________________
આપ્તવાણી-૧૧
૨૨૯
પ્રશ્નકર્તા : હા, જીવાત્મા.
દાદાશ્રી : જીવાત્મા એ કર્તા કહેવાય. આત્મા કર્તા છે” એવું બોલાય નહીં. નોધારું ના બોલાય. ‘જીવાત્મા કર્તા છે' એવું બોલાય. હવે અજ્ઞાન દશામાં ‘આત્મા કર્તા છે” એમ કહે તો ય ચાલે. અજ્ઞાન દશામાં આત્મા કર્તા છે.
પછી બીજું વાક્ય ‘આત્મા નૈમિત્તિક કર્તા છે, આત્મા કર્તા નથી’ આત્મા નૈમિત્તિક કર્તા છે, એટલે આ પુલના નિમિત્તથી ભેગું થયેલું છે ને, એટલે કર્તા ગણાય છે એ. અને ભેગું ના થયું હોય તો એ નૈમિત્તિક કર્તા ય ના ગણાય. આ નિમિત્તને લઈને કર્તા ગણાય છે. આત્મા કર્તા નથી, એ રિયલ સત્ય છે.
૨૨૮
આપ્તવાણી-૧૧ છે. ‘હું કર્તા છું’ એવી પ્રીતિ જ છે. ‘હું કર્તા જ.’ ‘આ કોઈ કરે છે કે હું કરું છું ?” એ જો વિચાર્યું હોત તો ય આગળ વધત. ‘આ કોઈ કરે છે કે હું કરું છું', ના ખબર પડે ? તું વ્યવહારથી કર્તા માનું છું કે નહીં માનતો ?
પ્રશ્નકર્તા : વ્યવહારથી માનું છું !
દાદાશ્રી : વ્યવહારથી માનું છું ને ? હા, ‘વ્યવહારથી કર્તા ના માનવું' તે ય મિથ્યાત્વ અને ‘હું નિશ્ચયથી કર્તા છું' તે ય મિથ્યાત્વ છે. ‘હું કર્તા છું' એ ભાન મિથ્યાત્વ છે.
પ્રશ્નકર્તા : (૧) જીવાત્મા અને આત્મામાં ફેર શો ? (૨) આત્મા નૈમિત્તિક કર્તા છે, આત્મા કર્તા નથી. (૩) વ્યવસ્થિત કર્તા છે ? કે વ્યવસ્થિત નૈમિત્તિક કર્તા છે? (૪) પુદ્ગલ કર્તા છે કે પુદ્ગલ નૈમિત્તિક કર્તા છે ? આ સમજાવો.
દાદાશ્રી : જે પોતાની જાતને કર્તા માને છે એ જીવાત્મા છે. જે પોતાની જાતને કર્તા માનતો નથી એ આત્મા છે, એ સમજાયું તમને ?
પ્રશ્નકર્તા : હા, એ આમ સમજાયું છે પણ દાદા, ઘણા પૂછે છે.
દાદાશ્રી : એટલે જવાબ આવી રીતે આપવો. પોતાની જાતને એમ માને છે કે “હું જ આ કરું છું', એ જીવાત્મા સ્થિતિમાં છે, કહીએ. અને આ હું કર્તા નથી, બીજી કોઈ શક્તિ કરે છે, તેનાથી પર છે તે આત્મા છે. ‘હું કર્તા નથી’, એ ભાન થવું જોઈએ, એ ગમ્યું ના ચાલે.
પ્રશ્નકર્તા : હા, એનું ભાન પોતાને થવું જોઈએ.
દાદાશ્રી : કર્તા કોણ છે એનો ખ્યાલ આવ્યો હોય તો જ, ‘હું કર્તા નથી, એમ બોલાય. જીવાત્મા કર્તા છે એ રિલેટિવ સત્ય છે. આત્મા અકર્તા છે એ રિયલ સત્ય છે. હવે આત્મા કર્તા ક્યારે થાય ? વિભાવ, વિશેષભાવમાં હોય તો, એ સંસારી દશામાં એ આત્મા કર્તા છે. આગળ આવી ગયુને.
પછી “વ્યવસ્થિત કર્તા છે' એ ય ક્યારે કહેવાય કે અહંકાર ગયા પછી કહેવાય. અહંકાર ગયા પછી જે ક્રિયા થાય છે એટલે એમાં કર્તા વ્યવસ્થિત છે. અહંકાર જીવતો હોય ત્યાં સુધી છે તે વ્યવસ્થિત કહેવાય
નહીં.
‘વ્યવસ્થિત નૈમિત્તિક કર્તા છે ?” એ આમાં આવતું નથી જેની અંદર, એમાં “નૈમિત્તિક કર્તાની જરૂર જ ના હોય વ્યવસ્થિતમાં, વ્યવસ્થિત પોતે જ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, બધું નિમિત્ત એમાં ભેગું મળેલું જ છે, એ પોતે જ નિમિત્ત છે.
પછી “પુદ્ગલ કર્તા છે” એ સાપેક્ષ વાત છે, સાપેક્ષ એટલે રિલેટીવ વાત છે કે પુદ્ગલ કર્તા છે. જો મુગલ કર્તા હોય તો આ હલ કરવા માંડે. પણ તેમાં જે પુદ્ગલમાં આત્માનો પાવર ભરેલો છે....
પ્રશ્નકર્તા : એટલે ચાર્જ થયેલું પુગલ ? દાદાશ્રી : હા, ચાર્જ થયેલું. ચાર્જ થયેલું પુદ્ગલ કર્તા છે.
‘પુદ્ગલ નૈમિત્તિક કર્તા છે' એ શબ્દ ના હોય. કારણ કે પુદ્ગલ પોતે જ બધી વસ્તુઓની ભેગી થયેલી વસ્તુ છે.