________________
૨૬૬
આપ્તવાણી-૧૧ છે. ક્રમબદ્ધ પર્યાયનો અર્થ શું કે આ પુદ્ગલ આવી રીતે ફરતું ફરતું ફરતું, આવી રીતે જ ફરતું ફરતું એની ડીઝાઈનપૂર્વક નીકળશે. પણ ગૃહિત મિથ્યાત્વ થયા પછી, આ તો ડીઝાઈનનું ઠેકાણું નહીં. ગૃહિત મિથ્યાત્વનો અર્થ જ એવી ડિઝાઈન આમાં નીકળે કે એનું ઠેકાણું જ ના
આપ્તવાણી-૧૧
૨૬૭ હું શું કહેવા માંગું છું એ પોઈન્ટ આપને, પહોચ્યું થોડું ઘણું ? ગૃહિત મિથ્યાત્વ એટલે લોકોએ જે શીખવાડયું કે આમ કરો, તેમ કરો, આની પાસેથી શીખ્યો, પેલાની પાસે શીખ્યો. બધો માલ પોતે ભરભર જ કર્યો. હવે એ ખાલી કરવા માટે આ બધી ભાંજગડ છે. એને ખાલી કરવું રહ્યું ને ? નહીં તો તો સીધેસીધું હોય, ડાયરેકટ ક્રમબદ્ધ જ, પણ તે હવે આનું ભર્યું એટલે શું થાય બીજું ? આ મુશ્કેલી ને !
પ્રશ્નકર્તા એટલે પ્રશ્ન એવો મૂળ થાય છે કે પુરુષાર્થ ભાગ રહ્યો કે ના રહ્યો ?
હોય.
ગૃહિત મિથ્યાત્વે અટકાવ્યું નૈસર્ગિક !
દાદાશ્રી : પુરુષાર્થ આને માટે કરવો પડે છે. નહીં તો તો પેલો સહજ પુરુષાર્થ રહ્યા કરે છે. ક્રમબદ્ધ પર્યાયમાં તો સહજ પુરુષાર્થ હોય. એમાં આ માથાકૂટ ના કરવી પડે, આ તો જો માથાકૂટ કરવી પડે છે, કારણ કે બીજાનું ગ્રહણ કર્યું એણે. બીજાનો માલ ગ્રહણ કર્યો એટલે ગૃહિત મિથ્યાત્વ થયો. અને આખું જગત ગૃહિત મિથ્યાત્વમાં જ ફસાયું છે.
આપતું એ શું ક્રમબદ્ધ પર્યાય ગણાય ?
નૈસર્ગિક મિથ્યાત્વ હોત તો ક્રમબદ્ધ ચાલ્યા કરત. આ તો ગ્રહિત મિથ્યાત્વ છે. આજે ઉત્તરમાં માઈલ ચાલે, કાલે પૂર્વમાં ચાલે, પરમ દહાડે પૂર્વમાંથી ફરી પાછો દક્ષિણમાં ચાલે. એટલે આમ આ બધું ગૃહિત મિથ્યાત્વ છે ને ત્યાં સુધી આ ક્રમબદ્ધ ના લાગુ થાય. જો પેલું હોયને નૈસર્ગિક, તો ક્રમબદ્ધ ચાલ્યા કરે. આ સમજાયું ? એટલે ક્રમબદ્ધ કરીને લોકો એમ જ જાણે કે હવે આ જ્યારે આત્માની મુક્તિ થવાની હશે ત્યારે થશે. ક્રમબદ્ધ આવી રીતે મૂકવામાં આવ્યું છે એ ન ચાલે. ગૃહિત મિથ્યાત્વ હોય છે કે નથી હોતું ?
પ્રશ્નકર્તા : હોય છે.
દાદાશ્રી : જગતમાં ગૃહિત મિથ્યાત્વ જ છે બધે. ગૃહિત મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ ઊછું ગ્રહણ થયું બીજા પાસેથી !
નૈસર્ગિક હોય ને, કોઈની પાસે ગ્રહણ જ ન કરે તેને કુદરત હેલ્પ કરે બધું. કારણ કે ગ્રહણ કર્યું ન હોય કોઈ ફેરો એને કાઢવાનું જ ન હોયને એવું ! આ તો જેની પાસે જાય એટલે નવું આપે પાછું !
જે મનુષ્ય નૈસર્ગિક જીવન જીવતો હોય, બીજા કોઈનું જ્ઞાન પ્રાપ્ત ન કરતો હોય. એની ક્રમબદ્ધ અવસ્થા છે. આ તો આની પાસેથી આ જ્ઞાન લઈને આવે, આની પાસે આ જ્ઞાન લઈને આવે, એને ગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. એટલે જે કોઈની પાસેથી જ્ઞાન સ્વીકારે નહીં અને નૈસર્ગિક રહી શકતો હોય, તો ક્રમબદ્ધ પુદ્ગલનાં પર્યાય છે ને ક્રમબદ્ધ ચેતનના પર્યાયો, એને મોક્ષે લઈ જાય.
પ્રશ્નકર્તા : આ જે સાક્ષાત્કાર થયો તે પણ ક્રમબદ્ધ પર્યાયમાં એટલે કે આપને જે જ્ઞાન થવાનું હતું, સુરત સ્ટેશનમાં, એ ય ક્રમબદ્ધ પર્યાયમાં કહેવાય ?
દાદાશ્રી : ના, વ્યવસ્થિત. ક્રમબદ્ધ પર્યાય તો લેવાદેવા જ નથી. ક્રમબદ્ધ પર્યાય જુદી જ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તે શું છે ?
દાદાશ્રી : વ્યવસ્થિત એવું કહે છે કે આગળ જે પ્રીન્ટ થયું તું ને, તેની આ ફિલમ ચાલુ છે. એટલે નવી ફિલમ આવવાની નથી. જે પ્રીન્ટ થયેલી છે ને તે જ ફિલમ આવવાની. વ્યવસ્થિત એટલે ગયા અવતારે આ બધું થયેલું ત્યાં આગળ, તે યોજના રૂપે થાય છે, ત્યાં યોજના રૂપે જ્ઞાન થયેલું છે, એ આ રૂપક રૂપે થાય છે.