________________
આપ્તવાણી-૧૧
૨૫૧ પ્રશ્નકર્તા: જેને સમકિત હોય એ નવી જાતનું ચાર્જીગ ન કરે ?
દાદાશ્રી : ના થાય. થાય નહીં ને ! કર્તાપણું છૂટ્યું ને ! કર્તાપદ છૂટ્યું ને ! એટલે ડિસ્ચાર્જ એકલું રહ્યું. તે ભગવાન જોઈ શકે, એનાં શું પર્યાયો છે તે, પણ આના તો દેખાય જ નહીં ! એ ભગવાન તો શુદ્ધ ઉપયોગ એટલે પ્રકાશ અને અહંકાર એટલે અંધારું. પ્રકાશ અંધારાને જોઈ શકે જ નહિ. પકડી શકે જ નહિ કોઈ દહાડો. અંધારાને કાં તો પ્રકાશ થવું પડે કાં તો અંધારું ત્યાં પ્રકાશ હોય નહીં. એટલે બધું અવળું ઠોકી બેસાડ્યું લોકોએ. આત્મજ્ઞાન સિવાય નિવેડો નથી.
ભૂત, ભવિષ્ય જાણે તે કાળ વર્તમાન જ !
૨૫૦
આપ્તવાણી-૧૧ તીર્થકરોને ઉપદેશ આપવાનું કારણ જ હતું નહીં. આપણે પણ ડખો કરવાનું કારણ જ શું હતું તે ? જ્યાં સુધી અહંકાર છે અને તે ય પાછો ફરજિયાત અહંકાર છે. ભગવાન મહાવીર બોલે તો ય એ અહંકાર ના જાય કારણ કે ફરજિયાત અહંકાર છે. એ પછી આટલા ધર્મો સુધી ડેવલપ થતો થતો થતો થતો થતો પુણ્ય ને પાપ કરતો કરતો એના ફળો ભોગવતો ભોગવતો ભોગવતો જ્યારે છેલ્લા પર્યાય ઉત્પન્ન થવાના થાય ત્યારે સમ્યકત્વ થાય છે. એટલે ત્યાં સુધી આમાં અહંકારનો ડખો છે. નહીં તો એ ય નિયતિ.
પ્રશ્નકર્તા : તો એ નિયતિ જ થયું ને ?
દાદાશ્રી : ના. નિયતિ એકલી નથી. કાળ પાકે એટલે શું કહે છે કે નવ્વાણું આવ્યા પછી જ સો આવશે. પણ નવ્વાણું આવતા સુધીમાં તો શું નું શું ય કરી નાખે ત્યાં નિયતિ નથી. આ બધી બહુ ઝીણી વાત છે. એને માટે વિચારણા માંગી લે છે. જેટલી અમારી જોડે વાતચીત થાયને એની પર ખૂબ વિચારણા કરવાની જરૂર છે. નિયતિ જ કહેવામાં આવે તો તો શાસ્ત્રો કે કશાની જરૂર જ ના રહેત ને ! એ ક્રમબદ્ધ પર્યાય એકલો જ કહેવામાં આવે કે આ એકલું જ માની લો તો પછી આ શાસ્ત્રો, ભગવાન બધું ઉડાડી જ મેલ્યું કે ભગવાનની શાસ્ત્રોની શી જરૂર હતી !
ભગવાને જ કહ્યું છે કે અજ્ઞાની શું ના કરે એ કહેવાય નહીં. એવું ભગવાન જાતે શબ્દ બોલ્યા છે. વાત તો સમજવી પડેને ! બહુ ઝીણી વાત છે આ !
ન દેખાય અંધારું પ્રકાશને કદિ !
પ્રશ્નકર્તા : સર્વજ્ઞ ભગવાન ભૂતકાળના ને ભવિષ્યકાળના બધા ય પર્યાય જાણે ?
દાદાશ્રી : વર્તમાનમાં બધા પર્યાયને જાણે એવું. કૃપાળુ દેવે આનો બહુ સારો અર્થ કર્યો છે. એક સમયે આ પર્યાય આવા હતા તે પણ જાણે ને આ પર્યાય આવા થશે એવું પણ જાણે, સાવ આવા થઈ ગયા એવું ય જાણે.
એટલે એ સર્વજ્ઞ બધું જ જાણે છે એક કાળે તો તે ભવિષ્યકાળ ને ભૂતકાળ રહ્યું જ નહીં પછી, વર્તમાન કાળ જ છે બધું.
પ્રશ્નકર્તા : હા, એમને માટે વર્તમાન કાળ છે.
દાદાશ્રી : એટલે વર્તમાન કાળમાં ભવિષ્યકાળ દેખી શકે નહીં, એટલે પછી એમણે કહ્યું કે આવી રીતે દેખાય, તીર્થંકર ભગવાને, કે આ ઘડો આજે જોયો તે મૂળ આવી રીતે હતો. તેમાંથી આમ થયું, તેમાંથી આમ થયું, આમ પર્યાય થતા થતા માટી થઈ જશે. એવી રીતે જીવો છે, એટલે બધા પર્યાયને જાણે એ.
પ્રશ્નકર્તા : તીર્થંકર સર્વ જીવના સર્વ વસ્તુના પર્યાયને જાણે ?
પ્રશ્નકર્તા : અજ્ઞાની “વ્યવસ્થિત'ની બહાર જઈ શકે ?
દાદાશ્રી : વ્યવસ્થિત તો કેવું છે ? ડિસ્ચાર્જ એકલું જ વ્યવસ્થિત છે. ચાર્જ વ્યવસ્થિત નથી.
પ્રશ્નકર્તા: નવું ચાર્જીગ ગમે તે થાય. દાદાશ્રી : ગમે તેવું થઈ જાય. કો’કે સળી કરી કે નવી જ જાતનું.
દાદાશ્રી : હા.