________________
REO
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : આ ન હોય તો આ હોય જ નહીં.
ક્રમબદ્ધ પર્યાય જો માનવા હોય તો આ અવિનાભાવિ એટલે આ પુરુષાર્થ ને એ બધા માનવા જ પડશે જોડે. સમકિત થયા પછી તો ક્રમબદ્ધ પર્યાય હોય જ. એના માટે કશું બાધ નથી. જો ક્રમબદ્ધ પર્યાય એકલા હોતને તો ભગવાન જોઈ શકે, આ તો જોડે જોડે અવિનાભાવિ શું છે ? પુરુષાર્થ છે, પ્રારબ્ધ છે, સ્વભાવ, નિયતિ અને કાળ.
ફક્ત ભગવાન તો ક્રમબદ્ધ પર્યાય એકલા જ જોઈ શકે. ઠોકાઠોક બધું ક્રમબદ્ધ પર્યાય હોતા હશે ? ભગવાને ક્રમબદ્ધ પર્યાય કહ્યા તે જુદા, લોકો સમજયા જુદા, ચોપડવાની પી જાવ, તેમાં એ ભગવાન શું કરે બિચારા.
ફેર છે એમાં તે વ્યવસ્થિતમાં !
પ્રશ્નકર્તા : ક્રમબદ્ધ પર્યાય અને વ્યવસ્થિતમાં શું ફેર છે ?
દાદાશ્રી : ક્રમબદ્ધ પર્યાય તો તમારી ભાષામાં તમને સમજણ પાડું કે એકાવન લખ્યા હોય ને પછી ક્રમબદ્ધ પર્યાય જાણવાં હોય તો પછી બાવન, પન, ચોપ્પન, પંચાવન, છપ્પન, સત્તાવન એ બધાં ક્રમબદ્ધ પર્યાય. અને કો'ક ઊંધી ખોપરીનો માણસ હોય, તો પચાસ, ઓગણપચાસ, અડતાલીસ, સુડતાલીસ એ બધાં ક્રમબદ્ધ પર્યાય. હવે ક્રમબદ્ધ પર્યાય અને આ વ્યવસ્થિતમાં બહુ ફેર છે તે. આ વ્યવસ્થિત એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ ક્રમબદ્ધ પર્યાય નથી.
પ્રશ્નકર્તા : એવું મારા મગજમાં બેસી ગયું છે, કે વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય બન્ને એક જ છે.
દાદાશ્રી : ના, એ એક તો બધાને લાગે ખરું, એક. એ તો ક્રમબદ્ધ પર્યાય જેણે લખ્યું છે કે, તેણે એકવચનનું બહુવચન કર્યું છે. એકવચન સ્વરૂપે હતું ક્રમબદ્ધ પર્યાય શબ્દ, તેનો બહુવચન કરીએ તો શું થાય કોર્ટમાં ? કોર્ટમાં તો શું ન્યાય થાય એનો, એકવચનનું બહુવચન કરીએ તો ?
આપ્તવાણી-૧૧
૨૬૧ પ્રશ્નકર્તા : ખોટું થાય ને.
દાદાશ્રી : તે એ બધું ખોટું થયું છેઆ બધું ક્રમબદ્ધ. એ મૂળ પુરુષ જે છે, તે જુદું કહેવા માંગે છે તે લોકો જુદું સમજ્યાં છે.
પણ એ ક્રમબદ્ધ પર્યાય લોકો સમજ્યાં છે તેવું નથી. ક્રમબદ્ધ પર્યાય એટલે શું ? કે પુદ્ગલ એનાં ક્રમબદ્ધ પર્યાયને જ ભજવાનું છે. હવે દારૂ પીતો હોય તેમાં શું ક્રમબદ્ધ પર્યાય ? ત્યારે કહે, છોડવાનાં પર્યાયને ભજશે કે કાં તો વધુ પીવાના પર્યાયને ભજશે. પણ ક્રમબદ્ધ પર્યાયને ભજશે. એકદમ નહીં કદી જાય. આ જે છોડી દે છે તે ક્રમબદ્ધ પર્યાય ત્યાંથી અટકાવી ફરી પાછું શરૂ થાય છે. એ એની મેળે ખરી પડવું જોઈએ. ક્રમબદ્ધ પર્યાય થતાં થતાં જેમ એક ગરગડી ઉપર દોરો વીંટેલો હોય તે આપણે દોરો ખેંચાખેંચ કરીએ ને, ગરગડી કૂદાકૂદ કરે, પણ જ્યારે દોરો ખલાસ થાય ત્યારે ગરગડી ને એ બેઉ છૂટા પડી જાય, એવી રીતે ક્રમબદ્ધ પર્યાય છુટા પડી જાય છે. અને વ્યવસ્થિતને લેવાદેવા નથી. વ્યવસ્થિત એટલે એકઝેક્ટ વ્યવસ્થિત જ છે અને અનુભવમાં આવે તેવી વાત છે.
પ્રશ્નકર્તા : જે મુક્ત થયેલા પુરુષ માટે ક્રમબદ્ધ પર્યાય કહે છે અને આ વ્યવસ્થિત આપ જે કહો છો, તો પછી બન્ને એક છે ?
દાદાશ્રી : પણ પેલાં ક્રમબદ્ધ પર્યાય એને સમજ નહીં પડે અને વ્યવસ્થિત સમજ પડશે. વ્યવસ્થિત એને સમજ પડશે કે મારું અવસ્થિત હતું તે જ વ્યવસ્થિત થયું છે. ગયા અવતાર મનની મહીં, મનનાં વિચારોમાં પોતે ભળ્યો, એટલે અવસ્થિત થયો અને એ અવસ્થિત કોમ્યુટરમાં જાય છે અને કોમ્યુટરમાંથી વ્યવસ્થિત થઈને પાછું આવે છે.
આ તો એકઝેક્ટનેસ છે. પેલું ય ખોટું નથી. આત્મજ્ઞાન હોય તેને માટે બરોબર છે. પણ તે ક્રમબદ્ધ પર્યાય એ કાયમની ચિંતા નહીં મટાડી દે. અને આ વ્યવસ્થિત તો તમને સમજાશે કે ભાઈ, મારો હિસાબ છે તે જ આવે છે, આ બીજું કશું આવતું નથી ! ને પેલાં ક્રમબદ્ધ પર્યાય તો મનમાં ગોટાળો કે આમ થશે કે તેમ થશે, એ કંઈ કલ્પનામાં ઠેકાણું ના પડે.
ક્રમબદ્ધ પર્યાય શબ્દ બોલે, તેમાં શું લોકોને શું લાભ થાય ?