________________
આપ્તવાણી-૧૧
૨૫૫
પરદ્રવ્યને જોતાં જ સમક્તિ!
૨૫૪
આપ્તવાણી-૧૧ અને બીજા તો કેટલાય અવતાર, અનાદિકાળથી છેને એટલે એ કહી શકે કે આમ આમ હતું ને આમ થશે અને અત્યારે આ સ્થિતિમાં છે. જેમ પેલા ઘડાનો પર્યાય જુએ તેવી રીતે આ જીવના પર્યાય જુએ.
હા, બધા ય ચોવીસ તીર્થંકરોના, ચક્રવર્તીઓના, જેને સમક્તિ થયા એ બધાના પર્યાય બોલ્યા છે. અહંકારી, તે ઘડીમાં શું કરે એ કશું કહેવાય નહીં, એ તો ગાંડુ જીવતું ચેતન !
એ ય છે ક્રમબદ્ધ પર્યાય !
પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન પ્રાપ્ત થયા પછી જ છે તો જીવ ક્રમબદ્ધ પર્યાયમાં આવે છે, ત્યાં સુધી એને માટે ક્રમબદ્ધ પર્યાય નથી. તો એવો પ્રશ્ન ઊભો થાય છે કે જીવ અગિયારમાં ઠાણે જાય તો ય પાછો પડે છે. પહેલા મિથ્યાત્વ ગુંઠાણામાં આવીને ઊભો રહે છે. તો કે એ ત્યાં આગળ પછી ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહ્યો એમ ?
દાદાશ્રી : એ ક્રમબદ્ધ પર્યાય જ છે બધા. અગિયારમેં ગુંઠાણે જઈને પાછો પડે છે ને, તે ય ક્રમબદ્ધ પર્યાય છે. અને આ બીજા બધા ક્રમ નથી. એ જે અગિયારમાં ગુંઠાણા ઉપર ચઢી અને પાછો આવે છે, એ ય ક્રમબદ્ધ
બધું ક્રમબદ્ધ પર્યાય છે એવું કહે, તેને કહીએ કે આંખો બંધ કરીને ચાલો જોઈએ બા ! એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે. પુરુષાર્થ નહિ કરે તો દહાડો નહિ વળે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનતામાં તો બ્રાંત પુરુષાર્થ કરવાનો ને ?
દાદાશ્રી : હા, બ્રાંત પુરુષાર્થ જ ને ! એ પુરુષાર્થ, બ્રાંત પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ તો હોય નહિ ને ! પણ બ્રાંતમાં ય બ્રાંત પુરુષાર્થ હોય ને ! નહિ તો આગળ ખસે શી રીતે ?
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પુરુષાર્થ નહિ કરવાનો ?
દાદાશ્રી : ખરો પુરુષાર્થ જ ત્યાર પછી શરૂ થાય ને ! ત્યાર પછી શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ. અત્યાર સુધી શુભાશુભ ઉપયોગ હતો.
આ તો શું થયું ? અજ્ઞાનીને ય કહી દીધું, ક્રમબદ્ધ પર્યાય છે. પાછી એ વાત પર પૂરી શ્રદ્ધા હોય, પણ કોઈ રસ્તા ઉપર બંધ આંખે ચાલતો નથી. બંધ આંખે ચાલે તો હું જાણું કે ક્રમબદ્ધ પર્યાય સમજે છે આ ! પણ આ તો એને શંકા છે એટલે આ વાતો બધી માથાફોડ છે. એ કોને હેલ્પ કરે જે જ્ઞાયક થયેલો હોય ! પણ જ્ઞાયક થાય ત્યારે એને જરૂર જ નથી !
દ્રવ્ય જ્ઞાત વિતા, ત મળે દ્રવ્ય દ્રષ્ટિ !
પ્રશ્નકર્તા : એના ક્રમમાં એવી રીતે જ આવેલું છે ?
દાદાશ્રી : હા, ક્રમબદ્ધ.
પ્રશ્નકર્તા: તો પછી અનંત વિશ્વ ક્રમબદ્ધ જ છે. એમ માનવામાં શું વાંધો છે. ?
દાદાશ્રી : ના, વિશ્વ ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધ માને છે, તો પછી અહંકારનું શું થાય ? ક્રમબદ્ધમાં અહંકાર ના હોય.
પ્રશ્નકર્તા ઃ તો મોક્ષે જ જાય સીધો. દાદાશ્રી : ના, એ તો મોક્ષે સીધો ન જાય પણ ક્રમે ક્રમે મોક્ષે જાય.
પ્રશ્નકર્તા : દ્રવ્ય પર દ્રષ્ટિ થાય ત્યારે ક્રમબદ્ધ પર્યાય છે જ એમ ખબર પડે.
દાદાશ્રી : ખબર પડે, પણ દ્રવ્ય પર દ્રષ્ટિ થાય નહીં, તો ત્યાં સુધી ધારણા છે બધી. દ્રવ્ય જાણ્યા વગર દ્રવ્યદ્રષ્ટિ કેવી રીતે થાય તે ? તમે એમ ને એમ દ્રવ્યદ્રષ્ટિ કરો કહે, વડોદરાની દ્રષ્ટિ કરો, પણ વડોદરા જોયું તો છે નહીં તમે, તો શી રીતે થાય ? દ્રવ્યદ્રષ્ટિ તો આત્મા જોયા સિવાય દ્રવ્યદ્રષ્ટિ ક્યાંથી હોય ? દ્રવ્ય જાણી શકાય એવું નથી, દ્રવ્ય જાણવું એટલે