________________
આપ્તવાણી-૧૧
૨૪૭
રાતે ય.
ગુણો સહવર્તી તે પર્યાય ક્રમવર્તી !
૨૪૬
આપ્તવાણી-૧૧ આત્મજ્ઞાન કરો ! એટલું જ કહેવા માંગે છે. ત્યારે આ લોકો શું કહેવા માંગે છે ? આત્મજ્ઞાનની ઉપરનું કરો. જે કોઈએ ના કહ્યું હોય, એ જ કહેવા માંગે છે. જ્ઞાયક થયા પછી ચિંતા છે જ નહીં. એને ક્રમબદ્ધ પર્યાય હોય કે ના હોય, જરૂર જ નથી હોતી ને ? અને શાસ્ત્ર એવું કશું કહેતું નથી. એ આત્મજ્ઞાન ભણી લઈ જાય છે. પણ આ તો લોકોએ ક્રમબદ્ધ પર્યાય ખોળી કાઢ્યું ને ! પણ હવે શું થાય એમને ! સહુ સહુને માનવાનું, સહુની જુદી વાત ! કોઈની માન્યતાને આપણાથી ના ય ના કહેવાય ને !
આત્મજ્ઞાન થયા પછી ક્રમબદ્ધ પર્યાય એ બરોબર છે, પણ ત્યારે એને જરૂર નથી હોતી. કારણકે એ પોતે સમ્યક્ દર્શન થયાં પછી કોઈ વસ્તુની એને ઈચ્છા જ નથી હોતી. આત્માનો કેમ પુરુષાર્થ કરવો એટલી જ ઈચ્છા હોય છે, જાણવાની કશી ઈચ્છાઓ નથી રહેતી. એટલે વચ્ચે વગર કામનું ઊભું કર્યું છે આ, અણસમજુ લોકો ઊંધે રસ્તે ચઢે છે આથી. કારણકે જ્ઞાનીને જ અપાય શબ્દ.
જ્ઞાયક જ પોતાની જાતને માને છે કે હું જ્ઞાયક છું'. અલ્યા પણ શેના જ્ઞાયક ? આ ચક્ષુ જ્ઞાયક છો ? તે ય પાછા ઊંડા ઉતરેલાં છે કે આ આંખે દેખાય છે એ ખોટું છે. પણ રહે કેવી રીતે આ બધું ? માણસનું કેટલુંક ગજું ! આટલું બધું તોફાનની ઝાળ છે ને તેની સામે આટલું બધું માણસનું શું ગજું ? અને અહંકાર તો ઊભો જ રહ્યો છે. એક બાજુ જ્ઞાયક થવું છે, એક બાજુ અહંકાર ઊભો છે એ બે શી રીતે ભેગા રહી શકે ? એ શા માટે જ્ઞાયક ને ક્રમબદ્ધ પર્યાયને બધું આપે છે ? કે પછી આગળનો અગ્રલોચ ને આગળનું વિચારવાનું, ચિંતા બીજું બધું બંધ થઈ જાય, તો કંઈક આત્માનો અનુભવ થાય. એવા હિસાબે આ કરવા માંગે છે ! પણ અહંકાર ઊભો છે ને, ત્યાં સુધી આત્માનો અનુભવ શી રીતે થાય ? અને કર્મો નિરંતર બંધાયા જ કરે, રાત્રે-દિવસે બંધાયા જ કરે. કરનારો ઊંઘી ગયો હોય તો ય એ બંધાયા કરે કારણ કે મારે ઊંઘી જવું છે એમ કરીને સૂઈ ગયો છે ને !
પ્રશ્નકર્તા : એ અહંકારથી સૂઈ ગયો છે. દાદાશ્રી : હા, સૂઈ ગયો છે એટલે પછી કર્મ બંધાયા જ કરે આખી
આ લોકો તો શું કહે છે ? કે જ્ઞાયક થયા પછી આ પુસ્તકો વાંચવાનાં છે. પણ જ્ઞાયક થયા પછી તો જાણવાનું કશું રહેતું નથી. જ્ઞાયક થઈ ગયો એટલે આ જગત ક્રમબદ્ધ પર્યાય છે કે શું છે, એ બધું એને સમજાઈ જાય છે. બધા પર્યાયો ક્રમવર્તી જ છે, આ તો બધાને લક્ષમાં જ હોય ને.
એવું છે, આ જ્ઞાનમાં આગળ વધેલા હોયને એ બધું જાણે કે ગુણો છે એ સહવર્તી છે અને પર્યાયો બધા ક્રમવર્તી છે. આ તો કંઈ નવી વાત નથી, આપણા સાધુ-આચાર્યો હઉ આ વાત જાણે છે !! એટલે જો આ દરેકને માટે સાચી વાત હોય તો કોઈને ય વિરોધાભાસ ના થાય.
ભગવાન મહાવીરની વાણી પૂર્વ પ્રયોજીત ! પ્રશ્નકર્તા : ભગવાન એમ કહે છે ને કે આ જીવ અભવિ છે તો એ કેવી રીતે કહે છે ?
દાદાશ્રી : હા, અભવિ એ તો કોને કહેવાય છે કે જે પોતાના પુનર્જન્મને બિલકુલ સમજી જ ના શકે. એ બધા જ અભવિ.
પ્રશ્નકર્તા : તો એ અભવિ છે એમ કહ્યું પણ અભવિ એ અંધકાર એટલે પ્રકાશમય ભગવાન એ અંધકારને પણ જોઈ શકે છે ને ?
દાદાશ્રી : ના, જોઈ શકતા નથી. એ પોતે સમજી શકે છે કે આ અંધકારમાં છે. પણ ભગવાન અંધકારને જોઈ શકતા નથી.
પ્રશ્નકર્તા: પછી એ જીવનું આગળનું કશું દેખાય નહીં ભગવાનને ?
દાદાશ્રી : ના, કશું જ નહીં, કારણ કે અંધકાર જ છે અત્યાર સુધી. ફક્ત સમ્યકત્વિ જીવોને જ ભગવાન જોઈ શક્યા છે અને આની ઇતિહાસ પણ સાબિતી પૂરે છે કે જો અંદર ઊંડા ઉતરશો તો તમને લાગશે કે આ બધું સમ્પત્વિ જીવોને માટે જ છે.