________________
૨૩
આપ્તવાણી-૧૧ તથી કોઈ કર્તા, તે નથી થયું કર્યા વગર જગત !
અમે ખુલ્લું જેમ છે તેમ કહીએ છીએ કે ઉપર કોઈ બાપો ય નથી રચનારો, આ જગતને બનાવનારો ઉપર કોઈ બાપો છે નહીં. છતાં કર્તા વગર થયું નથી જગત. કર્તા કોને કહેવાય ? સ્વતંત્ર પાવરવાળો. આમ ભાવના કરે બધું ઊભું થઈ જાય, બધું તૈયાર. એને કર્તા કહેવાય. એટલે આ જગતનો કોઈ કર્તા છે નહીં ખરેખર અને કર્તા વગર થયું નથી. શું કહું છું ? તો પછી બે વાક્યો શી રીતે સાથે રહી શકતા હશે ?
પ્રશ્નકર્તા : એ સમજવું પડશે.
દાદાશ્રી : હા, એટલે આ જગત કોઈએ કર્યું નથી. અને કર્તા વગર થયું નથી. પેલા ભાઈનો ધક્કો એમને વાગ્યો ને, એમનો ધક્કો તમને વાગ્યો. આમને જોખમદાર તરીકે પકડે, એમાં એમનો શું ગુનો ?
પ્રશ્નકર્તા : એમનો ગુનો નથી.
દાદાશ્રી : ધક્કો બીજી જગ્યાએથી આવ્યો છે, એમાં આમનો શો દોષ બિચારાનો ? એવી રીતે આત્મા, ભગવાન પોતે સપડાયા આમાં ! કો'કના ધક્કાથી, તમને સમજ પડીને ?
ભગવાન નૈમિત્તિક કર્તા છે આનો. નૈમિત્તિક એટલે પોતે સ્વતંત્ર કર્તા કોઈ છે નહીં. સ્વતંત્ર કર્તા હોત તો બંધાત. નૈમિત્તિક કર્તાથી બંધાયો, પણ નિમિત્તથી છૂટી જશે. નિમિત્તથી કર્તાપણું થયું છે અને નિમિત્તથી પાછો છૂટી જશે. પણ જો સ્વતંત્ર કર્તા હોત તો છૂટવાનો વારો જ હોતો.
તથી ગુનેગાર નૈમિત્તિક કર્તા !
આપ્તવાણી-૧૧
૨૩૧ અને તમે ય કર્તા નથી. તમે નૈમિત્તિક કર્તા છો. આના નિમિત્તથી આમ થયું. બાકી નૈમિત્તિક કર્તાને ગુનેગાર કહેવાય નહીં. કોઈએ કશું જ કર્યું નથી આ જગતમાં. બધું નૈમિત્તિક કર્તા છે. સ્વતંત્ર કર્તા હોત તો બૂમો પાડત કે “માલિક છું.” કોઈથી માલિકપણું ના થાય આ જગતમાં. આવું નૈમિત્તિક બળ છે. કર્તા હોય તો તો માલિક થયો અને માલિક થયો ત્યાં આગળ મોક્ષ કે કશું હોય નહીં. આ બધું ધૂળધાણી થાય. મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં. મારો કોઈ ઉપરી નથી. તો તમારો ય ઉપરી કોઈ નથી.
પ્રશ્નકર્તા : એટલે નૈમિત્તિક કર્તામાં જે કર્તા હોય, એ એમ માને કે “હું નિમિત્ત છું.’ નૈમિત્તિક કર્તા છે, એવું જે જાણતો હોય, એ એમ માને કે બીજા ઘણાં કારણોને લીધે આ વસ્તુ થઈ રહી છે, તેમાંનો હું પણ એક કારણ છું એમ.
દાદાશ્રી : હા, એ તો પોતાની જાતને ખ્યાલ જ હોય ને કે “હું નિમિત્ત છું અને લોકો મને કહે કે ‘દાદા, તમે આમ કર્યું ને તેમ કર્યું.' પણ હું તો જાણું ને કે ‘હું નિમિત્ત છું.’ કર્તા થાય તેને કર્મ બંધાય.
અકર્તા કોનું નામ કહેવાય ? કે જે થઈ રહ્યું છે, પાર્લામેન્ટરી પદ્ધતિમાં તેને ‘જુએ ને જાણે એનું નામ અકર્તા. અકર્તા થઈ જાય તો થઈ રહ્યું, ખલાસ થઈ ગયું.
એકું ય કામ સ્વતંત્ર કરેલું હોય તેમ લાગે છે ? આ તો બધાએ ભેગા થઈને કર્યું. જે ભેગા થઈને બધા કરે એને પ્રારબ્ધ કહેવાય અને સ્વતંત્ર કરે એ પુરુષાર્થ કહેવાય.
પ્રશ્નકર્તા: આપે સમુદ્ર અને સૂર્યની વરાળનો દાખલો આપ્યોને ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આ જે કમળ ખીલે છે ચંદ્રની હાજરીમાં તો એ ચંદ્રથી ખીલે છે કે કમળ પોતે ખીલે છે કે કમળની ક્રિયાવર્તી શક્તિથી ખીલે છે ?
આ જગતમાં કોઈ કર્તા પાક્યો જ નથી. ચોવીશ તીર્થંકરો થયા, મહાવીર ભગવાન થયા પણ કોઈ કર્તા પાક્યો નથી. નહીં તો સ્વતંત્ર કર્તા કહેવાય. આ તો નૈમિત્તિક કર્તા છે.
એટલે આ જગતમાં કોઈ કર્તા છે નહીં. બધું નૈમિત્તિક કર્તા છે
દાદાશ્રી : ના, બેઉ ભેગા થયાં તે નૈમિત્તિક ભાવથી. ના ભેગાં થાય તો ના થાય. ચંદ્રને લઈને દરિયો ચઢે છે ને, જુઓ ને. એવું બધું આ