________________
૨૫૬
આપ્તવાણી-૧૧ આત્મજ્ઞાન જાણવું. અને આત્મજ્ઞાન એ કેવળજ્ઞાનની નજીકની વસ્તુ છે. તે આ દ્રવ્યદ્રષ્ટિ થાય શી રીતે ? દ્રવ્યદ્રષ્ટિ એટલે આત્મા લક્ષમાં રાખી મૂકવાનો કે ‘હું શુદ્ધાત્મા છું.' એ દ્રષ્ટિ લક્ષમાં રાખીને આ બધું કામ કરો, પણ તે કંઈ મૂળ વસ્તુ લક્ષમાં આવ્યા સિવાય કામ કરવાનું, એવું ફીટ જ ના થાય ને ?!
પ્રશ્નકર્તા : અને મૂળ વસ્તુ આવ્યા પછી રહેતું નથી.
દાદાશ્રી : હા, મૂળ વસ્તુ આવ્યા પછી રહેતું નથી. પછી વ્યવસ્થિત થઈ જાય છે. દ્રવ્ય જો સમજાય નહીં ત્યાં સુધી ઉકેલ ના આવે ને !
બાકી આ તો પોતે જ પરદ્રવ્ય છે. એ ખબર નથી ને, એમને. પોતે જ પરદ્રવ્ય છે. પોતે સ્વદ્રવ્ય જાણે, તો તો વાત જુદી છે. અત્યારે તો પોતે જ પરવ્ય છે.
આ શું કહે છે ? ‘પરદ્રવ્યની સામે જોતાં જ સમકિત થાય’ એટલે આ જાણે કે આ બહાર જોઉં છું એ બધું પરદ્રવ્ય છે. અલ્યા પણ તું પોતે
જ પરદ્રવ્ય છે.
પ્રશ્નકર્તા : પોતે જ એટલે પોતાનો દેહ કે આત્મા ?
દાદાશ્રી : એ જેને જેને પોતાની સેલ્ફ માને છે એ જ પરદ્રવ્ય છે. એને એ પોતાની જાત માને છે.
પ્રશ્નકર્તા : પોતે જ પરદ્રવ્ય કેવી રીતે ? સમજણ ના પડી કંઈ.
દાદાશ્રી : જ્યાં સુધી આ હું જોનાર છું અને આ સમયસાર હું વાંચું છું; એટલે કરું છું ને જાણું છું, બે અભેદ હોય, બે ભેગું થાય એને તીર્થંકરો સ્વીકાર કરતા નથી. બીજા લોકો ભલે કરે. જેને ભૂખ હોય તે ગમે તે ખોરાક લેતો હોય. પણ તીર્થંકરો સ્વીકાર કરે નહીં. તીર્થંકરો તો શું કહે છે ? કે ‘ચંદુભાઈ પરદ્રવ્ય છે. એટલે ચંદુભાઈ ઉપર છે તે એ જોયા કરશો, પરદ્રવ્યને જોશો તો સમકિતી થશો.' પણ અત્યારે પોતે જ પરદ્રવ્ય છે.
આ તો કહેશે, ‘હું તો જાણું ને દેખું. આ હું કરનાર નથી.' અલ્યા,
૨૫૭
આપ્તવાણી-૧૧
એ
પણ કરે છે કોણ ? એ નક્કી થયા સિવાય ‘હું કર્તા નથી' બોલાય નહિ. કરે છે કોણ, એ ગુનેગાર જડ્યા સિવાય ‘હું કર્તા નથી’ એવું બોલાય નહીં. માટે કર્તા જ છે પોતે. જ્યારે કરે છે કોણ' ઓળખાશે ત્યારે કર્તાપણું છૂટશે, ત્યારે કર્મ છૂટશે.
પોતે પરદ્રવ્ય, ક્યારે મુક્ત થાય ? જ્યારે ભ્રાંતિ જાય ત્યારે. અને એ જ કરવા માટે આ શાસ્ત્રો છે બધું. એટલે આ વાતો લોકો પોતે લઈ પડ્યા છે.
સમકિતીતાં લક્ષણો ખપે પછી !
આ તો ક્રમબદ્ધ પર્યાયની શોધખોળ કરી છે કે ક્રમબદ્ધ પર્યાય એટલે વસ્તુ એના ક્રમબધ્ધ પર્યાયથી જ ઉકલે છે, કહે છે. એટલે એમાં કશો ભો રાખવા જેવું નથી એટલે બધું એની મેળે આવ્યા કરશે, તમારે કશું કરવાનું નહીં અને હું શુદ્ધાત્મા છું એમ તમે ખાલી બોલ્યા કરજો, કહે છે, કરવાનું કશું નહીં. અલ્યા પણ શુદ્ધાત્મા થયા સિવાય શુદ્ધાત્મા શી રીતે બોલાય ? હું તો આનો વેવાઈ છું, કહેશે. ત્યારે વેવાઈ થઈ ગયો. એટલે એ તો થવું પડે શુદ્ધાત્મા ! એટલે છે તો ક્રમબદ્ધ પર્યાય જ જગત, પણ પહેલું ભાનમાં આવવું જોઈએને. ભાનમાં આવે તો ક્રમબદ્ધ પર્યાય જ છે. સમકિત થયા પછી જ ક્રમબદ્ધ, નહીં તો નહીં. એટલે આ આખો કેસ બફાઈ ગયો છે. એટલે લોકોએ વગર સમકિત થયે આત્મજ્ઞાન, આત્મજ્ઞાન બોલે ! કઠોરતા ગઈ નહીં, સરળતા ઉત્પન્ન થઈ નહીં, નમ્રતા આવી નહીં અને આત્મજ્ઞાન, આત્મજ્ઞાન બોલે, એ વીતરાગોનું કહેલું નથી એ. આત્મજ્ઞાનનું લક્ષણ શું ? ત્યારે કહે સરળતા હોય, નમ્રતા હોય, હાય-હાય ના કરતો હોય, સંતોષ હોય. એટલે આ બધા લક્ષણો હોવા જોઈએ. એ લક્ષણો ઉત્પન્ન થયા સિવાય ક્રમબદ્ધ પર્યાય માન્યો તેથી ઊંધું ચાલ્યું.
અને ક્રમબદ્ધ પર્યાય માન્યા પછી જો કદી મહીં લક્ષણ ઊભા થાય કે ઋજુતા-મૃદુતા આવે તો જાણજો કે આ માર્ગ સાચો છે. નહીં તો ઊંધે રસ્તે ચાલી રહ્યા છે.
હું તો એટલું કહું છું કે તમે તપાસી જુઓ કે તમારામાં કઠોરતા