________________
ય અહંકારનું બટણ દબાવ્યા વિના કોઈ ક્રિયા ના થાય. આપણે પૂછીએ કે ‘ખાય છે કોણ ? આત્મા કે દેહ ? તો ઉપવાસ કોણ કરે છે ?' જે ક્યારે ય ખાતો નથી તેને ઉપવાસ શેનો? જો તમને દેહાધ્યાસ છે તો
કર્તાપણું છે, ને દેહાધ્યાસ જાય તો કર્તાપદ ઊડે ને કર્મે ય ઊડે.
છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ;
નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. -શ્રીમદ્ રાજચંદ્ર
દેહાધ્યાસ જાય પછી જ ‘હું શુદ્ધાત્મા છું’ એમ બોલાય. અને પછી જ કર્તા-ભોક્તા પદ છૂટે. અને આ છે વિજ્ઞાન. હવે શુભકર્મ ગ્રહે ને અશુભકર્મને ત્યાગે, આનું નામ ધર્મ. અને વિજ્ઞાનમાં તો કશું કરવાનું જ નહીં. માત્ર ‘જોવાનું ને જાણવાનું', કર્તા પોતે છે જ નહીં એની સતત સ્હેજે જાગૃતિ રહે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી ચાલી રહ્યું છે, એને ‘પોતે’ જાણનાર જ રહે.
શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે લોક સાધના કરવા જાય છે. અરે, શાસ્ત્રમાં જ્ઞાન લખ્યું છે. જ્ઞાનને કરવાનું ના હોય. જ્ઞાન તો સમજવાનું હોય. સમજણમાં ઊતર્યું, ગેડ બેઠી કે એ વર્તનમાં આવ્યા વગર રહે જ
નહીં.
જો તમારે મોક્ષે જવું હોય તો કશું જ કરવાનું નથી. અને ભૌતિક સુખો જોઈતાં હોય તો શુભ કરો ને અશુભ છોડો, ભ્રાંતિથી પુણ્ય ને પાપમાં જ અટવાયા કરવાનું એમાં તો !
(૨) વ્યવસ્થિત શક્તિ
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ ! જગતને ભગવાને પઝલ બનાવ્યું નથી. માત્ર સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ! પાર્ટીમાં આનંદ મસ્તીમાં હોઈએ ને કોઈએ કહ્યું કે ‘તમે અક્કલ વગરના છો.’ તો પઝલ ઊભું થઈ જાય કે નહીં ? આખી રાત ઊંઘ ના આવે ને ? આ પઝલમાં આખું જગત ડિઝોલ્વ થઈ ગયું છે, જે આ પઝલને સોલ્વ કરે તેને પરમાત્મ પદની ડિગ્રી મળે !
કુદરત એટલે શું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા
20
થયા એ કુદરત. 2H + ૦ = પાણી, એ કુદરત. કુદરત જડ છે. અને ભગવાન ચેતન છે. બન્ને તદ્દન ભિન્ન જ છે, કાર્યમાં અને સ્વભાવમાં ! ભગવાન કુદરતમાં ફસાયા છે. બધાં સંયોગો ભેગાં થતાં સુધી કુદરત અને પરિણામ આવ્યું એ વ્યવસ્થિત. આમાં ભગવાનનો હાથ નથી કે નથી એનો સંકેત, પ્રેરણા કે કર્તાપણું ! પુણ્યના ઉદયનો સાથ હોય તો ધાર્યા પ્રમાણે બધું થાય ત્યારે મનમાં માને કે ‘મેં કર્યું’ અને પાપનો ઉદય હોય ત્યારે ઉપાધિમાં પડે ! વ્યવસ્થિતનું રૂટ કૉઝ પુણ્ય અને પાપ છે. એ શૂન્યતાને પામે તો મોક્ષ થાય !
‘વ્યવસ્થિત કરે છે’ સમજાય તો ‘હું કરું છું’ એ ના રહે ! અને પોતે શુદ્ધાત્માપદમાં આવે ત્યારે જ વ્યવસ્થિત સમજાય. શુદ્ધાત્માપદ તો આત્મજ્ઞાની પુરુષ પાસે નીજ સ્વરૂપનું જ્ઞાન મળે, પાપો ભસ્મીભૂત થાય ત્યારે પ્રાપ્ત થાય ! માટે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, ‘મોક્ષ તો અતિ અતિ અતિ સુલભ છે પણ મોક્ષદાતા જ્ઞાની પુરુષ અતિ અતિ અતિ દુર્લભ છે’ વળી તેમણે એમ પણ ઠોકી ઠોકીને કહ્યું કે, ‘સજીવનમૂર્તિના લક્ષ વિના જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય છે !' માટે મોક્ષને પામવા માટે કશું જ કરવાનું નથી. માત્ર સત્પુરુષને, જ્ઞાની પુરુષને ખોળીને સર્વભાવ સમર્પણ કરી વર્ષે જવાનું છે. તેના બદલે જાત જાતનું મોક્ષ માટે કરવા માંડ્યા છે લોકો ! જે માત્ર બંધનને વધારવામાં ફલિત થાય છે !
ઘણાંને પ્રશ્ન થાય છે કે સંયોગોનું ઉદ્દભવસ્થાન ક્યાંથી ? પૂજ્યશ્રી સમજાવે છે કે આખું જગત સંયોગોથી ભરેલું છે. આખું બ્રહ્માંડ છ સનાતન દ્રવ્યોથી (ઈટર્નલ એલિમેન્ટસ)થી ખીચોખીચ ભરેલું છે. વેક્યુમ ક્યાંય નથી. વેક્યુમ ક્રિયેટ કરવું પડે ! આ છ દ્રવ્યોમાં મુખ્ય જડ અને ચેતન બેના સંયોગોથી આ બધી ભાંજગડ ખડી થઈ ગઈ છે. જડ તત્ત્વ પરમાણુ સ્વરૂપે છે અને અનંતા છે. આત્મા ચેતન તત્ત્વ છે અને અનંત આત્માઓ છે. બધાં દ્રવ્યો એકબીજાની પાસે પાસે જ હોય છે. આમાં
મુખ્ય જડ અને ચેતનના મિશ્રણથી ત્રીજી વસ્તુ ભાસ્યમાન થાય છે. એ તીસરી વસ્તુને ‘અહમ્’ કહ્યો. જેમ સોનું અને તાંબું બે તત્ત્વોનું મિશ્રણ થવાથી તીસરી જ ધાતુ દેખાય છે. મૂળ ધાતુ મુળ સ્વરૂપે નથી દેખાતી,
21