________________
૨ ૧૦
આપ્તવાણી-૧૧ જાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : લેબલ માર્યું હોય તો ના પીવે ને પછી. દાદાશ્રી : ના, પણ લેબલ મારેલું છે તેને ય આવું પીવે છે.
એવું છે વૈષ્ણવો છે તે આત્માને કર્તા માનતા નથી, શિવધર્મી આત્માને કર્તા માનતા નથી, વેદાંતધર્મી આત્માને કર્તા માનતા નથી, જૈનો એકલા આત્માને કર્તા માને છે. આ છે તે તીર્થંકરોએ કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે'. બાય રિલેટીવ વ્યુ પોઇન્ટ આત્મા કર્તા છે. તો આપણે પૂછીએ કે સાહેબ પણ રિયલ વ્યુ પોઈન્ટથી, કહો ને ? ત્યારે કહે, રિયલ વ્યુ પોઈન્ટથી કર્તા નથી. હવે લોકો રિલેટીવને બદલે રિયલ સમજી ગયા.
હવે એને જ ચાવાદ હું બોલું છું. પણ કઈ અપેક્ષાએ છે તે આ ! લ્યો, વેદાંત અપેક્ષાએ ના કહ્યું અને એમ કહ્યું કે આત્મા શુદ્ધ જ છે. હવે એનાથી શુદ્ધ થતું નથી. કારણ કે આત્મા શુદ્ધ છે ને હું દુઃખી શું કરવા થઉં છું ? જો આત્મા શુદ્ધ છે, તો એને દેહ શું કરવા ધારણ કરવો પડે છે, તે અહીં પોતે રહ્યો જ શું કરવા? શું ભગવાનની ભૂલ કાઢી છે ! આ શું કહે છે તીર્થંકર મહારાજ કે અમુક અપેક્ષાએ શુદ્ધ છે, અમુક અપેક્ષાએ અશુદ્ધ કહે છે ! એટલે આપણે સ્વાવાદ કહ્યું કે માણસ પૂરું સમજણ જો સમજીને આગળ ચાલે, તો ફરી વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. એટલે વેદાંતમાં કોઈ માણસ એવું નહીં માને કે “આત્મા કર્તા છે” એવું. ‘આત્મા શુદ્ધ જ છે, અક્રિય છે” એવું સમજે છે.
ત્યારે લોકો શું કહે છે? “ભગવાને કહ્યું છે, “આત્મા કર્તા છે', તમે ના કહો છો ?” મેં કહ્યું, “ભગવાને ‘કર્તા-ભોક્તા” કહ્યું, પણ એ ચોપડવાની દવા કહી’તી, તમે પી ગયા. શું થાય પછી ?”
પ્રશ્નકર્તા : એને સાચું માન્યું ?
દાદાશ્રી : માન્યું જ છે ને, સાચું. તેમ જ કહે છે ને, ‘હું કરું છું.” બીજો કોઈ કરે છે ? બીજો કોણ કરે ? બીજો કોઈ છે જ કોણ છે ?
આપ્તવાણી-૧૧
૨૧૧ ભગવાને આત્મા વ્યવહારથી કર્તા કહ્યો છે. તે લોકોએ નિશ્ચયથી માની લીધો તેની આ મુશ્કેલી ઊભી થઈ છે. અત્યારે આત્માને નિશ્ચયથી કર્તા જ માનવામાં આવે છે. આમ આપણે કહીએ, નિશ્ચયથી ? ત્યારે કહે, ‘નિશ્ચયથી અકર્તા છે, પણ વ્યવહારથી કર્તા'. પણ એમના રૂપકમાં ‘નિશ્ચયથી જ કર્તા છે એવું માની બેઠા છે. એટલે કહેશે, “આ છોડવું પડશે ને આ છોડવું પડશે ને આ છોડવું પડશે’. ‘અલ્યા, તેં બાંધ્યું હતું કે તું છોડું છું? તે બાંધ્યું જ ન હતું, ત્યાં છોડવાનું ક્યાં રહ્યું છે ? ભ્રાંતિ જાય એવું કામ કરજે'.
એટલે છૂટું જ છે. આ તારી ભ્રાંતિ છે કે હું જ ચંદુલાલ અને હું જ કર્તા છું'. ‘હું ચંદુલાલ છું’ એ ભ્રાંતિ ગઈ, તો તારે છૂટું જ છે. એટલે ‘બ્રાંતિ કાઢ' કહે છે. ભગવાને ભ્રાંતિ કાઢવાની કહી હતી, તે હવે લોકો કર્મ કાઢે છે. આ છોડે છે ને તે છોડે છે. હવે છોડવાનો અધિકાર પુદ્ગલના હાથમાં છે, વ્યવસ્થિતના હાથમાં. ત્યારે પોતે છોડવા ગયો. ફક્ત પોતાને ભ્રાંતિ કાઢવાનો અધિકાર છે ત્યારે તે કાઢવાનું કરતો નથી.
અલ્યા, મૂઆ તે કર્યું છે શું અત્યાર સુધી, કહે ! વગર કામનો, કરવાનું-કરવાનું ! આ તો તું કહું છું કે “આ મેં કર્યું. પણ એ છે તે પૂર્વકર્મ છે ! ત્યારે કહેશે, “મેં કશું કર્યું જ નથી ?” ત્યારે કહે, “ના, ભાવકર્મ કર્યું ફક્ત, બીજું તો બધું પરસત્તાના હાથમાં છે'. એ કર્તાપણામાં બીજી કોઈ વસ્તુની જરૂર નથી. સ્વભાવનો કર્તા છે, તેને બદલે વિભાવનો કર્તા થયો, એટલું જ. તેમાં કશું કર્યું નથી. પછી આવ્યું આ, હિસાબ પરિણામ આવ્યું. ભાવકર્મનું રિઝલ્ટ આવ્યું આ ઈફેક્ટ અને ઈફેક્ટ છે. તે પારકી સત્તાના હાથમાં છે, પરસત્તા !
આટલી જ આંટીએ બંધાયા ભગવાત !
જગત આખું ય ‘નથી કરતા', તેને કહે છે, “હું કરું છું’ અને ‘કોણ કરે છે તેને જાણતો નથી. કઢી પોતે કરતો નથી અને કહે છે, “હું કઢી કરું છું.” આપણે કહીએ કે ‘વ્યવહારથી કહો છો કે ખરેખર ?” “અરે, ખરેખર જ હું કરું છું, તો બીજું કોણ કરે છે ?’ વ્યવહારથી કહેવાનો