________________
૨૪૨
આપ્તવાણી-૧૧
વર્ષનું મકાન થઈ ગયું હોય, પછી એ રંગ-રોગાન કરીને મૂઓ નવું કરી આપે. આ બધી હરેક વસ્તુ ક્રમબદ્ધ પર્યાયમાં જ હોય છે. સ્થાવર, જંગમ બેઉ, એટલે તત્ત્વો અને અવસ્થા બે જ ક્રમબદ્ધ પર્યાયમાં હોય છે. તત્ત્વ ક્યું નથી ? ત્યારે કહે છે, ‘ભ્રાંતચેતન !’
પ્રશ્નકર્તા : એ ક્રમબદ્ધ નથી ?
દાદાશ્રી : હા, દેહાધ્યાસ ! દેહાધ્યાસ કહો, પણ એ ક્રમબદ્ધ નથી. પ્રશ્નકર્તા : એ શું દાદા, એ ન સમજાયું. એ જરા સમજાવો. દાદાશ્રી : અહંકાર છે એટલે અહંકાર આમે ય કરી શકે અને આમે
ય કરી શકે. આ દેહાધ્યાસ છે ત્યાં સુધી. અહંકારરહિત થયો એટલે ક્રમબદ્ધ પર્યાયમાં આવે છે.
જ્ઞાયક થયા પછી જ ક્રમબદ્ધ પર્યાય !
પ્રશ્નકર્તા : બધા છ એ છ દ્રવ્યનાં બધાં પર્યાયો ક્રમબદ્ધ છે. એમ અમે સમજીએ છીએ.
દાદાશ્રી : વાત તદ્દન સાચી છે. પણ એ ક્યારે ? જ્યારે તું શાયક થયા પછી. અત્યારે તો તું પોતે જ શેય છું ને તું આ ક્રમબદ્ધ પર્યાય કહું, તે ઊંધે રસ્તે ચાલ્યું એ ! બાકી એ તો એમ કહેતા'તા કે શાયક થયા પછી જ ક્રમબદ્ધ પર્યાય હોય ! પણ તેનું લોકોને કંઈ પડેલી નથીને ! શાયક જ થઈ ગયો છે, એમ માની લીધું.
પ્રશ્નકર્તા : જે માણસને સાક્ષાત્કાર થયો છે, એ જ આ ક્રમબદ્ધ પર્યાય સમજી શકે છે. એવું પણ કહ્યું છે.
દાદાશ્રી : હા, સાક્ષાત્કાર થયો એ સમજી શકે છે પોતે અને જેને આત્માનો સાક્ષાત્કાર નથી થયેલો તેને માટે કામનું જ નથી. એટલે આ ઉપદેશ આપવા જેવી ચીજ હોય. આ તો ખાનગી રીતે જેને જેને સાક્ષાત્કાર થયો હોય, એને સામાસામી ચર્ચા કરવાની જરૂર ! બીજું, ઉપદેશ આ પબ્લિકને આપવાની જરૂર નહીં. પબ્લિક ગાંડી થઈ જાય !
આપ્તવાણી-૧૧
૨૪૩
છે ખુલ્લો પુરુષાર્થ એમાં !
પ્રશ્નકર્તા : કેવળી ભગવાન એક રાજાને કહે કે તારે ત્રણ ભવ પછી મુક્તિ થશે. અને સાધુને કહે આંબલીનાં પાન જેટલા ભવ પછી તારી મુક્તિ થશે. એનો અર્થ એ થયો કે બાકી રહેલાં તમામ ભવની તમામ પર્યાયો નિશ્ચિત ક્રમબદ્ધ જ હોય તો પછી પુરુષાર્થથી એક પણ ભવ ઓછો થઈ શકે નહીં. સ્વપુરુષાર્થનું પ્રયોજન શું ?
દાદાશ્રી : ક્રમબદ્ધ એટલે શું ? એકથી દશ સુધી હોય, તે એકડો આવ્યો, એટલે બગડો જ આવે. બગડા પછી ત્રગડો, ત્રગડા પછી ચોગડો આવે, ચોગડા પછી દશ ના આવે, પાંચડો જ આવે. એનું નામ ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય એટલે એવું નિશ્ચિત નથી આ. એ પર્યાયો ક્રમબદ્ધ,
જે પર્યાય તમને આવીને ઊભો રહ્યો, પછી, ૪૮ આવ્યો એટલે હવે તમારે જાણવું કે ૪પ નહીં આવે, ૪૯ આવશે. આમ સમજ પડે છે ને ? એટલે ક્રમબદ્ધ પર્યાયનો અર્થ લોકો નિશ્ચિત છે, આવું માની બેઠા છે. તો તો પછી ભગવાનનું બધું જ્ઞાન બધું નિષ્ફળ જાય અને પુરુષાર્થ ખુલ્લો છે. ગુસ્સો કરે છે કે નથી કરતાં લોક ?
પ્રશ્નકર્તા : કરે છે.
દાદાશ્રી : અને પછી પસ્તાવો ય કરે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે આ ખુલ્લું છે હજુ તો, આ છે તે ભ્રાંતિનો ય પુરુષાર્થ છે અને ભ્રાંતિનો પુરુષાર્થ એ અહંકારનો પુરુષાર્થ, અને પછી જ્ઞાની પુરુષ પ્રકૃતિ જુદી કરી આપે તો સ્વપુરુષાર્થ ઉત્પન્ન થાય. તે સ્વપુરુષાર્થ પરાક્રમ સહિત હોય ! એટલે પુરુષાર્થ ખુલ્લો છે.
તથી સહેલું આત્મરૂપ થવું !
પ્રશ્નકર્તા ઃ પોતે સ્વપદમાં આવી જાય, આત્મા રૂપ થઈ જાય પછી જ એને આ ક્રમબદ્ધ પર્યાય લાગુ પડે છે ને !