________________
દાખલાઓ આપી સમજાવ્યું છે કે ‘આ જગતમાં કોઈ એકથી એમ ના કહેવાય કે મેં આ કર્યું !' સાદી કઢી બનાવવી હોય તો કેટલી બધી વસ્તુઓની જરૂર પડે તમારે ? બધું જ હોય પણ પેલી દિવાસળીની કાડી, ના હોય તો થાય? તો મીઠું ના હોય તો થાય ? દહીં, આવ કે તપેલું ના હોય તો થાય ? ત્યારે પોતે ય ના હોય તો થાય ? કોઈ વસ્તુ એમ ના કહે કે “મેં કરી'. કારણ કે એમનામાં અહંકાર નહીં ને ! અને આ મનુષ્ય એકલામાં જ અહંકાર એટલે એ બોલી ઊઠે કે “મેં કઢી કરી !' જો બધામાં અહંકાર હોત તો રસોડામાં બહેનોથી જવાય જ નહીં. તપેલું, સાણસી, ગેસ, સ્ટવ એ બધાં જ બૂમાબૂમ કરતાં હોય કે “મેં કર્યું , મેં કર્યું !” પણ મનુષ્યો જ કર્તા થઈ બેસે છે.
જ્યાં “મેં કર્યું માન્યું, કે કર્તા થયો ને કર્તા થયો એટલે એને ભોક્તા થવું જ પડે. એક્શનનું રિએક્શન આવ્યા વગર રહે જ નહીં ! અને જ્યાં સાચું જ્ઞાન હાજર થાય કે “આ બધાં જ સંયોગો મળ્યાં ત્યારે કઢી થઈ. આમાં મેં શું કર્યું ?” તો પણ કર્તા મટયો. તો પછી ભોક્તા રહે નહીં. એટલે આ જગતમાં કોઈથી એમ ના કહેવાય કે ‘મેં એકલાએ કર્યું.” કેટલાં બધાં સંયોગો ભેગા થાય ત્યારે એક કઢી થાય ! આ તો બાહ્ય સ્થળ સંયોગો દેખાડ્યા, પણ મહીં સૂક્ષ્મમાં તો કેટલા બધા સંયોગો હોય ત્યારે થાય ! આપણો ભાવ, શરીર, બધાં સ્પેરપાર્ટસ વિ. પણ મુખ્ય નિમિત્ત છે, પણ હોલ એન્ડ સોલ કર્તા આપણે નથી !
એટલે પરમ પૂજ્ય દાદાશ્રીએ એક જ વાક્યમાં અંગ્રેજીમાં સમજાવ્યું કે આ જગત ચાલી રહ્યું છે માત્ર ‘સાયન્ટિફિટ સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી.” (વૈજ્ઞાનિક સંયોગીક પુરાવાઓથી) ! અને ગુજરાતીમાં એમણે એક શબ્દ વાપર્યો, ‘વ્યવસ્થિત શક્તિથી” આ બધું ચાલે છે. ‘વ્યવસ્થિત શક્તિ એટલે બધાં સંયોગો ભેગાં થઈને પછી જે કાર્ય પરિણામમાં આવે છે તે. જે રિઝલ્ટ છે તે વ્યવસ્થિત છે, કરેક્ટ જ છે, ઈન કરેક્ટ ક્યારે ય હોતું નથી. એટલે બન્યું એ જ જાય ! થઈ ગયા પછી ‘વ્યવસ્થિત’ કહેવાય, પહેલેથી નહીં !
કાચનો પ્યાલો હાથમાંથી સરકતો હોય તો તેને ઠેઠ સુધી બચાવવાના પ્રયત્નો કરવાના અને તે હેજાહેજ થઈ જ જાય, પ્રયત્નો. છતાં ય પડી
ગયો ને ફૂટી ગયો તો તે ‘વ્યવસ્થિત’ શક્તિએ તોડ્યો ! પડ્યો જેના હાથથી તેણે તોડ્યો ના કહેવાય ! એણે તો બિચારાએ ઊલ્ટો બચાવવા પ્રયત્ન કરેલો !
એટલે વ્યવસ્થિત શક્તિને વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં લેવું ? કાચનો પ્યાલો હાથમાંથી પડતો હોય તો ઠેઠ સુધી પોઝિટિવ રહીને બચાવવા પ્રયત્નો કરવાં પછી પડી ગયો ને ફૂટી ગયો તો તે ‘વ્યવસ્થિત ! રસ્તામાં સાચવીને ચાલવા છતાં ગજવું કપાઈ ગયું તો તે “વ્યવસ્થિત’ કાપ્યું, સમજી જવાનું ! વ્યવસ્થિત કહેતાં જ મહીં પેટનું પાણી નહીં હાલે ને કર્મ નહીં બંધાવા દે ! અને આવેલું કર્મ ભોગવટો આપ્યા સિવાય પૂરું થઈ જાય. ‘વ્યવસ્થિત' બની ગયા પછી કહેવાય પહેલેથી ના કહેવાય, નહીં તો એ જ્ઞાનનો દુરૂપયોગ થયો કહેવાય !
આ બધું વિજ્ઞાન છે. જગતનું આપણા બધાનું વિજ્ઞાનથી ચાલી રહ્યું છે! વિજ્ઞાન એટલે બે વસ્તુ ભેગી થઈને એનું રૂપાંતર થવું એ વિજ્ઞાન ! આપણું પેટ અને ઝેર બે ભેગું થયું તો રૂપાંતર શેમાં થઈ જાય ? એમાં કોઈને કશું કરવું પડે ? ભગવાનને આમાં મારવા આવવું પડે ? એની મેળે, વૈજ્ઞાનિક રીતે જ થાય છે ! એટલે આમાં કોઈ કર્તા જ નથી. ભગવાન પણ નથી ને તમે પણ નથી. આ તો બધા સંજોગો ભેગા થાયને કાર્ય થાય, ત્યારે આપણે આપણી રાગી-દ્વેષી દષ્ટિથી માની લઈએ કે આ ‘મેં કર્યું કે પેલા એ કર્યું. સારું થાય તો ‘મેં કર્યું” ને બગડી જાય તો બીજા પર ઢોળી દે ! અને ખોટા આક્ષેપો કરે, તેનો આ દંડ ભોગવવો પડે છે !
આ બધા સંયોગો કોણ ભેગા કરી આપે ? વ્યવસ્થિત શક્તિ ! આમાં ભગવાન હાથ ઘાલતા નથી અને એમને વળી હાથે જ ક્યાં છે. તો કોઈનામાં એ ઘાલે ? આ તો સંયોગો ભેગાં થયાં તેથી થાય છે !
જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી જાતજાતની કર્તા સંબંધીની ડગલે ને પગલે બદલાતી માન્યતાઓ છે. સારું થાય તો ‘મેં કર્યું’, બગડ્યું તો બીજા પર ઢોળી દે, ‘ભગવાન કર્તા છે' કહે ! ધર્મમાં પણ કર્તાપદ હેઠ સુધી રહ્યું છે. મારે ધ્યાન કરવાનું, જપ કરવાના, ઉપવાસ કરવાના.' ત્યાં
18
13