________________
(૭) આત્મા-વ્યવહારથી કર્તા-નૈમિત્તિક કર્તા
આપ્તવાણી-૧૧
૨૯ છતાં એટલું સમજી જાય, કારણ કે વિચારક બુદ્ધિ ખરી ને ! તે સમજી જાય કે ‘સાલું આ કર્યું કે થયું ? આ કર્યું કે થયું ?” એમ કરતાં કરતાં છેવટે લખી નાખ્યું, ‘ઇટ હેપન્સ’ ? અનુભવથી ખોળી કાઢેને, તારણ તો ખોળી કાઢે ને ! કો'ક તો નીકળે ને !
પ્રશ્નકર્તા : બહુ ઓછાં.
દાદાશ્રી : કો'ક, બહુ જૂજ માણસ. અને આપણે અહીં તો નરસિંહ મહેતા જેવા બોલે કે ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા'. અને વીતરાગો એ સ્યાદ્વાદ કહેવા ગયા, ત્યારે લોકોએ એકાંતિક કરી નાખ્યું.
ચાદ્દવાદ એટલે આત્મા નિજ પરિણામથી નિજ સ્વભાવનો કર્તા છે. અને પર પરિણામથી વિભાવનો, વિશેષભાવનો કર્તા છે. એટલે આત્માને કર્તા સ્થાપન કર્યો તીર્થકરોએ અને કર્તા છે માટે ભોક્તા સ્થાપન કર્યું, તીર્થંકરોએ. પણ સ્વાવાદ છે એ, એકાંતિક નથી. તે લોક એકાંતિકમાં લઈ ગયા, આત્મા કર્તા જ છે. આના કરતાં આ વાત એકાંતિક લોકોએ આત્મા અકર્તા છે, આ અહંકાર કર્તા છે', એમ સમજવાનું હતું. પણ આ તો ઝાલી પડ્યાં, ઊંધું !
પ્રશ્નકર્તા : પણ એવું હોતું લખવું જોઈતું ને ! એ ગેરસમજણ ઊભી કરે છે ને !
દાદાશ્રી : એ ગેરસમજ નથી કરતી, સમજનારાએ સમજવી જોઈએ સિમિલી કે અકર્તા છે તે કર્તા શી રીતે હોય ? તે એ કર્તા હોય જ શી રીતે એ ? શું કારણથી આ કર્તા કહેવામાં આવે છે ? તીર્થંકરો ડહાપણની વાત કહેવા ગયા, ત્યારે ઊલટા લોક સપડાયા. બધા જ જૈનો સપડાયા છે. અને બધા જ મહારાજો હઉ ફસાયા છે. આત્માને કર્તા કહે છે.
ચોપડવાતી, ગયા પી !
અજ્ઞાતથી કર્તાને કર્મતો, જ્ઞાતથી અકર્તા !
‘આત્મા કર્તા છે, ભોક્તા છે” એવું લખ્યું છે, પણ જ્ઞાની પુરુષે તો અકર્તા એવો આત્મા જામ્યો છે. કારણ કે અજ્ઞાને કરીને આત્મા કર્મનો કર્તા છે, જ્ઞાન કરીને આત્મા કર્મનો અકર્તા છે. એટલે આત્માને અકર્તા જાણે, એને “જ્ઞાન” થઈ ગયું કહેવાય. જ્યાં સુધી ‘હું કરું છું એમ જાણે છે, ત્યાં સુધી જ્ઞાન થયું નથી. બધા જ ‘હું કરું છું” એવું જ જાણે છે. ‘સામાયિકે ય મેં કરી. પ્રતિક્રમણો ય મેં કર્યાં. બધું જ મેં કર્યું, સ્વાધ્યાયે ય મેં કર્યો, ઉપદેશ મેં કર્યો. બધું જ મેં કર્યું. “મેં કર્યું” એવું બોલવામાં વાંધો નથી, પણ તેવું માને છે હલે.
પ્રશ્નકર્તા : આખી દુનિયામાં બધે માને છે એ પ્રમાણે જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી પોતાના હાથમાં સત્તા છે એમ આખી દુનિયા જ માને છે ને !
તીર્થંકરોએ શીખવાડ્યું કે આ દવા ચોપડવાની છે એમ કહ્યું. અને બીજી એક પીવાની કહી. તે પીવાની હતી તે આ લોકો ચોપડે છે અને ચોપડવાની પી જાય છે ! એમાં તીર્થકરોનો દોષ શો ? ચોપડવાની પી
દાદાશ્રી : ના, માને છે એવું નહીં. એમાં તો પાછું અહંકાર છે,