________________
૨૧૮
આપ્તવાણી-૧૧ એટલે અનુપચારિક વ્યવહારથી એ આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચારિક વ્યવહાર એટલે શું ? આ આઠ કર્મો, એ જે દેહ બંધાઈ ગયો છે, એમાં તમે કોઈ જાતનો ઉપચાર કરેલો ખરો ? કે આંખો કરવા માટે, કાન કરવા માટે કોઈ ઉપચાર કરવો પડેલો ? નહીં કરવો પડેલો ને ! આ વ્યવહાર અનુપચારિક છે. અનુપચારિક વૈજ્ઞાનિક વ્યવહાર છે આ. ઉપચાર નથી કર્યો, પણ કોઈએ કંઈક તો કર્યું ને ! ત્યારે કે આ વૈજ્ઞાનિક વ્યવહાર છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે અનુપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. એટલે આઠ પ્રકારના કર્મોનો કર્તા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય એનો કર્તા છે.
ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ઉપચારથી કોઈ માણસ ઘડો બનાવતો હોય, તો આપણે કહીએને કે આ કુંભારે જ ઘડો બનાવ્યો ! ના કહીએ ? આ ભાઈએ ઘર બાંધ્યું. આ કડિયાએ અમારું ઘર બાંધી આપ્યું, ઉપચારથી.
પ્રશ્નકર્તા : એટલે ઉપચારથી એટલે વ્યવહારથી.
દાદાશ્રી : ઉપચાર એટલે વ્યવહાર તો ખરો. આ ઉપચારિક વ્યવહારથી આ અને અનુપચારિક વ્યવહારથી આ. ઉપચારિક વ્યવહાર એટલે એને કામ ઉપચાર કરતો આપણે જોયો. અને આ અનુપચારિક ઉપચાર કરતો કોઈએ જોયો નથી. તો આ શી રીતે થયું ? ત્યારે કહે વૈજ્ઞાનિક રીતે અને પેલો ઉપચારથી તો આપણે જોઈ શકીએ છીએ કે ઘર બાંધવા માંડ્યું એણે. ઉપચારથી આપણે જોઈએ છીએ કે બેને દાળ, ભાત, રોટલી, શાક બધું બનાવી લીધું. એ ઉપચાર વ્યવહારથી કર્મનો કર્તા
આપ્તવાણી-૧૧
૨૧૯ પરિણતિમાં આવે ત્યાંથી એનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો.
અત્યારે સાધુ-આચાર્યો કહે કે તમારી પરિણતિ બદલો. તો સાહેબ, બદલું એટલે ક્યાં જઉં ? તમારી પરિણતિ ક્યાં બદલાઈ છે, એ મને કહો. ત્યારે મહારાજે ય પર પરિણતિમાં છે. એ કઈ પરિણતિ બદલવાની કહે છે ? કે આ અશુભ પરિણતિ છોડો અને શુભ પરિણતિ કરો. હવે એને ખરેખર પરિણતી નથી ગણાતી, પણ છતાં આ પરિણતિનો નીચો અર્થ લાવ્યા. બે જ પ્રકારની પરિણતિઓ એક સ્વપરિણતિ ને પરપરિણતિ. બીજે પરિણતિ ના વપરાય. પરપરિણતિ અજ્ઞાનીને હોય, સ્વપરિણતિ જ્ઞાનીને હોય. પરિણતિ, બીજે ડાઉન અર્થ વપરાય નહીં, છતાં ય વપરાય છે, અત્યારે તો એ ચાલુ જ છે.
કેવી કરામત સંયોગી પરમાણુઓની !
આ બધાં સંયોગોનું દબાણ છે. તેમાં જરાક દબાણ થાય ને હંમેશા, ત્યારે એની અસર થાય, ઈફેક્ટ થાય. અઈફેક્ટીવ હોવાં છતાં ઈફેક્ટ થાય. ત્યારે આત્મા તો જ્ઞાનની બહાર કોઈ દહાડો ગયો જ નથી, ક્રિયામાં તો ગયો જ નથી. પોતાનો સ્વભાવ જ્ઞાન છે, તે જ્ઞાન વિભાવીક થયું.
આપણે ઘણાં ફેરા નથી થતું ? કે ચક્કર ચઢે ને પછી બેભાન થઈ જઈએ ? તમારું નામ શું ? તમારું નામ શું ? પૂછે. ત્યારે લોક કહે છે ‘તે ભાન-બાન નથી”. તો આ એની અસરો આટલી બધી કરે છે. તો આ તો કેવડી મોટી અસર થયેલી છે. આત્મા ઉપર કે કેવું દબાણ આવ્યું હશે, ભયંકર. અને તે પણ સંયોગો બધાં કેવાં છે ? કે જેવું ભગવાનનું જ્ઞાન થાય, તેવું ત્યાં આકાર થઈ જાય, સંયોગી પરમાણુના ગુણ એટલાં બધાં સુંદર છે કે જેવું એમનું જ્ઞાન થાય એવો અહીં આકાર થઈ જાય છે.
હવે આ અજાયબી જ્ઞાની પુરુષે જોયેલી, વર્લ્ડ શી રીતે સમજી શકે !? જ્ઞાની પુરુષે એવું તે શું જોયું જ્ઞાનમાં ? કે આત્માને અકર્તા કહ્યો ? તો કોણ કર્તા ? ત્યારે કહે, એ કેવી રીતે થાય છે, એ જોયું. આ ક્રિયા કેવી છે, તે એમણે જોયું. ત્યારથી સચોટ થઈ ગયું કે સંસારનો કર્તા આત્મા નથી. આત્મા એનાં જ્ઞાનનો કર્તા છે. તે વિભાવીક જ્ઞાન, સ્વાભાવિક
હવે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે, આ સ્વપરિણતિ એનાથી નિજસ્વરૂપનો કર્તા થાય અને પરપરિણતિથી, અનુપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા થાય અને પરપરિણતિથી, ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા થાય. પરપરિણતિ એટલે કરે છે બીજો અને પોતે કહે ‘હું કરું છું આ’, એ પરપરિણતિ કહેવાય. એક મિનિટ પણ