________________
૨૬૨
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : ના. એવું ક્રમબદ્ધ નથી. આ ક્રમબદ્ધ તો જુદી વસ્તુ છે. આ તો ઉંધો ભાવ કર્યો હોય તો ઉધી રીતે ઊકલે, છતો ભાવ ર્યો હોય તો છતી રીતે ઊકલે.
ક્રમબદ્ધ એટલે શું ? એક વસ્તુ પોતાના સ્વભાવથી જ ચાલે એક જ બાજુ. શાસ્ત્રની વસ્તુ જુદી છે. લોકો પોતાની ભાષામાં સમજી જાય. આ તો આપણા કર્મોના જ ફળ એટલે કડવું મીઠું આમ-તેમ આવ્યા, તે આ વ્યવસ્થિત. ક્રમબદ્ધ પર્યાય એટલે શું ? એક માટીમાંથી ઘડો થવો, તે બધા ક્રમબદ્ધ પર્યાયથી થાય. હવે આ વસ્તુ એવી નથી, આ તો તમારા જેવા કર્મો કર્યા છે. તેવી રીતે જ નિર્જરા થવાની. ઊંધી રીતે કર્મ કરેલું, ઊંઘી રીતે નિર્જરા છતી રીતે કર્મ કરેલું, છતી રીતે નિર્જરા. એટલે આમાં તમારું આ તો.
ત બોલાય, એવું તોધારું !
પ્રશ્નકર્તા : કશું ય નહીં, શબ્દ સાંભળ્યો.
દાદાશ્રી : અને આ તો વ્યવસ્થિત બીજે દહાડે અમલમાં આવી જાય તરત. આ જ્ઞાન મળે છે ત્યારે એ પોતે શુદ્ધાત્મા છે ભાનમાં આવી જાય છે. વ્યવસ્થિત કર્યા છે, તરત સમજી જાય. અને કામ કર્યા જ કરે છે અને વ્યવસ્થિતના જ્ઞાનથી પછી ચિંતા કરતો નથી. વરીઝ કરતો નથી ને કામ ચાલ્યા કરે છે. અને કર્મ બંધાતું નથી. ચાર્જ થતું નથી. ક્રોધ-માનમાયા-લોભ થતાં નથી. ‘હું કરું છું' એવું ભાન હોય તો જ કર્મ ચાર્જ થાય ને !
પ્રશ્નકર્તા : એટલે વ્યવહારમાં સમજવા માટે વ્યવસ્થિત સારું.
દાદાશ્રી : વ્યવસ્થિત બહુ સુંદર. વ્યવસ્થિત એનું એકઝેક્ટલી બીજે દા'ડે છે તે ભવિષ્યકાળના વિચાર કરવાનો એ સ્કોપ જ ના રહ્યો ને ! અગ્રલોચ બીજે દા'ડેથી બંધ જ થઈ જાય ! અને એ બંધ કરવા માટે જ છે તે એ આપ્યું છે. આ ક્રમબદ્ધ પર્યાય, પણ બંધ થાય નહીં. એ ગૂંચવાડો રહે છે. ક્રમબદ્ધ પર્યાય એટલે કેવા પર્યાય હશે ને કેવા નહીં ? ગૂંચવાડો રહે. અને આ તો બધું એક્કેક્ટનેસ આવી ગયું.
પણ આપણે ક્રમબદ્ધ પર્યાય કહીએ તો એને સંતોષ ના થાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો, આપણે જમવા બેઠા હોય, ‘વ્યવસ્થિત’ કહીને મૂકી દેવાનું. ક્રમબદ્ધ પર્યાય બોલીએ, તે એનો અર્થ સમજાય નહિ તે ઘડીએ. એટલે આ ક્રમબદ્ધ પર્યાય માસ્તર માટે છે, માસ્તર જો પાસ થયેલા હોય તો એમને વાંધો નથી. પણ છોકરાંને એમ ના કહેવાય કે ક્રમબદ્ધ પર્યાય છે. છોકરાંએ તો વાંચીને પાસ થવાનું છે.
આ વ્યવસ્થિત જે છે, અને ક્રમબદ્ધ પર્યાય જે કહે છે ને, તે એક નથી. આ વ્યવસ્થિત તો વૈજ્ઞાનીક વસ્તુ છે. ક્રમબદ્ધ પર્યાય જુદી વસ્તુ છે. લોક સમજ્યા છે જુદું.
પ્રશ્નકર્તા: જે બનવાનું છે એ બન્યા કરશે. ક્રમબદ્ધ છે. જે થવાનું છે એમ જ થવાનું છે. આપણે કંઈ ફેરફાર કરી નથી શકવાના. એ સાચું ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. આ હું તમને ખુલાસો કરું, ક્રમબદ્ધનો એવો અર્થ જ બેસાડેલો કે જે સમયે, જે ક્ષેત્રે, જે કંઈ થવાનું છે એ થવાનું છે. વાય યુ વરી ?
દાદાશ્રી : ના, એવો અર્થ ના કરાય. એનો અર્થ ખોટો થાય છે. એનો આ રીતે જો કોઈ અર્થ ઘટાવે ને તો માણસ ધર્મ ચૂકી જાય અને અધર્મે ય ચૂકી જાય, બન્ને ચૂકી જાય. વ્યવસ્થિતનો કહેવાનો ભાવાર્થ છે કે જેવી રીતે થયેલું છે તેવી રીતે ફળ આપશે. પણ કેટલાક લોકો એવું કહે છે કે બનનાર છે એ બનનાર છે ને બનનાર છે એ ફરનાર નથી અને ફરનાર છે એ બનનાર નથી. જે થવાનું છે તે બધું નિશ્ચત જ ને ! એવું બધું ના કરાય. એ બધું તો ખોટી વસ્તુ છે બધી ! તો પછી નિરાંતે સુઈ રહેને, તો પછી બનનાર છે એમ કહી અને બંધ આંખે ગાડીઓ ચલાવીએ તો શું વાંધો?
પ્રશ્નકર્તા : જે બનવાનું છે એ તો બનવાનું જ છે. છોકરો નાપાસ થવાનો તે એને તો આપણે કંઈ બદલી ના શકીએ, તો આપણે ગમે એટલું કહીએ તો ય એમાં શું બદલાવાનું?