________________
આપ્તવાણી-૧૧
૨૦૫ હોય તો હેંડો કહીએ ત્યાં આગળ. અને આ દુઃખ ગમતું હોય તો નિરાંતે રેશમી ચાદર લાવીને સૂઈ જાવ, કહીએ.
પ્રશ્નકર્તા: પેલો શબ્દ કહો છો ને, દુઃખનો અભાવ જોઈતો હોય તો ચાલો.
૨૦૪
આપ્તવાણી-૧૧ ગૂંચવી નાખશે ઊલ્ટાં. આ વિજ્ઞાનની વાતમાં તો કશું તમારાથી એમ ના કહેવાય કે હું તમને સમજણ પાડું.
પ્રશ્નકર્તા : ના, ના. આપણે કંઈ એવો અહમ્ કરવાની વાત નથી, પણ એ પૂછે ને, ત્યારે એ સવાલ ઊભો થાય.
દાદાશ્રી : એ પૂછે ત્યારે એને જવાબ આપવો કે આપણે અમુક બાબતમાં આપી શકાય એવાં નોર્મલી હોય એટલા અપાય ને બીજા વધારેના પ્રશ્નો કરે છે, એટલે કહો, જાવ દાદા પાસે.
વ્યવસ્થિત તો બહુ મોટી વસ્તુ છે. વ્યવસ્થિત સમજવું ને એક બાજુ કેવળજ્ઞાન, બે સાથે થાય છે.
અત્યારે વ્યવસ્થિતનો જેટલો અનુભવ થાય છે એવું આ ફળ આપે, એટલું જ જોવાનું આપણે. અનુભવમાં શાંતિ આપે છે કે અશાંતિ થાય છે ? વ્યવસ્થિત તો, એ વ્યવસ્થિત સંપૂર્ણ થાય ત્યારે શી દશા થાય ? કેવળજ્ઞાન થાય.
આ તો તમારે પૂછી પૂછીને સંતોષ લઈ લેવો તમારી મેળે. આ દરેકની જુદી જુદી ભાષા છે. દરેકને જુદું કહેવું પડે છે. તમને આમ કહેવું પડે, બીજાને આમ કહેવું પડે. એને સમજણ પડે એવી રીતે કહેવું પડે. આ ભાઈ પેલા બેઠાં છે ને ! એમને આ બધાં ય કરતાં તદન જ જુદું કહું ત્યારે ફીટ થાય. એટલે એવું દરેકનું જુદું જુદું હોય. ફીટ થવા માટે જોઈએ ને, એને ફીટ થવું જોઈએ. એનું મન, બુદ્ધિ બધાને ફીટ થવું જોઈએ. એ બુદ્ધિ એક્સેપ્ટ કરવી જોઈએ. તે બુદ્ધિ અહંકારના પ્રમાણમાં હોય.
પ્રશ્નકર્તા : મને અત્યારે ફીટ થઈ ગયું.
દાદાશ્રી : એ ફીટ થયું ને પણ એ ફીટ બીજાને ના થાય, તમે બીજાને કહો તો. માટે આ બીજાને કહેવા જેવી વસ્તુ નહીં. આ તો દાદા પાસે તેડી લાવવા. હેંડો, મોક્ષ જોઈતો હોય તો હેંડો દાદા પાસે. બસ, એટલું જ કહેવું ને આપણે તેડી લાવવાં. આ દુઃખમાંથી મુક્તિ મેળવવી
દાદાશ્રી : બસ, આખો સંસાર શું કહે છે ? સંસાર દુઃખ ન થાય એવો જ હેતુ ખોળે છે.
પ્રશ્નકર્તા : દરેક લોકો સુખને જ ખોળે છે ને.
દાદાશ્રી : ના, સુખને નહીં. દુઃખ ન થાય, એ એમને બહુ ગમે છે. દુઃખ ન થાય એવું ખોળે છે. તે આ દુઃખના અભાવવાળું જ્ઞાન છે આપણું.
આ જે તમને વ્યવસ્થિત સમજાયું ને, એ બીજાને સમજાવવા જાય તો મેળ પડે નહીં, પાછું. કેટલીક વાત એમને પહોંચતી નથી, તે એ ય મારે કહેવી નહીં પડતી. પહોંચી ના શકે, પહોંચી શકે કેમ કરીને ? કયું એમની પાસે એવું સાધન છે કે એ પહોંચી શકે ?
પ્રશ્નકર્તા: કેવળજ્ઞાનની વાતો કેવળ બુદ્ધિથી સમજવાની વાત છે.
દાદાશ્રી : હં, એટલે આપણે આપણાં કામ સાથે કામ રાખવું અને વખતે પૂછવું પડે તો વાંધો નહીં, પૂછવાનો વાંધો નથી.
બહારના માણસો એવું જ સમજે ને કે આવું કેમ વિરોધાભાસ બોલ્યા ? અને દરેક ને જુદું જુદું કહીએ અમે તમને કહીએ જુદું, બીજાને જુદું કહીએ. એનું સમાધાન થાય એટલે બંધ રાખીએ અમે.
આખું જગત જેને આત્મા કહે છે, અને અમે મિશ્રચેતન કહીએ છીએ. હવે બોલો સમજણ શી રીતે પડે ? એને તીર્થકરોએ મિશ્રચેતન કહ્યું. હવે મિશ્રચેતન કહીએ તો આપણાં લોક શું સમજે ? ના, મહીં અરધું ચેતન જેવાં લક્ષણ દેખાય છે, પણ ચેતન જ નથી. નિશ્ચેતન ચેતન છે. જેમ ભમરડાને એક ફેરો દોરી વીંટી પછી નીચે નાખ્યા પછી ફરે છે, એવું આ ભમરડાની પેઠ ફરે છે. એમાં કોઈ કહેશે, આમાં ચેતન છે, તો