________________
(૮) ક્રમબદ્ધ પર્યાય
વસ્તુતા પર્યાયો ક્રમબદ્ધ પણે
આપ્તવાણી-૧૧
૨૩૯ તૈયાર થયો તે ય ક્રમબદ્ધ પર્યાય છે. અક્રમ ના થઈ શકે. એકદમ જ કોઈ કહે, ‘માટી આમ કરીને નાખો બા.” તો વળે નહીં એ. એનું મૂળ સ્વરૂપે ના આવે, આપણે દળી નાખીએ પછી માટી થાય નહીં. તમને સમજાય છે હું શું કહેવા માગું છું તે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ક્રમબદ્ધ એટલે શું ? નિયમથી એક છોકરો પૈડો થાય છે તે ક્રમબદ્ધ પર્યાયથી કે અક્રમથી ?
પ્રશ્નકર્તા : હા, ક્રમબદ્ધ પર્યાયથી, ક્રમ પ્રમાણે થાય !
દાદાશ્રી : હવે પચાસ વર્ષનો થયા પછી આપણે કહીએ કે હવે આ છોકરો જવાન થશે, એ આશા ખોટી છે. એટલે એ ક્રમબદ્ધ પર્યાય એટલે, એનો ક્રમ હોય એ પ્રમાણે થાય.
આ મોટા મોટા મકાન હોય છે, રાજમહેલો. તે બાંધે છે ત્યારે કેવા હોય છે ? અને બસો-ત્રણસો વર્ષ પછી તોડે, ત્યારે કેવા હોય છે ?
પ્રશ્નકર્તા : તોડે ત્યારે ખંડેર જેવા જર્જરિત થઈ ગયેલા હોય અને બાંધો ત્યારે ભવ્ય હોય, આલીશાન !
દાદાશ્રી : એ બાંધે ત્યારે ભવ્ય થઈ જાય, ત્યારથી ક્રમબદ્ધ પર્યાયમાં ગયું. એ છેવટે આ થવાનું એટલે મકાન ઉત્પન્ન થાય છે ને છેવટે જીર્ણ થઈને તૂટી જાય છે તે ક્રમબદ્ધ પર્યાય !
આપણે શાકભાજી લાવ્યા પછી એનું રૂપ વધતું જાય ? કે ઘટતું જાય ?
પ્રશ્નકર્તા : ધીરે ધીરે ખરાબ થતું જાય ને ! દાદાશ્રી : એ ક્રમબદ્ધ પર્યાય છેવટે નાશ થઈને ઊભો રહે.
ક્રમબદ્ધ પર્યાય તો દરેક વસ્તુને લાગુ થાય છે. આ લોખંડ લાવીએ ત્યારથી જુનું થવા માંડે, કાટ ચડ્યા કરે ધીમે ધીમે, ખવાયા કરે. આ મન છે એ ક્રમબદ્ધ પર્યાયને આધીન છે.
પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં ક્રમબદ્ધ પર્યાય વિશે કહ્યું છે. ક્રમબદ્ધ પર્યાય એટલે શું ? વિગતથી જરા એ સમજાવો.
દાદાશ્રી : આ ઘડો માટીનો બનેલો હોય છે, ઘડો નહીં જોયેલો આપણે અહીં ?
પ્રશ્નકર્તા : હા, ઘડો જોયેલો.
દાદાશ્રી : હવે એ છે તે પુદ્ગલ છે ને ! એમાં ચેતન છે નહીં. હવે એ પુદ્ગલના દરેકને ક્રમબદ્ધ પર્યાય હોય. એટલે શું ? કે આ ઘડો હવે પછી ધીમે ધીમે જુનો થતો જશે. પર્યાયથી જુનો થઈને ઘસાતો જશે, આમ થતો જશે, તેમ થતો જશે એ પછી આવી અવસ્થા થશે, આવી અવસ્થા થશે. એમ કરતાં ભાંગી જશે ભાંગી જઈને પછી ઠીકરા થશે, ઠીકરાં પછી ઘસાતાં, ઘસાતાં, ઘસાતાં, ઘસાતાં, પછી ફરી માટી થશે. ઠેઠ માટી સુધીના પર્યાય, એ ક્રમબદ્ધ પર્યાય છે એના. અને માટીમાંથી ઘડો