________________
૨૪૮
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૨૪૯
અત્યારે આ જે શોધખોળ કરી છે કે ક્રમબદ્ધ પર્યાયની પણ એ માત્ર સમ્પત્વિ જીવોને માટે જ છે. બીજા લોકોને માટે તો એ લોકો ઊંધે રસ્તે ચઢી જાય, પછી તો એ ઊઠે જ નહીં ને ! જ્યાં સુધી અહંકાર છે, એ અહંકારી માણસને ‘ક્રમબદ્ધ પર્યાય’ અપાય નહીં. છતાં ય આપવું હોય તો જેને સમ્યકત્વ થયું હોય જે ડાહ્યો છે, દૃષ્ટિવાળો છે, તેને માટે વાંધો નથી.
પ્રશ્નકર્તા તો જે દ્રષ્ટિવાળો છે, એનું તીર્થંકરો બધું જોઈ શકે ને ?
દાદાશ્રી : હા, બધું જોઈ શકે. એના સો ફેરાના પર્યાય બદલાવાના હોય તો ય જોઈ શકે.
પ્રશ્નકર્તા : સમજો કે અહીં મહાવીર સ્વામી બેઠા છે અને હું એમની સામે બેઠો છું અને હું એમને પૂછું કે, ભગવાન મારું શું થશે ? મારા કેવા કેવા ભવો થશે ? હું કયે ભવે મુક્તિ પામીશ ? તો ભગવાન એ ન કહી શકે ?
દાદાશ્રી : હા, ભગવાન કહી શકે. કારણકે ત્યાં આગળ એ ભગવાનને મળ્યો છે. ભગવાનને મળ્યો છે ત્યાંથી જ એની દ્રષ્ટિ બદલાયેલી છે. એટલે ભગવાન કહી શકે એટલે ભગવાન કેટલાકને કહી શકે ને કેટલાકની આગળ મૌન રહેશે.
પ્રશ્નકર્તા : જેમની દ્રષ્ટિ ન બદલાઈ હોય તો ભગવાન ન કહી શકે ?
દાદાશ્રી : મૌન રહે. છતાં ભગવાનનું મૌન રહેવું અને બોલવું બેઉ પૂર્વકર્મના ઉદયને આધીન છે ! તીર્થંકર ગોત્રનો કર્મનો ઉદય છે. એ ઉદય, ઉદયાસ્તવાળો છે. એટલે એમની વાણી એ પોતાના તાબામાં નથી ! એક અક્ષરે ય બોલવું પોતાના તાબામાં નથી ! તો પણ એ ફૂલ(પૂર્ણ) છે અને અમારી વાણી પણ એવી છે, છતાં અમારી વાણીમાં થોડીક કચાશ છે. ભગવાનની વાણી સંપૂર્ણ પૂર્વપ્રયોગી છે.
પૂર્વપ્રયોગી છે એટલે જ તો અમે કહીએ છીએ ને કે આ ટેપરેકોર્ડ છે. ભગવાનનો જેની જોડે છે તે હિસાબ હોય ને પેલો નિમિત્ત પૂછે એટલે
બધી વાત નીકળી ય જાય અને ખુલાસો થઈ ય જાય. એવું ય બને કે પેલો પુછે ને વાત ના ય નીકળે.
પ્રશ્નકર્તા : પણ દાદા અત્યારે જૈનશાસ્ત્રમાં એમ માન્યતા પ્રવર્તે છે કે તીર્થંકરો, કોઈ પણ, ક્યારે પણ, બધું જે બનનાર હોય તે કહી શકે.
દાદાશ્રી : હા, એ બધી માન્યતા છે જ ને !
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરની વાણીને આપે કહ્યું કે આ પૂર્વ પ્રયોજીત છે તો એમની વાણી પણ જેટલી નીકળવાની હોય એટલી જ નીકળે ને ના નીકળવાની હોય એટલી ના નીકળે, તો આ છે તો પૂર્ણ નિશ્ચિત થઈ ગયું ને ?
દાદાશ્રી : ભગવાનની વાણી તો એવી જ હોય એ તો ઉદયાસ્ત વાણી છે. લોકોની ઉદયાસ્ત વાણી નથી. લોકો અહંકાર સહિત છે. જ્યાં સુધી સમ્યકત્વ થયુ નથી ત્યાં સુધી અહંકાર સહિત છે. એટલે આમ વાણીમાં ફેર થાય છે. બાકી ભગવાનની વાણી તો બિલકુલ એક્ઝક્ટ જ નીકળે ને !
પ્રશ્નકર્તા: હા, પણ એ જે નીકળે છે, એ પૂર્વપ્રયોજીત હોય ને ?
દાદાશ્રી : પૂર્વપ્રયોજીત જ છે, એને પૂર્વપ્રયોગી જ કહેવાય છે. એમાં કશું એમની પોતાની ડખલ હોય નહીં કોઈ જાતની.
પ્રશ્નકર્તા : હા, પણ પૂર્વપ્રયોજીત જ હોય તો એ નિયતિવાદ જ થયો ને ?
દાદાશ્રી : ના, નિયતિવાદ કોને માટે છે ? ફોર હુમ (for whom) ? વર્લ્ડને માટે નહીં. ભગવાન મહાવીરનું આખું જીવન જ નિયતિવાદ હતું. આખું જીવન હંડ્રેડ પરસેન્ટ નિયતિવાદ હતું. માટે કંઈ બધું આખા જગતને માટે નિયતિવાદ નથી. સમ્પત્વિ જીવોને ઓછું નિયતિવાદ હોય છે અને મિથ્યાત્વીને નિયતિવાદ છે જ નહીં. અમુક અંશે જ હોય છે પાંચ કારણો પૂરતું જ. એટલે વાતને જો સમજવી હોય તો આનો આંકડો મળે, નહીં તો આનો પાર નહીં આવે. એવું જો નિયતિવાદ જ હોય તો