________________
૨ ૧૪
આપ્તવાણી-૧૧ તો આમણે ધક્કો માર્યો તેમાં હું શું કરું ? અને હું તો શુદ્ધાત્મા છું'. એવું ચાલે નહીં ત્યાં આગળ. તમે શુદ્ધાત્મા થયેલા છો એ વાત સાચી. પણ અહીં વ્યવહારમાં જ્યાં આવ્યું, ત્યાં આગળ તમારે કહેવું કે ‘ના, ચંદુલાલ છું.’ એટલે આ લોકોના વ્યવહારથી આનાં કર્તા તમે છો. અંદરખાને તમારે જાણવું કે આ વ્યવહારથી કર્તા, ખરેખર કર્તા નથી ને. નહીં તો તમે લોકમાં એમ કહો કે “મને શું અડે ! મારે શું લેવાદેવા ? હું તો શુદ્ધાત્મા છું, મને કશું અડે નહીં’. તો ય એ માર પડે. આટલું જ વ્યવહાર. તેમને સમજાયું, હું શું કહેવા માંગું છું તે ? ત્યાં આગળ અમે કહીએ, ‘હા, ભાઈ, મેં કર્યું બા. મારા હાથે થયું છે આ.' અમે જાણીએને, વ્યવહારને તો આપણે ઉથામીએ જ નહીં ને ? વ્યવહારને તો જેવું દેખાશે એવું કહેશે. આ વ્યવહારનો ઉકેલ લાવવાનો છે. - વ્યવહારમાં કર્તા એટલે “હું પોતે કર્તા નહીં’ એમ માનવાનું. અને લોકો કહે તો ‘હા’ કહેવાનું. બોલવા ખાતર બોલવાનું. લોક કહે, ‘તમે આ કેમ કર્યું ?” ત્યારે કહે, ‘ભઈ ફરી નહીં કરીએ.’
બાકી આપણે કર્તા નથી. આપણે એટલું સમજીએ કે વ્યવહારમાં તો આ જ ભાષા હોય, માટે એ ભાષાને ઉદ્ધતાઈથી આપણે જવાબ ના આપવો જોઈએ, નહીં તો આપણે જ્ઞાની ના કહેવાઈએ, ઉદ્ધત જવાબ આપીએ તો ! એટલે અમારે કહેવાનું કે ‘ભઈ, અમારી ભૂલ થઈ, હવે નહીં કરીએ ફરી.” દુનિયા જોડે વાતચીત કરવા માટે અમારે ‘એ. એમ. પટેલ’ થવું પડે.
એટલે આ વીતરાગ વિજ્ઞાન તો ઓર જાતનું છે, પણ આખું વિજ્ઞાન અવળી બાજુ ખસી ગયું છે, કર્તા ભાગ તરફ. વ્યવહારમાં કર્તા છે, તેનો દુરુપયોગ થયો.
આત્મા સ્વભાવકર્મનો કર્તા
આપ્તવાણી-૧૧
૨૧૫ પ્રશ્નકર્તા: પણ એનો ફોડ નથી આપ્યો. “આ વ્યવહારથી કર્તા છે, વ્યવહારથી ભોક્તા છે” એવું એમાં ક્લિયરન્સ નથી, એટલે લોકો વધારે ગૂંચાયને ?
દાદાશ્રી : ના. આમને વ્યવહારથી કર્તા કહો, તો ય આમને વ્યવહારની જ ખબર નહીં ત્યાં આગળ પછી શું ગૂંચાવાનું ? ગૂંચાયેલાં જ છે, એમને શું ગૂંચાવાનું ? ‘વ્યવહાર શું છે' એ જ ખબર નથી. વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. પણ વ્યવહાર જ સમજણ પડી નહીં ત્યાં શું ? વ્યવહાર જ બધો ગૂંચાયેલો છે અને ‘આત્મા ક્યાં છે તે જ ખબર નથી. એ તો આ મિકેનિકલને આત્મા માને છે અને “આને સ્થિર કરું તો મોક્ષ થઈ જાય', કહે છે.
પ્રશ્નકર્તા : ક્રમિકમાર્ગમાં એ જ છે, પછી બીજું શું કરે ?
દાદાશ્રી : ક્રમિકમાર્ગમાં એ છે, એ વાત સાચી છે, એમાં ખોટું નથી. પણ જ્યારે ત્યારે પાછું, અમુક પ્રમાણમાં આવે છેને એટલે છૂટું પડી જાય છે. એટલે ત્યારે વ્યવહાર સમજાય છે. વ્યવહાર ક્યાં સુધી સમજાય છે ? કે જ્યાં સુધી એને બે ભાગ જુદા સમજાય નહીંને ત્યાં સુધી વ્યવહાર બધો ચાલુ જ રહેવાનો. ‘વ્યવહારથી કર્તા છે' એ વસ્તુ જ મુખ્ય સમજવા જેવી છે. ‘વ્યવહારથી કર્તા છે” એ વાક્ય જો સમજેને, તો બહુ કલ્યાણ કરી નાખે.
આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી કર્તા એટલે ડ્રામેટિક્કી કર્તા છે, ખરી રીતે કર્તા નથી.
તથી આત્મા પ્રેરક કોઈતો !
કર્તાભાવ કોઈનો છૂટ્યો નથી. અને ઊર્દુ શાસ્ત્રોએ તો એવું સમજાવ્યું છે કે “આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે.” હવે એ કર્તાપણું શી રીતે છૂટે ?
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિની ગાથા છે. ‘હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ?
જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” એ સમજાવો.
દાદાશ્રી : ચેતન જો પ્રેરણા કરે ને, તો પ્રેરક ગુનેગાર છે. એટલે પ્રેરણા કરતો જ નથી ચેતન.