________________
૨૦૨
આપ્તવાણી-૧૧ સમજી જાય છે ને, તે બરોબર છે. તમે તમારી ભાષામાં સમજીને આગળ વધો.
પ્રશ્નકર્તા: વ્યવસ્થિત કોમ્યુટર છે, ઈલેક્ટ્રીક કરન્ટ કોમ્યુટરને ચલાવે છે તો ઈલેક્ટ્રીક પણ જડ છે તેવું વ્યવસ્થિત શક્તિનું છે ?
દાદાશ્રી : ના, એવું નથી. 2H + Oનું H2O એ પરિણામ છે. એ બધી વસ્તુમાં શક્તિ છે. પરમાણુ માત્રમાં શક્તિ છે. નર્યું શક્તિવાળું જ છે જગત. બહુ શક્તિ, જબરજસ્ત શક્તિ છે. મિલનથી ઊભું થયું છે. આ પરમાણુનાં મિલન. એ સમજાવી શકાય એવું નથી. એટલે શબ્દો નથી હોતા, એ આગળ. આગળની ભાષામાં શબ્દો નથી હોતા એટલે, જેને જેવું સમજાય, તેને તેવી ભાષામાં કહીએ અમે, જુદું જુદું. એમ લાગે કે દાદા, અમને આમ કહે છે કે, આમને આમ કહેતા'તા. એવું લાગે છે, એ પેલાને પોતપોતાની ભાષા જુદી હોય છે. એને ફીટ થાય એવું જ બોલવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ વાત ખરી, પણ એક વસ્તુ તો એક્ઝટ સમજવી જોઈએ ને ? એ વાત નક્કી થઈ જવી જોઈએ ને એક વસ્તુ કે આ વ્યવસ્થિત શક્તિએ જડ જ છે. બીજું કંઈ એમાં છે જ નહીં.
આપ્તવાણી-૧૧
૨૦૩ પ્રશ્નકર્તા : સમાધાન માટે તો જોઈએ ને ?
દાદાશ્રી : આનો અર્થ પોતપોતાની ભાષામાં થાય ને, પોતપોતાની ભાષામાં કંઈનું કંઈ થઈ જાય. દરેકની ભાષા જુદી હોય. આખું વાક્ય પાંચ આજ્ઞા જ સમજવાની છે. બીજું કશું સમજવા જેવું છે જ નહીં, બીજું બધું વિકલ્પો છે બધા. વ્યવસ્થિત શક્તિ સમજી લેવાની એક ફેરો. પછી આ પૂછવાનું ખરું. દરેક આને પોત પોતાની બુદ્ધિથી જુવે, અને આ તમને ફીટ થવા માટે મેં તમને કહ્યું હોય, દરેકને અમે જુદું જુદું કહીએ.
પ્રશ્નકર્તા પણ જુદું જુદું આપ ભલે કહો, ભાષા જુદી હોય. દાદાશ્રી : દરેકની ભાષા જુદી હોય. પ્રશ્નકર્તા : પણ મૂળ વસ્તુ તો એક જ હોય ને ? દાદાશ્રી : એક હોય તે પણ એ વસ્તુનું તો વિવેચન જ ના થાય. પ્રશ્નકર્તા : એ વસ્તુનું વિવેચન થઈ શકે એમ નથી ?
દાદાશ્રી : થઈ શકે નહીં એટલે શબ્દોથી થઈ શકે એમ નથી. બીજી રીતે સમજાવીએ તમને તમારી ભાષામાં, આમને આમની ભાષામાં એટલે કોઈકને આમાં શું લાગે કે આ શું વિરોધાભાસ કેમનો આવ્યો પાછો ? આપણે આ પાંચ વાક્યો અવિરોધાભાસ હોવા જોઈએ ને ‘હું શુદ્ધાત્મા છું” એ આપણને લક્ષમાં આવવું જોઈએ, આટલું જ. આ વાત નિર્વિવાદ.
પ્રશ્નકર્તા : એ જ્ઞાનીઓ માટે, આપણાં મહાત્માઓ માટે, એ મોટી વાત છે. પણ કોઈ વખત કોઈને સમજાવવાનો પ્રશ્ન ઊભો થાય છે.
દાદાશ્રી : ના, કો'કને સમજાવવાનો પ્રયત્ન જ ના કરો. વ્યવસ્થિતનું તમે, એ સમજાવવાનો પ્રયત્ન જ ન કરો. વ્યવસ્થિત સમજાવી શકાય એવું નથી એ.
પ્રશ્નકર્તા : એ પૂછે ત્યારે જવાબ શું આપવો ?
દાદાશ્રી : એ દાદા પાસે જાવ, કહીએ, ચાલો દાદા પાસે. વ્યવસ્થિત સમજાવાય એવો પ્રશ્ન નથી. એમાંથી તો એ વિકલ્પો ઊભાં થઈને તેમને
દાદાશ્રી : ના, જડ એટલે આવું નહીં. આ જે જડ જુઓ છો ને, આ જડ વિનાશી છે અને પેલું જડ અવિનાશી છે. હા અને પરિવર્તનવાળું છે. સ્વભાવિક પરિવર્તનવાળું. આ જડે ય પરિવર્તનવાળું છે, પણ વિભાવિક છે, એટલે આ નાશ થઈને ઊભું રહે. આ જડ અવસ્થા છે, પેલી જડ અવસ્થા નથી.
પ્રશ્નકર્તા : આને પુદ્ગલ પર્યાય કહી શકાય. પેલું નિર્ભેળ પુદ્ગલ પરમાણુ, એમ કહો તો ચાલે.
દાદાશ્રી : સ્વભાવિક !
આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. આ તો તમારા સમાધાન માટે પૂછવું હોય તો...