________________
૨૧૨
આપ્તવાણી-૧૧
અધિકાર છે. વ્યવહાર તો જેવું દેખાય એવું કહેવું પડે ને !
પ્રશ્નકર્તા : આ નથી કરતો એને જગત આખું ય કહે છે ‘હું કરું છું', એની એ જે માન્યતાની આંટી કાઢવી, એ અહીં જ્ઞાન મળ્યા પછી નીકળે છે બધું.
દાદાશ્રી : પણ આંટી નીકળે જ નહીં ને ! એ આંટી નીકળે ત્યારે તો ભગવાન થઈ જાય. એ આંટી જ માયા છે, ભગવાનની માયા બીજી કોઈ નથી.
પ્રશ્નકર્તા : એટલે અહીં તો ‘સારું કર્યું’ કે ‘ખોટું કર્યું’ એ કર્તાપદ જ આખું ઊડી જાય છે.
દાદાશ્રી : ઊડી જાય, કર્તા ના હોય ને વગર કામનો આપણે કર્તા માનતા હતા ! એ તો સારું છે એટલું બોલે છે કે ‘હું શેવિંગ કરું છું’. નહીં તો જોડે એમે ય બોલે ‘વાળ ઉગાડું છું હું' ! કેમ એવું નથી કહેતા, ‘હું માથું દુ:ખાડું છું !' ‘હું માથું દુ:ખાડું’ એવું બોલે ? ‘એ એની મેળે દુ:ખ્યું', કહેશે.
કે
પ્રશ્નકર્તા : નહીં તો નિમિત્તને પાછું કહેશે “તેં દુઃખાડ્યું મારું માથું'. આત્મા, વ્યવહારથી કર્તા...
પ્રશ્નકર્તા : ‘આત્મા કર્તા છે ને ભોક્તા છે', એટલે શું સમજવું ?
દાદાશ્રી : એ તો વ્યવહારથી કર્તા છે. નિશ્ચયથી તો સ્વભાવનો કર્તા છે. ખરી રીતે સ્વભાવનો કર્તા છે. વ્યવહારથી લોકોને એમ દેખાય
છે કે ‘આ મેં કર્યું’ ! ખરેખર એવું નથી. પણ વ્યવહારમાં એવું તો કહેવું
પડે ને ! અત્યારે અહીંથી જતો હોઉં અને આમ ચાલતાં ચાલતાં કોઈ માણસ મને અથડાયો, તે માણસ નબળો હતો ને પડી ગયો, ને ત્યાં આગળ એ મરી જાય ને પોલીસવાળો મને પકડે ને મને કહે કે, “તમારું નામ લખાવો.’ તો મારે ‘એ. એમ. પટેલ’ લખાવવું પડે. ત્યાં એવું ના કહેવાય કે ‘હું શાની છું’. કારણ કે વ્યવહારથી આ કર્મનો કર્તા હું છું. ખરી રીતે હું આનો કર્તા નથી. એટલે પોલીસવાળો તો વ્યવહા૨ જુએને,
આપ્તવાણી-૧૧
જુએ એવું કહે ને ?
પ્રશ્નકર્તા : એટલે એ નૈમિત્તિક કર્તા ને ?
૨૧૩
દાદાશ્રી : પોલીસવાળો નૈમિત્તિક કશું ગણે નહીં. ત્યાં તો વ્યવહારથી કર્તા જ ગણાય. આવી રીતે ભગવાને આત્માને વ્યવહારથી કર્તા કહ્યો છે. વ્યવહારથી એટલે શું કે રિયલ નહીં, પણ લોકો એમ કહે કે આ તમે કર્યું છે, એવું વ્યવહારથી કહેશે.
લોકો એમ કહે કે આ ચંદુભાઈએ કર્યું. હવે તમને એમ લાગે કે આમાં તો મારી ઈચ્છા નથી. મારું ચિત્ત બીજી જગ્યાએ હતું અને આ દેહથી જે કંઈ એ થયું, એમાં મારી ઇચ્છા નથી. છતાં આ લોકો એમ કહે છે, ચંદુભાઈએ કર્યું. એનું કારણ શું ? ત્યારે કહે કે, ‘વ્યવહાર તો એવું જ કહેશે. વ્યવહાર તો જેવું દેખશે તેવું કહેશે'. વ્યવહાર એકઝેક્ટ ફીગર આપી શકે નહીં. એટલે વ્યવહારમાં કર્તા છે અને ખરેખર વાત પોતે સમજે તો પોતે અકર્તા છે. એટલે વ્યવહારથી કર્તા કહ્યો, પણ આ તો લોકોએ પોતે કર્તાપણું માની લીધું કે ‘હું જ કર્તા છું.’ એટલે આ રોંગ બિલીફ બેઠી કે ‘હું કર્તા છું”.
એટલે વ્યવહારથી આત્મા કર્મનો કર્તા કહેવાય. સહુ લોક કહે કે ભઈ, આણે કર્યું. તો આપણાથી ના ન કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું, મેં નથી કર્યું.' એવું ના બોલાય. વ્યવહારને આપણે કબૂલ કરવો જ જોઈએ. પોલીસવાળો કહે કે, ‘ચાલો ચંદુલાલ, આ ગુનો કેમ કર્યો ?” ત્યારે કહે કે ‘ભઈ, હું શુદ્ધાત્મા છું’ એવું ના ચાલે. ‘હું ચંદુલાલ છું’ એવું કહેવું પડે. એટલે વ્યવહારમાં આપણે કર્તા છીએ અને નિશ્ચયમાં, ખરેખર, ખરી રીતે આપણે કર્તા નથી. વ્યવહારમાં તો હા પાડવી પડે આપણે. કારણ કે પેલાને શું ખબર કે તું ચંદુલાલ છે કે શું છે ? અને એણે જોવાની જરૂરે ય શું ?
વ્યવહારથી કર્તાનો ભાવાર્થ શો છે ? એમ માનો ને કે તમારી જોડે આ ભાઈ ઊભા છે, એનો ધક્કો તમને વાગ્યો અને તમારો ધક્કો આમને વાગ્યો, હવે આ વાંધો શું ઉઠાવે ? કે ‘ચંદુભાઈ, તમે મને પાડી નાખ્યો.’ હવે તમને વાંધો આવ્યો. હવે તમે શું કહો ? કે ‘હું તો નિમિત્ત છું, મને