________________
૨૫૮
આપ્તવાણી-૧૧ ઘટી છે ? મૃદુતા-ઋજુતા એ બધા ગુણો ઉત્પન્ન થયાં છે ? સહજ ક્ષમા કરવાનો ગુણ ઉત્પન્ન થયો છે ?
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાનને મેળવવાનો રસ્તો જેમ આપે પ્રયોગ કરીને મૂક્યો છે, એમ ત્યાં તો એવું કંઈ હતું જ નહીં ને ? એટલે એમાં મૃદુતા ને ઋજુતા ક્યાંથી આવે ?
દાદાશ્રી : હા, આવે જ નહીં ને ! એટલે મૃદુતા-ઋજુતા આવે તો માર્ગ સાચો છે. અકડાઈ વધતી હોય તો જાણવું કે માર્ગ ખોટો છે. જો જરાક સળી કરી હોય ને તો ખોદી નાખે આપણું, અક્કડ ! આ ખીચડીને નીચે ઉતારીને પાંચ મિનિટ રહેવા દે ને, તો સિદ્ધ થાય છે. તો આ જ્ઞાન સિદ્ધ થવું જોઈએ ને ?
આપણા મહાત્માઓને તો મૃદુતા-જુતા આવે છે બધાને, કારણ કે સરળ ને સમભાવી માર્ગ છે. હા, સહજ, સમભાવી માર્ગ છે. ચિંતા રહિત માર્ગ. એમને ચિંતા હલ થાય અને પાછો કહે છે, અમને આત્માનું જ્ઞાન થઈ ગયું !
અવિતાભાવિ પાંચ સમવાય કારણો !
આપ્તવાણી-૧૧
૨૫૯ જોઈએ, પછી ધીમે સદ્વિવેક જાગે, સદ્વિવેક. ધીમે ધીમે વિનય જાગે, પરમ વિનય જાગે એમ. જેમ જેમ આ અથડાતો કૂટાતો, કૂટાતો આવે તેમ જાગવું જોઈએ. ફોરેનર્સને અત્યારે જ્ઞાન આપીએ, એમાં ફળે નહીં કશું ય. આ તો અમથું લોકો કહે એટલે આપણે આપીએ. અગર તો કોક જીવ છે તે અહીંથી ગયો હોય, અને ત્યાં જન્મ્યો હોય ને એ બને તે વાત જુદી છે, બાકી ફળે નહીં. કારણ કે વિવેક જાગ્યો નથી ને હજુ કેટલાક અવતાર અથડાય, ત્યાર પછી આની જરૂર. બે વરસના છોકરાને પૈણાવીને છોકરાની આશા રાખીએ એના જેવી વાત. એવી રીતે ક્રમે ચાલે છે.
પ્રશ્નકર્તા : પાંચ સમવાય કારણો ભેગા થાય એટલે ક્રમબદ્ધ પર્યાય કહેવાય ?
દાદાશ્રી : પાંચ સમવાય કારણો ભેગા થાય ત્યારે કાર્ય થાય. એ ક્રમબદ્ધ પર્યાય ના કહેવાય.
આ ક્રમબદ્ધ પર્યાય અવિનાભાવી છે. એટલે એ શું કહે છે કે પુરુષાર્થ, પ્રારબ્ધ, નિયતિ, સ્વભાવ, કાળ એ અવશ્ય હોય તો જ ક્રમબદ્ધ પર્યાય હોય અને પુરુષાર્થમાં હોય તો જ ક્રમબદ્ધ પર્યાય શરૂ થયો. નહીં તો, પુરુષાર્થમાં ના હોય તો ક્રમબદ્ધ પર્યાય બંધ થઈ ગયો. માટે, આ અવિનાભાવ છે. માટે ક્રમબદ્ધ પર્યાય માનશો નહીં.
તમને સમજાય છે થોડું ઘણું ? પ્રશ્નકર્તા: સમજાયું.
દાદાશ્રી : પુરુષાર્થ, કાળ, પૂર્વકર્મ, સ્વભાવ, નિયતિ એ બધું અવિનાભાવિ હોય જ.
અને એ બધું માન્ય કરવું પડશે. માટે જો છે તે ક્રમબદ્ધ પર્યાય એકલા કહેશો ને તે તો અહંકાર કરે કે મારે લીધે જ ચાલે છે આ બધું અને આ તો દુનિયા કેવી છે કે કોઈ કોઈનો આધાર જ નથી, આ તો બધું સમુચ્ચય કારણથી છે.
પ્રશ્નકર્તા: તો અવિનાભાવિનો અર્થ જરા સમજાવો.
ભગવાનને બધું ક્રમબદ્ધ પર્યાય છે એવું કહેતા શું વાંધો હતો ? ભગવાન ચોખું ના કહેત કે ભઈ, આ ક્રમબદ્ધ પર્યાય જ છે. તેથી ભગવાને કહેલું કે એલી નિયતિ નથી. દરેક કર્મ થતી વખતે આ પાંચ કારણો ભેગા થશે તો જ કર્મ થશે. નહીં તો કર્મ જ નહીં થાય. ભગવાને કેટલી ડહાપણવાળી વાત લખી.
એટલે આ તો અજ્ઞાનીને કહ્યું કે ક્રમબદ્ધ પર્યાય છે, તેઓનું નિયતિ થઈ ગયું. હવે નિયતિ એલી તો કશું કામ જ કરે નહીં. હેલ્પ કરે નહીં. એવું છે આ બધું અવિનાભાવી છે. એક હોય તો બીજું હોવું જોઇએ. ના હોય તો ચાલે નહીં. એટલે પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ એ બધું જ સાથે હોવું જોઈએ.
ધીમે ધીમે ક્ષણે ક્ષણે વિવેક જાગવો જોઈએ. પહેલો વિવેક જાગવો