________________
૨૪૦
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : એ ક્રમબદ્ધ પર્યાય પુદ્ગલને માટે જ છે ને !
દાદાશ્રી : ના, બધાને માટે.
પ્રશ્નકર્તા : આત્મા માટે પણ ક્રમબદ્ધ પર્યાય વપરાય ?
દાદાશ્રી : હા, પર્યાય તો ક્રમબદ્ધ જ છે. એ દરેકમાં ક્રમબદ્ધ પર્યાય હોય. આત્માના ય ક્રમબદ્ધ પર્યાય હોય. ત્યારે કોઈ કહે, ‘ક્રમબદ્ધ ના કહો તો શું અક્રમ છે ?” જેવા સંજોગો, એ પ્રમાણે પર્યાય ઉભા થાય એટલે ક્રમબદ્ધ કહેવા પડે. અને સંજોગો ક્રમિકના આધારે છે. સંજોગો ક્રમ છે. એટલે આત્માના પર્યાય સંજોગના આધારે જ થાય ને !
વ્યવસ્થિત અને ક્રમબદ્ધ પર્યાય !
પ્રશ્નકર્તા : હવે એ રીતે પર્યાય ક્રમબદ્ધ આત્માના પણ હોય, તો આત્માનો એક વખત મોક્ષ તો થઈ જ જાયને એ રીતે !
દાદાશ્રી : ના, વિશેષ પર્યાયમાં ઊતરે છે ને ! એ વિભાવિક કહે છે. વિભાવ એટલે જેને વ્યતિરેક ગુણ કહેવાય છે. એનાથી વ્યતિરેક પરિણામ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : ક્રમબદ્ધ એ તત્ત્વને લગતું છે અને વ્યવસ્થિત છે એ સંસારને લગતું છે. એવુ છે ?
દાદાશ્રી : વ્યવસ્થિત જુદી વસ્તુ છે. ક્રમબદ્ધ પર્યાય દ૨ેક તત્ત્વ પોતાના ક્રમબદ્ધ પર્યાય સાથે જ છે. એવું કહેવા માંગે છે. અને આ વ્યવસ્થિત શક્તિ છે ને એ તો પૌદ્ગલિક શક્તિ છે. અને આ વિભાવિક પુદ્ગલ છે ને તે ક્રમબદ્ધ નથી. સ્વભાવિક જે છે એટલું જ ક્રમબદ્ધ છે.
પ્રશ્નકર્તા : બાકી વિભાવિક થયા એ નહીં.
દાદાશ્રી : ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધ હોય તો કશું કરવાનું જ ના રહ્યું ને ! ક્રમબદ્ધ પર્યાય તત્ત્વને લાગુ છે. વિભાવિક તત્ત્વોને નહીં, શુદ્ધ તત્ત્વને લાગુ છે.
આપ્તવાણી-૧૧
૨૪૧
પ્રશ્નકર્તા : એટલે આત્મા શુદ્ધ તત્ત્વ છે એને એ ક્રમબદ્ધ પર્યાય
લાગુ પડે.
દાદાશ્રી : હા, હવે આ જ્ઞાન પછી તમે શુદ્ધાત્મા થયા એટલે ક્રમબદ્ધ પર્યાય ઉત્પન્ન થવાના હવે. આ જે જૂના પર્યાયો છૂટી ગયા પછી ક્રમબદ્ધ પર્યાયમાં જ આવી ગયું.
પ્રશ્નકર્તા : એટલે અક્રમ રહે નહીંને પછી ! અક્રમ ના થઈ શકે ?
દાદાશ્રી : અક્રમ ના થઈ શકે. અક્રમ હોય જ નહીં. અક્રમ તો
ફક્ત આ એકલું જ ભેદ વિજ્ઞાન જાણતા હોય, તો અક્રમ આત્મા આપી શકે, ભેદવિજ્ઞાની હોય તો. અક્રમ એટલે શું ? ક્રમ-બમ નહીં, લિફટમાં સીધું જ !
પ્રશ્નકર્તા : તો વચ્ચેનું બધું જતું રહે ? વચ્ચેના બધાં સ્ટેશન ? દાદાશ્રી : ઉડી જાય બધાં. સરળ રસ્તો પણ આ હોય નહીંને બધો, કાયમ માટે હોતો નથી. આ અમુક ટાઈમે દસ લાખ વર્ષે એક ફેરો નીકળે છે આ. તે કોઈ પણ નિમિત્ત બની જાય એમાં. પણ લાખો માણસો મોક્ષે ચાલ્યા જાય.
ત ભરોસો અહંકારીતો !
પ્રશ્નકર્તા : આપે જે ક્રમબદ્ધ પર્યાયનો દાખલો આપ્યો, ઘડાનો ને ઠીકરાંનો ને માટીનો, એ તો જડ વસ્તુના ક્રમબદ્ધનો આવ્યો, મિશ્રચેતનનું શું ? મિશ્રચેતનનું કેવું હોય, ક્રમબદ્ધ પર્યાયમાં ?
દાદાશ્રી : એનું આવું ને આવું જ બધું. ડખલ કરનારો રહ્યો નહીં ને તો બધું ક્રમબદ્ધ પર્યાય જ છે. પણ ડખલ કરે છે. એટલે ફેરફાર થઈ જાય છે. ડખલ કરનારો જીવતો છે. ડખલ કરનારો હોય ખરો ?
પ્રશ્નકર્તા : હોય ને ! અહંકાર હોય ને !
દાદાશ્રી : એ જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી ક્રમબદ્ધ પર્યાય
કહેવાય જ નહીં. ડખલ છે એની. એનો ડખો થઈ જાય પછી. ચાલીસ