________________
૨૨૨
આપ્તવાણી-૧૧ આ સોલ્યુશન એલજીબ્રામાં કરાવે છે. એ જોયું છે કે નહીં ! આ સમજમાં આવ્યું ?
પ્રશ્નકર્તા : સમજવાનો પ્રયત્ન કરું છું.
દાદાશ્રી : એટલે આનો ખરેખર કર્તા કોણ છે ? કે પુદ્ગલ છે. પણ એવું જ્ઞાનીએ જાણવું જોઈએ અજ્ઞાનીને કહેવાય નહીં. અત્યારે હું જ્ઞાની હોઉં તો ય પણ અહીં આગળ બહાર જવું અને કોઈ માણસને જરાક મારી ઠોકર વાગી અને એ માણસે પોલીસવાળાને ખબર આપી કે આ ભાઈએ મને ઠોકર મારી, એટલે પોલીસવાળો મને પૂછે કે કેમ તમે ઠોકર મારી ? તો મારાથી એવું ના કહેવાય કે જ્ઞાની છું અને આ ઠોકર તો આ પગલે મારી છે. ત્યાં મારે એમ કહેવું પડે કે ભઈ મેં જ ઠોકર મારી છે. આ વ્યવહાર છે. નિશ્ચયથી એવું નથી, નિશ્ચયથી પુદ્ગલ જ કર્તા છે. પણ વ્યવહાર છે એટલે મારે એમ વ્યવહારમાં કહેવું જ પડે, નહીં તો લોક કહેશે, તમે જ્ઞાની એટલે છૂટી ગયા કંઈ ? અહીં બતાવો, તમારું નામ લખાવો. એના કરતાં આપણે જ ડાહ્યા થઈને કહી દઈએ કે હું એ. એમ. પટેલ છું અને મારી આ ગુનો થયેલો છે. અંદર તમે ય એમ જાણો કે દાદાનો કશો ગુનો નથી, પણ અહીં લખાવું તો પડે જ ને ! વ્યવહાર છે ને ! એટલે વ્યવહારથી કર્તા છે.
જ્ઞાનીને એમ લાગે કે ‘હું કર્તા નથી’, પણ અજ્ઞાનીને તો એમ જ લાગે ને કે “આ કર્તા છે'. એટલે વ્યવહારથી કર્તા નથી, છતાં ય કર્તા કહેવું પડે આપણે. કારણ કે વ્યવહારથી કહે છે, એ નિશ્ચયથી કહેતો નથી. નિશ્ચયથી અકર્તા જ છે.
વ્યવસ્થિત એટલે જ પુદ્ગલ કર્તા !
આપ્તવાણી-૧૧
૨૨૩ કહે, નિશ્ચયથી કર્તા કોણ ? એ આપણે પાડ્યું છે કે નિશ્ચયથી કર્તા પુદ્ગલ છે. અને વ્યવહારથી પુદ્ગલ કર્તા નથી. પુદ્ગલ એટલે વ્યવહારથી જે પુદ્ગલ છે, બધાં ભેગા થયેલા તે કર્તા છે. શરૂઆતમાં તો વ્યવહારના લોકોને ધર્મ આપવાનોને, એટલે આત્મા કર્તા છે એમ કહેવું જ પડે. નહીં તો કહેશે કે ક્રોધ કર્યો, તે કહે, મેં નથી કર્યો. હોય બ્રાંતિ અને નથી કહે તે ચાલે નહીં. જો જ્ઞાન હોય ને તમે કહો કે “મેં નથી કર્યો', તે વાત ચાલે. કારણ કે તમને છે તે ‘ચંદુભાઈ’ ગુસ્સો કરે, તો તમને એની પાછળ હિંસક ભાવ ના હોય, અને પેલા અજ્ઞાનીને તો હિંસક ભાવ જ હોય, ચોખ્ખો જ ક્રોધ હોય, તન્મયાકાર ક્રોધ. હવે એ કહેશે ‘હું ય નથી કરતો’ એવું બોલે. એટલે કર્તા જ છે. જે જે ક્રિયા કરે, એનો કર્તા એ છે, જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી. એટલે અકર્તા થયો, જ્ઞાન થયા પછી. આપણને જ્ઞાન થયું એટલે “આપણે” અકર્તા ભાવે છીએ.
પ્રશ્નકર્તા : તો પુદ્ગલ કર્તા છે ?
દાદાશ્રી : આ તો તમને એટલા માટે કહીએ કે અત્યારે કોણ કર્તા છે આનો ? તો રીઝલ્ટ છે, આત્માનું કશું કરવાપણું રહ્યું નથી. એ આધારી શબ્દ છે.
પ્રશ્નકર્તા: તો ખરેખર કોઈ કર્તા નથી.
દાદાશ્રી : ખરેખર, તો જગતનું પુદ્ગલ જ કર્તા છે. પણ એવું બોલાય એવું નથી. આજે કોઈ એક્સેપ્ટ નહીં કરે બહાર. તેને સમજાય નહીં ને દહાડો વળે નહીં. એ તો કહે, ‘હું છું તો કર્તા છું.”
વ્યવસ્થિતતી પ્રેરણાથી પુદ્ગલ કર્તા !
જ્ઞાનદશામાં આત્મા અકર્તા છે. અજ્ઞાનદશામાં આત્મા કર્તા છે. આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. એટલે પુદ્ગલ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કર્તા છે. મૂળ કર્તા પુદ્ગલ છે તે આત્મા નૈમિત્તિક કર્તા છે.
નિશ્ચયથી તો અક્રીય અકર્તા છે, વ્યવહારથી આત્મા કર્તા છે, ત્યારે
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પેલું ‘પુદ્ગલ નિશ્ચયથી કર્તા છે” એ સમજાયું નહીં. કારણ કે જ્ઞાન લીધા પછી આપણે માનીએ છીએ, ‘વ્યવસ્થિત શક્તિ કર્તા છે’. ‘પુદ્ગલ કે આત્મા કર્તા નથી', એમ અમે સમજ્યા છીએ અને આપે હમણાં કહ્યું કે ‘નિશ્ચયથી પુદ્ગલ કર્તા છે.’ એ નથી સમજાતું.