________________
૨૨૦
આપ્તવાણી-૧૧
જ્ઞાનનો કર્તા છે. એનો પ્રકાશનો જ કર્તા છે. એ બહાર કોઈ દહાડો ગયો નથી. હવે એ જ્ઞાની પુરુષે જોયેલું. ત્યારે અહીં તો જેને ત્યાં જાય ત્યારે કહેશે, આત્માએ ના કર્યું તો કોણે કર્યું ? આત્માએ જ કર્યું ને, દાખલાં આપે, દાખલા ને દલીલો સાથે. તે આ અજ્ઞાન બધું ભરેલું. હવે આમાં શી રીતે જ્ઞાની થાય માણસ ?
પ્રેરક છે પાવર ચેતન !
એટલે પાવરની પ્રેરણા છે, આ ચેતનની નથી. જો ચેતનની પ્રેરણા હોત તો ચેતન બંધાય.
પ્રશ્નકર્તા : પાવર અને ચેતન બે જુદા જુદા છે ?
દાદાશ્રી : જેમ સૂર્ય અને અહીં આગળ ઊર્જા ઉત્પન્ન થાય ને એટલું જુદું છે, સૂર્યને લઈને ઊર્જા ઉત્પન્ન થાય, એટલું જુદું છે પાવર. એમાં સૂર્યનું કંઈ કર્તાપણું નથી. બીજી વસ્તુ ભેગી થઈ એટલે ઊર્જા ઉત્પન્ન થાય. જો તમે અહીં મોટો કાચ મૂકી દો જાડો તો એ કાચના આધારે, બીજી વસ્તુ ભેગી થઈ એટલે એનાથી બધું સળગે નીચે. એમાં સૂર્યને કંઈ લેવાદેવા નથી. આ વસ્તુ બીજી ભેગી થઈ તે એને લીધે છે. એ ખસેડી લો એટલે કશું નથી પાછું. હવે ખસે શી રીતે ?
પ્રશ્નકર્તા : ‘આત્મા સ્વભાવકર્મનો કર્તા છે, અન્યથા અકર્તા છે.’
એ સમજાવો.
દાદાશ્રી : હા. પોતાનો સ્વ સ્વભાવનો, સ્વભાવ કર્મનો કર્તા છે. બીજા કોઈ કર્મ કરતો નથી આત્મા. આ પ્રકાશ જેવો આત્મા છે. એ પોતાનો સ્વભાવ કરે, આ લાઈટ હોય એ પોતાનો સ્વભાવ કર્મનો કર્તા છે. અજવાળું આપે બહુ ત્યારે. એ કંઈ આપણને અહીં આગળ જમાડે નહીંને આમ મોંઢામાં કે પંખો ના નાખેને ! પંખો તો ફેરવે ત્યારે પવન આવે. આ લાઈટ પંખો ના નાખે ?
પ્રશ્નકર્તા : ના નાખે.
આપ્તવાણી-૧૧
૨૨૧
દાદાશ્રી : કેમ ?
પ્રશ્નકર્તા : એ એનો સ્વભાવ.
દાદાશ્રી : તેવું આ આત્મા આવું ખાય પીવે નહીં. આવું તેવું કશું ય કરે નહીં.
પ્રશ્નકર્તા : એ સ્વભાવ કર્મનો કર્તા એટલે ?
દાદાશ્રી : પોતાના સ્વભાવ, મૂળ જે સ્વભાવ, સ્વભાવિક સ્વભાવ. આ તો વિભાવ કર્મનો કર્તા કહ્યો છે. ભગવાને સંસારમાં કર્તા કહ્યો ને વિભાવ કર્મનો કહ્યો. બહુ ઊંડુ લાગે છે નહીં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આત્માનો સ્વભાવ હોય છે, પોતાનો સ્વરૂપ સ્વભાવ. સંસારનો કર્તા કહ્યો ભ્રાંતિથી કહ્યો. તો જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આ સંસારનો કર્તા છે, જ્યારે ભ્રાંતિ જાય ત્યારે સ્વરૂપનો કર્તા છે, પોતાના સ્વભાવનો કર્તા છે. અન્યથા અકર્તા છે. કોઈ બાબતમાં કર્તા છે જ નહીં.
પ્રશ્નકર્તા : પોતે કશું કરતો જ નથી !
દાદાશ્રી : કશું આવું કરે નહીં. આ જે કરીએ છીએને, આપણે કહીએ છીએ કે “આમ કર્યું, તેમ કર્યું.' એ આત્મા કરે નહીં.
પ્રશ્નકર્તા : અનુભવ વગર સમજાય એવું નથી. દાદાશ્રી : અનુભવ માટે તો અહીં આવવું પડે.
આત્મા તિશ્ચયથી અકર્તા, પુદ્ગલ વ્યવહારથી અકર્તા!
હવે વ્યવહારથી આત્મા કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. ત્યારે કહે છે, તો કર્તા કોણ ? તો પછી બીજી ત્રિરાશી મુકો. નિશ્ચયથી અકર્તા છે, તો નિશ્ચયથી કર્તા કોણ ? વ્યવહારથી કર્તા કહેવાય છે. ત્યારે બીજી ત્રિરાશી મૂકો કે પુદ્ગલ વ્યવહારથી અકર્તા છે અને નિશ્ચયથી કર્તા છે.