________________
૨૬૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : એ આપણે મરવાનું તો છે જ. તો પછી દોડવાની શી જરુર ! છોને ગાડીઓ આવે ને જાય. નિશ્ચિત છે એવું નોંધારું ના બોલાય. નિશ્ચિત તમે બોલો, એટલે મરવાનું તો નિશ્ચિત છે, તો પછી ઉઘાડી આંખે શું કરવા ફરો છો ! બંધ આંખે બધે ફરો ને.
પ્રશ્નકર્તા : નોંધારું એટલે શું કહેવા માગો છો ?
દાદાશ્રી : નોંધારું એટલે એવું નિશ્ચિત છે એમ બોલીને એવું ના વર્તાય. થઈ ગયા પછી નિશ્ચિત કહેવાય. પહેલું ના કહેવાય, છોકરો મરી ગયો એટલે કહેવું કે નિશ્ચિત છે. મરતાં પહેલાં જો નિશ્ચિત કહેને તો દવા-દારૂ કશું ના થાય. એમાં પોલ વાગે.
પ્રશ્નકર્તા : કોઈ દહાડો મરવાનું તો ખરું જ ને, માંદા પડ્યા તો ?
દાદાશ્રી : એમ નહીં, પણ દવા-દારૂ ના થાય, એ તો આપણે જીવવાનો છે એમ માનીને દવા-દારૂ કરવાની. પેલા જ્યોતિષે કહ્યું કે આ હવે છ મહિના સુધી જીવવાના છે. પણ આપણે ઘણું જીવવાના છે એમ માનીને દવા-દારૂ કરવી.
આપ્તવાણી-૧૧
૨૬૫ પણ સમજણમાં ના આવ્યું તેથી એવું થઈ જાય.
આ તો કઢી જેવી થશે એવી ખરી, એમ કહીને કઢીમાં નાખું બધું. નાખીને અહીં આગળ પત્તા રમવા બેસી ગયાં, તો એને વ્યવસ્થિત ના કહેવાય. સાવધાનીપૂર્વક કઢી બનાવો અને પછી બગડી જાય, તો તમારો દોષ નહીં,
જેને કર્મનું દેવું છે. એને આવું ક્રમબદ્ધ પર્યાય કહેવાય જ નહીં. દેવાં વગરના માણસને, એ તો કોઈ એને કર્મ છે જ નહીં, તેને આ ક્રમબદ્ધ પર્યાય છે. અને આ ‘જ્ઞાન’ મળ્યા પછી શુદ્ધાત્મા પદ મળ્યું. તમને કર્મ રહિત બનાવ્યા, તેથી તમને વ્યવસ્થિત. માટે તમને કહ્યું કે ભય રાખશો નહીં હવે. જેવા સંજોગે જે ભાવ કર્યા છે તેવા સંજોગે એ ભાવ ઉકલે છે. એમાં કોઈનું ચાલે એવું છે નહીં. અને આત્માની હાજરીમાં થશે એટલે હલકાફૂલ થઈને ચાલ્યા જશે. સૂર્યનારાયણની હાજરીમાં ગમે એવી ટાઢ હોયને, તો ?
પ્રશ્નકર્તા : ઊડી જ જાય.
દાદાશ્રી : એટલે બહુ સમજવા જેવું છે. પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવા જેવું છે.
અને આ તો બધા હિન્દુસ્તાનના લોકોને ખ્યાલમાં જ છે કે આ જે જન્મ થાય છે તે છુટકારો થઈ જ રહ્યો છે, એ તો ખ્યાલમાં જ છે એમાં આ તો ઊલટું ગૂંચવે છે.
ત હોય એવું પૂર્વનિશ્ચિત !
પ્રશ્નકર્તા : એ બરાબર.
દાદાશ્રી : નિશ્ચિત ના કહેવાય. નોંધારું ના બોલાય. ભયંકર દોષ બેસે. નિશ્ચિત હોય એટલે તો પછી ઓફિસમાં બૉસ જોડે ય લડે. જે થવાનું હશે એ થવાનું જ છે.
કોઈ પણ સંજોગમાં નિશ્ચિત કહેશો તો એ કાર્ય નહીં થાય અને પ્રયત્ન ય બંધ થઈ જશે. એટલે બનનાર છે એ બનનાર છે એવું બોલવાથી આ હિન્દુસ્તાનની દશા જ ઓર થઈ ગઇ છેને બધી. આ વ્યવસ્થિત બહુ જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : ઊંધો અર્થ કર્યો આ બધો.
દાદાશ્રી : એ સમજાયું નહીં તેથી, ઊંધો અર્થ કર્યો જાણી જોઈને કોઈ કરે નહીં. પોતાથી ઘણા માણસો અવળે રસ્તે ચાલે તો પાપ લાગે.
પ્રશ્નકર્તા : આપણું ભ્રમણ સંસારમાં કેટલાં ભવ સુધીનું નક્કી થયેલું હોય ?
દાદાશ્રી : કશું નક્કી ઠેકાણું નહીં. ઠેકાણા વગરનું છે બધું. એ બધું આ નક્કી થયેલું હોય જ નહીં કશું.
એટલે હિન્દુસ્તાનમાં આવ્યા પછી માણસમાત્ર ગૃહિત મિથ્યાત્વિ