________________
૨૪૪
આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા, એ આત્મા રૂપ થઈ જાય, પછી ક્રમબદ્ધ પર્યાયમાં આવે કારણ કે એ આત્મા, આત્મા બોલે છે, એટલે એ આત્મારૂપ થઈ ગયા એવું માને આ લોકો. આત્મારૂપ થવું એ સહેલી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : પોતાની મેળે તો થઈ શકાય નહીં ને ?
દાદાશ્રી : ના. અને એ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ પાસે આત્મા પ્રાપ્ત થયો તો ય આત્મારૂપ કહેવાય નહીં. ક્રમિક માર્ગના જ્ઞાની, એ ય આત્મારૂપ ના કહેવાય.
પ્રશ્નકર્તા : એ કેમ ના કહેવાય, જ્ઞાનીઓ આત્મારૂપ ?
દાદાશ્રી : આત્મારૂપ થયા પછી કરવાનું ના હોય કશું ! ત્યાં સુધી ક્રમિક માર્ગના જ્ઞાની ય આત્મારૂપ કહેવાય નહીં. આત્મારૂપ થવું સહેલું નથી બા ! આ જ્ઞાન તમને મળ્યું એટલે તમે આત્મારૂપ થઈ ગયા. એટલે તમે જાણો કે આ વસ્તુ બીજે બધે હશે દુનિયામાં !
પ્રશ્નકર્તા : જ્ઞાની કે તીર્થંકર મળે તો જ આત્મારૂપ થઈ શકે, નહીં તો કેવી રીતના થવાય ?
દાદાશ્રી : તીર્થંકરો એકલા જ આત્મારૂપ. જ્ઞાનીઓ જો આત્મારૂપ થયેલા હોય તો આગળ કશું કરવાનું રહેતું નથી એમને, અકર્તા ! અંધકાર હોય ત્યાં થોડું અજવાળું કહેવાય. તેથી કંઈ દહાડો ના કહેવાય. કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હોય તો કે એ ભણેલો માણસ છે પણ...
પ્રશ્નકર્તા : ગ્રેજયુએટ ના કહેવાય.
દાદાશ્રી : એવું આ આત્મા ના ગણાય. આત્મા જાણ્યા પછી કશું કરવાનું ના હોય. તમને નથી લાગતું ?
આપ્તવાણી-૧૧
૨૪૫ એમને આવે ત્યારે એને કહીએ કે ક્રમબદ્ધ પર્યાય જ છે આ બાજુ. એટલે ક્રમબદ્ધ પર્યાય કહે છે તે ય સ્વભાવમાં પરિણામ પામ્યા પછી કહેવાય. ગમે તે માણસ ક્રમબદ્ધ પર્યાય ન કહી શકે.
પ્રશ્નકર્તા : જ્ઞાયક સ્વભાવમાં આવે તે પહેલાં ક્રમબદ્ધ પર્યાય..
દાદાશ્રી : ના બોલાય, ના બોલાય. જોખમ છે, બહુ જોખમ. સર્વ સામાન્ય થઈ જાય તો જોખમ છે બ. એટલે બધા જ બોલે છેને એ. બધા જ ક્રમબદ્ધ પર્યાય બોલે છે. મેં કહ્યું, ના બોલાય આ. મોટી જવાબદારી છે ક્રમબદ્ધ પર્યાય બોલે તો.
એટલે વાત સાચી કહી છે, કે જ્ઞાયક સ્વભાવમાં આવ્યા પછી ક્રમબદ્ધ પર્યાય છે. એક વાક્ય એમનું તદન સાચું છે અને એ જવાબદારીવાળું વાક્ય છે અને લોકો જ્ઞાયક સ્વભાવમાં આવી ગયો છું એ માની લે છે, એ ભૂલ છે. એટલે મૂળ તત્ત્વ ભેદાયું નથી. મૂળ ભેદાય તો કામ થાય.
એતો હેતુ શો ?
આત્મજ્ઞાન થયેલું હોયને, તેને માટે ક્રમબદ્ધ પર્યાય કંઈક કહેવું હોય તો કહેવાય. ક્રમબદ્ધ પર્યાય એટલે તું ચિંતારહિત થઈ અને તું આત્મામાં રહે, પણ આત્મજ્ઞાન ના થયેલું હોય તેને ક્રમબદ્ધ પર્યાય કેમ કરીને કહેવાય ?
પ્રશ્નકર્તા: એ તો જ્યાં સુધી જ્ઞાયકભાવમાં સ્થિર ના થાય ત્યાં સુધી.
દાદાશ્રી : હા, એ તો જ્ઞાયક તો શબ્દ જ હજુ બોલતાં નહીં આવડતો ! એટલે આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી બધું નકામું છે. આ પુસ્તકો બધાં આત્મજ્ઞાન થયા ઉપરનાં છે, પણ એ શું જાણે છે કે આ બધાંને આત્મજ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન બધાને થઈ ગયું છે એવું માને છે. મને થયું હોય તેથી હું બધાને માની લઉં, એનો શો અર્થ છે ?
એવું છે ને, આ છે તે શાસ્ત્રો, એ બધાં શું કહેવા માંગે છે ? કે
પ્રશ્નકર્તા : લાગે છે.
દાદાશ્રી : એટલે આમ કરતાં કરતાં વાતને સમજવાની છે આપણે, ઈન શોર્ટકટ. કૃપાળુદેવે કહ્યું છે ને કે જડ જડ સ્વભાવે પરિણામ પામે, ચેતન ચેતન સ્વભાવે પરિણમે, સમજી લીધા પછી પણ. અને એ દશા