________________
આપ્તવાણી-૧૧
જ્ઞાન-દર્શત ક્રિયાતો કર્તા...
૨ ૧૬
આપ્તવાણી-૧૧ આત્માએ આમાં કશું કર્યું નથી. આ સૂર્યનારાયણ હોય ત્યાં, ને ગધેડાનું ચિત્ર કાપીને ધરીએ તો ભીંત પર ગધેડાનું જ ચિત્ર દેખાય. એમાં સૂર્યનારાયણને શું કરવું પડ્યું ? તેમાં સૂર્યનારાયણ શું કર્તા ને શું નહીં કર્તા ? તે કહી આપો. સૂર્યનારાયણ કઈ અપેક્ષાએ કર્તા ને કંઈ અપેક્ષાએ નહીં ? પોતાનાં અસ્તિત્વની અપેક્ષાએ કર્તા છે. અને બીજી કોઈ અપેક્ષાએ કર્તા નથી. સૂર્યનારાયણ તો જાણતા ય નથી કે મૂઆ ગધેડાનાં ચિત્ર ઝાલીને ધરશે. એ કંઈ જાણે છે ? લોક તો જાતજાતનું ધરે એવાં છે ને. હવે અહીં આગળ ગધેડાનું ચિત્રપટ મૂક્યું હોય તો સૂર્યનારાયણ કર્તા છે ? ત્યારે કહે, એ હતા તો થયું. તે હવે આનું જોખમ. આ આવું આત્માને જોખમદારી આવી છે. લોક કહેશે, આત્મા એ કર્યા વગર શી રીતે થાય ?
કયું પુદ્ગલ ક્રિયાવંત ?
તો પછી કર્તા કોણ ? કોઈ કરનાર તો જોઈએ ને, હુ ઈઝ રીસ્પોન્સિબલ ? ત્યારે પુદ્ગલ પરમાણુ કર્તા છે ? ત્યારે કહે પરમાણુ ચોખ્ખા હોય, એ કર્તા હોઈ શકે નહીં. એનો ય સ્વભાવ તો ક્રિયાકારી છે, સક્રિય છે સ્વભાવ, પણ કર્તાપણું ના હોય. ત્યાં કહે છે, પુદ્ગલનો છે આ ગુણ. ત્યારે પુદ્ગલ એટલે શું ? એ જે પાવર ચેતનવાળું છે એ પુદ્ગલ કરે છે. આ પાવર ચેતન જેને આપણે મિશ્રચેતન કહ્યું. ખરેખર ચેતન નથી, મિશ્રચેતન છે તે ચેતન જેવું કાર્ય બધું કરે, પણ ચેતન નહીં.
પ્રશ્નકર્તા : પાવર ચેતન કહ્યું આપે.
દાદાશ્રી : હા, એ આપણી ભાષામાં એ વિજ્ઞાન બહાર પાડ્યું. કારણકે મિશ્રચેતન લોકોને સમજાતું નથી, એટલે આપણે પાવર ચેતન કહ્યું. એનો શો ભાવાર્થ ? કે ભઈ, ચેતનની હાજરીમાં એના સ્પર્શનાથી પુદ્ગલ પણ પાવર ચેતન થાય છે. કેવી રીતે ? ત્યારે કહે, બેટરીમાં સેલ હોય છે તો સેલ આપણા ચાલુ થઈ જાય. પણ પાવર સેલ છે. પાવર ભરેલો ખલાસ થઈ જશે એટલે પાછું બંધ થઈ જશે. એવું આ પાવર ચેતન છે તે પાવર ઊડી જશે એટલે અચેતન પડી રહેશે.
પ્રશ્નકર્તા : “આત્મા પણ ક્રિયા સંપન્ન છે. સર્વ પદાર્થ ક્રિયા સહિત જ જોવામાં આવે છે. પરિણામ ક્રિયા સહિત, આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. અનુપચારિક વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. અને સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર. આ જરા વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : હવે કર્તામાં વિવેચન કરીએ કે જો તમે સ્વભાવમાં આવી જાવ, સમ્યગ્દર્શનમાં. તો પછી નિજસ્વરૂપનો કર્તા થાય. અને જ્યાં સુધી દેહાધ્યાસમાં છે ત્યાં સુધી તમે છે તે આ સંસારના કર્તા છો.
પ્રશ્નકર્તા : તો એમાં આત્મા કર્તા કહેવાય ? દાદાશ્રી: પણ વ્યવહારથી કર્તા કહ્યું છે ને ! પ્રશ્નકર્તા : પણ નિજસ્વરૂપનો કર્તા કહ્યો એ કેવી રીતે ?
દાદાશ્રી : હા, નિજસ્વરૂપનો કર્તા એટલે ત્યાં બીજા શેનો કર્તા ? પોતાની જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે, પોતાના સ્વરૂપનો કર્તા છે. એટલે જ્ઞાન-દર્શનની ક્રિયાનો કર્તા છે પોતે, કારણ કે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત હોવાથી, પર્યાય ઉત્પન્ન થાય વિનાશ થાય, પર્યાય ઉત્પન્ન થાય વિનાશ થાય. એટલે ત્યાં સિદ્ધ સ્થિતિમાં રહીને પણ આ બધું જ્ઞાન એને ઉદય થયેલું દેખાય પછી નાશ થયેલું દેખાય, પર્યાયો જ દેખાય બધા.
પ્રશ્નકર્તા : એટલે એ દ્રષ્ટા છે, પણ કર્તા કેમ કહેવાય ?
દાદાશ્રી : નિજસ્વરૂપનો કર્તા, આ લોકોને સમજાવવા માટે બોલવું તો પડે ને ! બીજો કોઈ શબ્દ તો મૂકવો પડે ને ! પછી પોતે તે રૂપ થશે ત્યારે સમજી જશે કે શું કહેવું છે. તે પણ ત્યાં સુધી કંઈક એને સંકેતિક તો કહેવું પડે ને ! તે આ સંકેતિક ભાષા છે.