભ જન્મે છે. પછી પરંપરા ચાલુ થઇ જાય છે... મૂળ દ્રવ્યો સનાતન હોવાથી અનાદિ અનંત હોવાથી આ પ્રક્રિયા અવિરત અનાદિથી ચાલુ જ છે. એટલે કોઈને આવવા જવાનું રહ્યું જ ક્યાંથી ? સનાતન એટલે છે, હતું ને રહેશે ! પછી ક્યાં રહ્યું ઉત્પન્ન થવાનું કે નાશ થવાનું કે આવવા જવાનું ?
સંયોગ અને વ્યવસ્થિત વચ્ચે શું ફેર ? છાસ એ સંયોગ અને બીજા એવાં કેટલાંય સંયોગો ભેગાં થઈને કઢી બને, તે કઢી બની એ પરિણામ આવ્યું તે વ્યવસ્થિત કહેવાય ! આ બધી જ વૈજ્ઞાનિક વસ્તુ છે !
કુદરત અને વિજ્ઞાનને શું સમજવું ? કુદરતને જાણવી એનું નામ વિજ્ઞાન અને કુદરતને ન જાણવી એનું નામ અજ્ઞાન ! અને કુદરત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. 2H + ૦ = પાણી એ નેચર અને એને જાણે એનું વર્ણન કરે એ વિજ્ઞાન !
વાસ્તવિકતામાં આ બધું જ સાયન્સ છે ! આ તો ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે. ખરેખર કોઈ કર્તા ય નથી ને કર્મે ય નથી. કોઈ બાપો ય ઊપરી નથી, માત્ર વિજ્ઞાન જ છે !
પાણીમાં સોડિયમ ધાતુ પડે કે ગરમી ઉત્પન્ન થાય ! આમાં ગરમી કોણે કરી ?! સળગાવનારા વિના ગરમી ક્યાંથી આવે ? એવો પ્રશ્ન અહીં લાગુ પડે ? બધું વિજ્ઞાન જ છે ! સ્વયંસંચાલિત છે, ઓટોમેટિક છે.
શા આધારે ખવાય છે ? થાળીમાં કારેલાં શા આધારે આવ્યાં ?
આ બધું વિજ્ઞાન છે ! પરમાણુઓનું સાયન્સ છે ! એક મગના દાણામાં અસંખ્ય પરમાણુઓ છે અને એક એક પરમાણુઓનો આપણી જોડે સંબંધ છે. અને એ સંબંધના આધારે ખવાય છે. આપણી અંદરના ચાર્જ પરમાણુઓ
22
ડીસ્ચાર્જ થાય છે. ત્યારે તેની ઈફેક્ટ ઊભી થાય છે. પ્રથમ સૂક્ષ્મમાં ઈફેક્ટ આવે છે જેના આધારે સ્થૂળમાં એ પરમાણુઓ ખેંચાય છે ને થાળીમાં કારેલાં આવીને પડે છે ! ત્યારે આપણે વાઈફને ખખડાવીએ કે કેમ કારેલાં કર્યાં ?!' એક રાઈનો દાણો ભેગો થાય કે થાળીમાં રહી જાય એ બધું જ સાયન્ટિફિક છે. સાયન્સના વિરુદ્ધ કશું જ નથી !
કેટલાક મંત્ર-તંત્ર કરી દર્દ મટાડે છે એવો દાવો કરે છે ! દર્દ મટાડ્યું, પણ દર્દ ઉત્પન્ન કરાવી શકે કોઈ ? મટાડે તો ઘણાં પણ ઉત્પન્ન કરે છે કોણ ?
આ વિજ્ઞાનની ગહનતા તો જુઓ ?! ખીચડી ખાઈને સૂઈ ગયા, પછી પચાવવા આખી રાત જાગવું પડે ? મહીં પાચકરસો, બાઈલ નાંખવું પડે આપણે ? વલોણું પેટમાં કોણ ફેરવવા જાય છે ?! સવારે લોહી, પેશાબ ને ઝાડાનું કેવું સુંદર વિભાજન થઈ જાય છે ? કોણ આનો કર્તા ? દુઃખે માથું ને એસ્ત્રોની ગોળી પેટમાં નાખી ને માથું મટી ગયું ! દર્દ ગમે ત્યાં હોય પણ દવા બરાબર ત્યાં જ પહોંચીને મટાડે !! કેવી કુદરતની કરામત ! માણસની બુદ્ધિ કામ કરી શકે ત્યાં ?
સંયોગોને કોઈથી ય બદલી ન શકાય ! કૃષ્ણ ભગવાન પણ પારધીનું બાણ હટાવી શકેલાં નહીં ને ?! ભગવાન મહાવીરને કાનમાં બરૂ ઠોકાયેલાં !!
આ બધું બને છે કઈ વૈજ્ઞાનિક રીતે ? દા. ત. પરણાવાનો એક ભાવ આપણે લઈને આવેલા. તે ભાવના આધારે કુદરત સ્ત્રી અને લગ્ન બધું ગોઠવી આપે છે. ભાવકર્મ પછી કુદરતમાં જાય છે અને ફળ આવે
છે તે ‘વ્યવસ્થિત’. ભાવથી માંડીને પૈણ્યા ને તેનાં જે જે પરિણામો આવ્યાં તે આખા પ્રોસેસને વ્યવસ્થિત કહીએ. પરિણામ એ વ્યવસ્થિત અને તે સાયન્ટિફિક છે !
આમાં કોઈ જવાબદાર નથી, આત્મા ય નથી ને સંયોગો ય નથી. માત્ર રોંગ બિલીફ જ કારણભૂત છે આ સંસારનું ! આ બિલીફ ક્યાંથી થાય છે? એનો કોઈ આપનારો નથી, નૈમિત્તિક છે. એક વાવમાં જઈને બૂમ પાડે કે ‘તું ચોર છે’, તો વાવ શું કહે ? ‘તું ચોર છે’ ત્યાં ભ્રાંતિ
23