________________
ને રહેશે ! વિશ્વ આખું સ્વયંભૂ અને સ્વયં સંચાલિત છે ! ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી.
ભગવાન ક્યાં છે તેની ખબર છે ? એડ્રેસ શું છે ? સાચું એડ્રેસ જાણવું છે ? ગૉડ ઈઝ ઈન એવરી ક્રિયેચર વેધર વિઝિબલ ઓર અનવિઝીબલ, નોટ ઈન ક્રિયેશન. મેન મેડ ક્રિયેશનમાં નથી ! જીવમાત્રની અંદર શુદ્ધચેતન સ્વરૂપે રહેલા છે ! જ્ઞાતાદ્રષ્ટા ને પરમાનંદી ! સંપૂજ્યશ્રી દાદાશ્રી કહે છે, “હું આખા બ્રહ્માંડમાં ફરીને પરમાણુએ પરમાણુ જોઈને બોલું છું કે ઉપર કોઈ બાપો ય નથી. જે છે તે દરેક જીવ માત્રની અંદર છે !' આત્મા એ જ પરમાત્મા છે !
કૃષ્ણ ભગવાને પણ અર્જુનને ગીતામાં કહેલું કે “હે અર્જુન ! દેહ તો બધાંના વિનાશી છે. મને ખરા સ્વરૂપે ઓળખ.’ આત્મસ્વરૂપ એ જ ખરું સ્વરૂપ છે. અને દરેક જીવ માત્રમાં હું તે સ્વરૂપે રહેલો છું. એટલે આત્મા અને એ જ પરમાત્મા) એ સ્વરૂપને ઓળખીને પરમપદને પામ ! મોક્ષને પામ ! ભગવાન ક્યા સ્વરૂપે છે ? નિરંજન, નિરાકાર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, અનંત ગુણનું ધામ છે ! પણ એ કોઈ ચીજના કર્તા નથી. આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે. એ આ સ્થળ ખાવા-પીવાની, કામધંધાની ક્રિયાઓ કઇ રીતે કરી શકે ?
આ કેટલાંક કહે ‘ભગવાનની પ્રેરણાથી મેં આ કર્યું.” તે ચોરે ય એવું જ કહે છે. તે ભગવાન આવા ખોટા ધંધા કરવાની પ્રેરણા કરતા હશે? કરનાર કરતાં કરાવનાર મોટો ગુનેગાર ગણાય, ખરુંને ? અત્યારે દુનિયામાં ૯૫ ટકા ખોટા ધંધા ચાલે છે. તે આવું ચલાવતા હશે એ ? આ બધાં પ્રશ્નોના જવાબ મળતા જ નથી !
કેટલાક કહે છે કે “મહીંવાળો કરાવે તેમ કરું છું.’ તે મહીંવાળો. કોણ ? એ ચેતન કે જડ ? ચેતન છે, તો ચેતનમાં આ સંસારિક ક્રિયા કરવાનો ગુણ જ નથી. એનો મુખ્ય ગુણ જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી, અસંગી, નિર્લેપ છે. જેમ આ લાઈટ બધાંને પ્રકાશ આપે છે ! અને એના પ્રકાશમાં બધાં જાતજાતનું કરે છે. કોઈ સારું કાર્ય કરે ને કોઈ ખીરૂં ય કાપે ? તેથી કંઈ લાઈટે કંઈ કર્યું કહેવાય ? આમાં લાઈટનું કર્તાપણું કેટલું ? આ
સ્થળ લાઈટ કશું નથી કરતું તો આત્માનું લાઈટ કે જે જ્ઞાન સ્વરૂપે છે તે શું કરી શકે ? એના ગુણધર્મમાં જ કરવાપણું નથી ત્યાં !
આત્મા દરેકની અંદર છે ને દરેકને તે જ્ઞાનપ્રકાશ આપે છે ! એ જ્ઞાનનો ઉપયોગ દરેક પોતાની બુદ્ધિ ને અહંકાર પ્રમાણે કરે છે. પોતે કર્તા થઈને કરે છે તેથી તેનું કર્મ બંધાય ને તેનું ભોક્તાપદ આવ્યા વિના રહે જ નહીં ! જ્યાં પોતાના નીજ સ્વરૂપનું ભાન થાય પોતાના સ્વ-સ્વભાવમાં આવે ત્યારે સહેજે વર્તે કે મારું સ્વરૂપ તો કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. જેને બધી ખબર પડે છે, જુદાપણાની જાગૃતિ રહે છે તે ‘હું છું” અને આ ક્રિયાઓ, મન-વચન-કાયાની તેમ જ બાહ્યક્રિયાઓ હું નથી કરતો પણ આ બીજી જ શક્તિથી થઈ રહ્યું છે. અને કંઈ શક્તિથી થઈ રહ્યું છે. કર્તા કોણ છે. તેનું પૂર્ણ ભાન વ ત્યારે પોતે ક્યાંય કોઈ રીતે કર્તા થતો નથી ને બંધનમાં આવતો નથી અને મુક્ત રહે છે !
હવે ખરેખર કરે છે કોણ ? નરસિંહ મહેતાએ કહ્યું છે, કે હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે ! સુષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે; જોગી જોગેશ્વરા કો'ક જાણે !
‘હું કરું છું” એ ખોટી વાત છે. પણ કોણ કરે છે. ત્યાં શું કહ્યું ? ‘જોગી જોગેશ્વરા કો'ક જાણે !” જોગી જોગેશ્વર એટલે આત્મયોગી કે આત્મયોગેશ્વર એવા કો’ક જ જાણે. એવા કોઈ મળી જાય તો જ એ બીજા બધાંને જાણવાનું એકદમ સરળ થઈ જાય ! કૃષ્ણ ભગવાન આત્મયોગેશ્વર કહેવાય, અર્જુન આત્મયોગી કહેવાય. તીર્થકરો તો જીનેશ્વરી કહેવાય અને પરમ પૂજ્ય દાદાશ્રી આત્મયોગેશ્વર કહેવાય. એમણે “કોણ કરે છે', એનો સાદી ને સરળ ભાષામાં તુર્ત ગળે ઊતરી જાય અને ક્રિયાકારી ફટાફટ થઈ જાય એવી રીતે ગુહ્યત્તમ જ્ઞાન સમજાવ્યું કે આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. બધાં નૈમિત્તિક કર્તા છે. કર્તા દેખાય છે પણ ખરેખર કોઈ સ્વતંત્ર કર્તા નથી. નિમિત્ત માત્ર છે. ગીતામાં ય અર્જુનને કૃષ્ણ ભગવાને કહેલું કે “હે અર્જુન ! આ યુદ્ધ લઢવામાં તું તો નિમિત્ત માત્ર છે. તું યુદ્ધનો કર્તા નથી !”
સંપૂજ્ય દાદાશ્રી એ ખૂબ સાદી ભાષામાં, સાદા સાદા અનેક