________________
૨૩૬
આપ્તવાણી-૧૧
૨૩૭
આપ્તવાણી-૧૧ અને એની હાજરીથી અહીં બધી ક્રિયાઓ ચાલ્યા કરે.
વીતરાગોની આગવી શોધ !
તે બંધનમાં આવેલો ગણાય.
દાદાશ્રી : તમે આ ચંદુભાઈ માનો છો, એ જ ચાર્જ કરે છે. અને પછી ચંદુભાઈ જ બંધનમાં આવ્યા છે. આ જ્ઞાન મળી જાય, સ્વરૂપનું ભાન થઈ જાય, તો પછી ‘તમે ચાર્જ કરતા બંધ થઈ ગયા. એટલે પછી એકલું ડિસ્ચાર્જ હોય. તે ડિસ્ચજ તો બંધ કરી શકાય નહીં. ઇફેક્ટિવ હોય તો એ ઇફેક્ટ તો કોઈ બંધ કરી શકે નહીં. નવું ખાવાનું વખતે બંધ કરી દે, પણ ખાધું તેનું શું થાય ? સંડાસ ગયા વગર ચાલે ? એટલે આ જ્ઞાન” જેને આપેલું છે, એ બધાનું ચાર્જ બંધ થઈ ગયું છે.
પ્રતિષ્ઠા કરી થયો પ્રતિષ્ઠિત આત્મા !
કાર્ય કરનારી શક્તિ બીજી છે. એને શાસ્ત્રકારોએ પરસત્તા કહી છે. સ્વસત્તા જ સેલ્ફ રીયલાઈઝ થયા પછી આવે. ત્યાં સુધી સ્વસત્તા આવે નહિ, પરસત્તામાં છે. આત્મજ્ઞાન થયા પછી બધું થાય. અનાદિકાળથી આ જ ભ્રાંતિ પેસી ગઈ છે તે ભ્રાંતિ કાઢતાં ય બહુ ટાઈમ લાગે. કારણ કે એટલું, બધું નિકટવર્તી છે આ કે પોતાને ખબર ના પડે. ‘આ હું કરું છું કે બીજો કોઈ કરે છે ?” એ અત્યંત નિકટવર્તી છે. એટલે આ વીતરાગોનું સાયન્સ છે. બહુ ઊંચી શોધખોળ છે ને, ગૂઢાર્થ કેવો ? અત્યંત ગુહ્ય !!
એ સમજવા જેવું છે આ, સમજવું તો પડશે જ ને ! તમને કેમ લાગે છે ? સાર તો કાઢવો પડશે ને, નહીં કાઢવો પડે ? એટલે આ સાર કાઢવા માટે છે, આપણે આમાં સત્ય કરાવવું નથી. જે સત્ય છે તેને જ સત્ય રાખવું છે. કે સત્ય મારું છે એવું મારે કરાવવું નથી. મારું સત્ય હોતું જ નથી. સત્યનું સત્ય હોય છે.
હવે આ રિયલ અને રિલેટિવનો ભેદ પાડવો, તે જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને !!
અજ્ઞાનતાથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. એ પ્રતિષ્ઠા કર કર કરે છે ‘દેહમાં જ હું છું’ એવું અત્યારે માને છે, ને તેથી તેવું નવું સ્વરૂપ ઊભું થઈ રહ્યું છે. બાકી આ આત્મા છે જ નહીં. આત્મા, તો આમાં કોઈ કામ જ નથી કરતો. આત્મા ફક્ત લાઈટ આપ્યા કરે છે. એ લાઈટના આધારે આ બધું ચાલી રહ્યું છે. બાકી આત્મા કંઈ પણ કરતો નથી. આત્મા તો ભાવે ય નથી કરતો ને અભાવે ય નથી કરતો. આત્મા સ્વભાવમય જ છે. દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જ છે. સોનું સોનાના સ્વભાવમાં રહે, સોનું બીજા ગુણધર્મ ન બતાવે. એવું આત્માએ પોતાના ગુણધર્મ ક્યારે ય છોડ્યા નથી, છોડતો ય નથી ને છોડશે ય નહીં.
તો આ મશીનરી કેવી રીતે ચાલે છે ? આત્મા ચલાવે ? ના. આત્મા તો ખાલી પ્રકાશ જ આપે છે. તેનાથી આ ‘મશીનરી’ ‘ચાર્જ થઈ જાય છે. ને ચાલે છે. આ ‘લાઈટ’ની હાજરીમાં અહીં કૂદાકૂદ કરી એ પગ ઊંચા-નીચા કરીએ, તેમાં ‘લાઈટ’ શું કરે છે ? ‘લાઈટ’ની તો ખાલી હાજરી જ છે, એવી રીતે આ ચેતન કશું જ કાર્ય નથી કરતું, આ વાત જગતના લક્ષમાં નથી.
આ તો “અક્રમ વિજ્ઞાન’થી બધું ખુલ્લું થઈ ગયું છે. “મેં ‘આત્મા’ જોયો છે ને ‘આના” જેવો જોયો છે, કશું જ કામ ના કરે એવો